Abtak Media Google News

ભાજપ કોંગ્રેસ સેન્સ લ્યે છે ત્યારે ‘આપ’એ ૧૪ ઉમેદવારો જાહેર કરી દીધા

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી લડવા માટે ભાજપમાંથી ૩૦૪ કાર્યકરોએ પ્રદેશ ચુઁટણી નીરીક્ષકો સમક્ષ દાવેોદારી કરી ભાજપની ટિકીટ માગી હતી. સુરેન્દ્રનગર પાલિકાના ૧૩ વોર્ડ પર સભ્યો ચૂંટણી માટે સેન્સ લેવામાં આવતા મોટી સંખ્યામાં દાવેદારોએ રજુઆત કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં ગઇકાલે ભાજપ પક્ષ દ્વારા સુરેન્દ્રનગર વરમોરા હોલ ખાતે સેન્સ લેવામાં આવી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુરેન્દ્રનગર જિલ્લામાં  તા.૨૧મી ફેબ્રુઆરીએ યોજાનાર છે ત્યારે હાલમાં બંને પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે  જેમાં ૫૨ કોર્પોરેટરો વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સીધો જંગ થશે.નીરીક્ષકો દિલીપભાઈ પટેલ કલ્પનાબેન રાવલ મંગળસિંહ પરમાર દ્વારા સીન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી અને આ કાર્યકરો દ્વારા ભાજપના ઇચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા.સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ૧૩ વોર્ડ માટે ૫૨ સદસ્યોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના કોમ્યુનિટી હોલ ખાતે ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી

અમુક કાર્યકરો કોંગ્રેસમાંથી પણ ચૂંટણી લડવા તૈયાર

અમુક કાર્યકરો કે ભાજપમાં અનેક વર્ષોથી પોતાની કામગીરી કરી રહ્યા છે ત્યારે ઓછા વોર્ડ થવાના કારણે હાલમાં અનેક ભાજપમાંથી દિગ્ગજ ચહેરાઓ નું પત્તુ કપાવાનાર છે ત્યારે અમુક સીન્સ આપવા આવેલા ભાજપના કાર્યકરો દ્વારા જો ભાજપમાં ટિકિટ નહીં મળે અને કોંગ્રેસ ટિકિટ આપશે તો કોંગ્રેસમાંથી પણ લડી લેવાની તૈયારીઓ દર્શાવવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે.

1611810373992

ભાજપથી ચૂંટણી લડવા ૩૦૪ દાવેદારો

 ભાજપના કુલ ૫૨ બેઠકો ઉપરથી ૩૦૪ લોકોએ ભાજપમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી હતી અને પોતાના બાયોડેટા પણ ભાજપના આગેવાનોને અને સીન્સ લેવા આવનારા કાર્યકરોને સુપ્રત કર્યા હતા.

પાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે

 દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ની ચૂંટણી નજીક આવી રહી છે તેને ત્રિપાંખિયો જંગ આ વર્ષે નગરપાલિકાની ચૂંટણીમાં સર્જાશે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી પણ આ વખતે તમામ વોર્ડમાં પોતાના ચાર કાર્યકરોની પેનલ કરી અને ઉભા રાખશે જેમાં પ્રથમ આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના ૧૪ સદસ્યો ને નગરપાલિકા લડવાની તૈયારીઓ ની યાદી બહાર પાડી દેવામાં પણ આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.