Abtak Media Google News

સુરેન્દ્રનગર શહેરના ટ્રેક ઓટો  સંચાલકના યુવા નેત્ર સતાણી ને ત્યાં ખિસકોલી પરિવારનો સભ્ય બની ગઈ ટ્રેક ઓટોમાં બાઇકના વીલમાં આવી જતા તેને સારવાર આપી અને પરિવારની સભ્ય બનાવી દીધી હાલમાં ખિસકોલી પોતાની ગેરજમાં પોતાની સાથે જ રહે છે અને પરિવાર ની માફક બધાની સાથે જમી લે છે પણ ત્યારે નવાઈની વાત તો એ છે કે આ પ્રાણી કેટલું બધું ચંચળ છે કે મનુષ્ય જીવનની સાથે તેને નાતોબા ડવો કે રહેવું અને જરાપણ ના ગમે ત્યારે ખિસકોલી આઝાદ રીતે રહેતી હોય છે.

Advertisement

1631888148381 હરે ફરે ખાય-પીવે અને મોજ કરે ત્યારે આ ખિસકોલી આ પરિવાર સાથે જાણે કેમ ના તો જોડીને આવી હોય તે રીતે તેમની સાથે રહે છે બાર મૂકી દેતો અંદર આવતી રે તેમના ખભા પર બેસી જાય હાથમાં રોટલી ખાય અને આખો દિવસ જ્યાં ગમે ત્યાં ગેરેજમાં આનંદી હરે ફરે છે ત્યારે હા ખિસકોલી પરિવારનો સભ્ય હોય તે રીતે સતાણી પરિવાર તેની માવજત કરી અને સાથે રાખી રહ્યો છે.

1631888148396 જ્યારે ઘરે જ બંધ કરવાનું થાય છે ત્યારે તેને ઘરે લઈ જવામાં આવે છે અને એક ખોખા રું નાખી અને તેને સામાન્ય કપડું ટુકડો ઢાંકી અને સુવડાવી દેવામાં આવે છે ત્યારે સવાર પડતાની સાથે જ ખોખામાંથી ખિસકોલી બહાર આવી અને ઘરમાં પણ બિન્દાસ રીતે પરિવાર સાથે હરતી-ફરતી રહે છે ત્યારે નીતુ ભાઈ જણાવતા હતા કે મારા મમ્મી રસોડામાં રસોઈ કરતાં હોય ત્યાં પણ જઈ અને પ્લેટફોર્મ ઉપર આમતેમ આંટા મારવા મળે છે અને આ ખિસકોલી અમારા પરિવારની જેમ જ અમારી સાથે રહે છે અને ગેરેજ માં આખો દિવસ સાથે રહે છે અને રાત્રીના ઘરે આ રીતે ખિસકોલી અમારા પરિવારનું એક સદસ્ય બની ગઈ છે  આ ખિસકોલીની માવજત કરી અને આ પરિવાર ધન્યતા અનુભવી રહ્યો છે અને ખિસકોલી ને સાથે પારિવારિક માતાની જેમ ખિસકોલીને સાથે રાખી અને તેની સારસંભાળ પણ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.