Abtak Media Google News

પડધરી તાલુકાના દહીસરડા ગામે પડધરી થી નેકનામ રોડ પર દહીસરડા ગામ શોર્ટ કટ જે રામાપીરના મંદિર પાસે થી ગામના પાદર  સુધી કાચો રસ્તો  સમાર કામ  થી બનાવવા માં આવ્યો તે કોઝવે નું કામ આશરે બે મહિના પહેલા જ કામ શરૂ કરવામાં આવેલ હતુ.

Advertisement

કોઝવે  ઉપરથી  એક ફુટ પાણી જતાં જ કોઝવે ની દિવાલ પાણી સાથે વહી ગઈ હતી.  કોઝવે નું કામ જે સરકાર ના નિયમ મુજબ થવું જોઈએ તે  પ્રમાણે નહિ પરંતુ સરપંચ ના નિયમ મુજબ બે દિવાલ મા  લોટ પાણીને લાકડા દિવાલ વચ્ચે ટાસ મોરમ અને વિલાયતી નળીયા નાખી  ભરતી ભરી અને સિમેન્ટનો માલ નાખી કામ પૂર્ણ કર્યું.

કોઝવે ની દીવાલ પડતાં જ સરપંચે જે કાચુ કામ કરી નળિયા નાખેલા હતા તેનો ભાંડો ફૂટયો હતો. થોડા વરસાદ પડવાથી જો આવી સ્થિતિ સર્જાતી હોય તો વધુ વરસાદ પડવાથી ગામ માં શું પરિસ્થિત સર્જાય એ હવે સરકારે વિચારવા નું રહ્યું…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.