Abtak Media Google News

કાંગારૂઓને ટેસ્ટ શ્રેણીમાં ઘર આંગણે ધુળ ચાંટતુ કરવાનું ક્રિકેટ પ્રેમીઓનું સ્વપ્ન વિરાટ સેના સાકાર કરશે ?

ટેસ્ટના ત્રીજા દિવસે બોલરો રંગ રાખશે તો નાની લીડ પણ ભારત માટે નિર્ણાયક બની રહેશે: બીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૧૯૧/૭, ભારતના પ્રથમ દાવથી હજુ ૫૯ રન પાછળ

ક્રિકેટમાં વર્ષો સુધીએક ચક્રિય શાસન કરનાર ઓસ્ટ્રેલિયાની ટીમને ટેસ્ટ શ્રેણીમાં ઘર આંગણે જ ધુળ ચાંટતુ કરવાનુંકરોડો ભારત ક્રિકેટપ્રેમીઓનું સ્વપ્ન વિરાટ સેના સાકાર કરે તેવું હાલ દેખાઈ રહ્યુંછે. એડીલેડ ટેસ્ટ બીજા દિવસે જ એકદમ રોમાંચક તબકકામાં પહોંચી ગઈ છે.

ટેસ્ટની આવતીકાલનો દિવસ એટલે કે ત્રીજો દિવસ મહત્વપૂર્ણ બની રહેશે જો ટીમ ઈન્ડિયાનાબોલરો રંગ રાખશે તો પ્રથમ ટેસ્ટમાં નાની લીડ પણ ભારત માટે નિર્ણાયક બની રહેશે.આજે બીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૧૯૧/૭ છે અને તે ભારતના પ્રથમ દાવથી હજી ૫૯ રન પાછળ હોય કાલનો દિવસ બંને ટીમ માટેમહત્વપૂર્ણ બની રહેશે.

આજે ભારતીય બોલરોએઓસી બેટસમેનોને કાબુમાં રાખ્યા હતા. ભારતવતી આર.અશ્વીને ૩, ઈશાન શર્માએ ૨ અને જસ્મીત બુમરાહે ૨ વિકેટો હાંસલ કરી હતી.

એડીલેડ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રના રન મશીન અને ટીમ ઈન્ડિયાની ધ વોલ ગણાતા ચેતેશ્વર પુજારાના શાનદાર ૧૨૩ રનની મદદથી ભારતે પ્રથમ દિવસે ૯ વિકેટના ભોગે ૨૫૦ રન બનાવ્યા હતા.

જોકે આજેટેસ્ટના બીજા દિવસના આરંભે ભારત પોતાના ગઈકાલના સ્કોરમાં એક પણ રન ઉમેરી શકયું ન હતુંઅને ૨૫૦ રને ઓલ આઉટ થઈ ગયું હતું. ઓસીના પ્રથમ દાવની શરૂઆત ખુબ જ ખરાબ રહીહતી. ટીમનું ખાતું પણ ખુલ્યું ન હતું ત્યાં ઓપનર એરોન ફીનચ પેવેલિયનમાં પરત ફર્યો હતો.

૧૨૬ રનમાં જ ઓસ્ટ્રેલિયાની ૬ વિકેટો ધરાશાયી થઈ ગઈ હતી.ફાસ્ટ બોલરોને યારી આપતી વિકેટ પર ભારતીય સ્પીનર રવિચંદ્ર અશ્વીન છવાઈગયો હતો. તેને ઓસ્ટ્રેલિયાના ૩ બેટસમેનોને પેવેલીયનની વાટ દેખાડીહતી. બીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૭ વિકેટના ભોગે ૧૯૧ રન થયો છે અને ભારત પાસે હજી ૫૯ રનની મહત્વપૂર્ણ લીડ છે. ટેસ્ટના ત્રીજા દિવસે જો ટીમ ઈન્ડિયાના બોલરો ઓસી બેટસમેનોને ઝડપથી આઉટ કરવામાંસફળ રહેશે અને ભારતને લીડ મળશે તો એડીલેડ ટેસ્ટમાં નાની લીડ પણ નિર્ણાયક બની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત કયારેય ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી શકયું નથી. આ વખતે વિરાટ સેના પાસે પાંચ ટેસ્ટની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે જ ધુળ ચાંટતુ કરવાનો સુવર્ણ અવસર છે.

જે રીતે પ્રથમ ટેસ્ટમાંબીજા દિવસે જ ટેસ્ટમાં પકડ મેળવી લીધી છે અને ટેસ્ટમાં ભારત ડ્રાઈવીંગ સીટ પર આવી ગયું છે. કાલના દિવસ બંને ટીમો માટે મહત્વપૂર્ણ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.