Abtak Media Google News

૧૦૦ દિવ્યાંગોને ટ્રાયસીકલ અપાશે: કૃત્રિમ હાથ-પગ,કેલીપર્સ,ઘોડી, વોકીંગ સ્ટીકનુંવિનામૂલ્યે થશે વિતરણ: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

નગીનભાઈ જગડા અને ઈન્ડિયન ફોર કલેકટીવએકશન-કેલીફોર્નિયાના સહયોગથી

ભારત વિકાસ પરિષદ -મોરબી તથા આનંદનગર શાખા રાજકોટ દ્વારા નગીનભાઈ જગડા (અમેરિકા), ઈન્ડીયન ફોર કલેકટીવ એકશન કેલીફોર્નીયા અને અર્પણ ફાઉન્ડેશન દ્વારા સ્વ. નંદકુવરબા પાનાચંદ દેશાઈ તથા સ્વ. નંદકુંવરબા છગનલાલ શેઠના સ્મરણાર્થે મોરબીમાંભવ્ય વિનામૂલ્યે વિકલાંગ કેમ્પ યોજાશે.

સંપર્ક,સહયોગ, સંસ્કાર સેવા, અનેસમર્પણના પંચસૂત્રને વરેલ ભારત વિકાસ પરિષદ સમગ્ર ભારતમાં ૧૪૦૦ અને ગુજરાતમાં ૫૭ જેટલીશાખા ધરાવતી સંસ્થા દ્વારા સેવાકાર્યના મુખ્ય અભિયાન વિકલાંગ મુકત ગુજરાતના ભાગરૂપે અમેરિકા સ્થિત સ્વદેશપ્રેમીઅને ઉદારદિલદાતા નગીનભાઈ જગડા તથા ઈન્ડીયન ફોર કલેકટીવ એકશન કેલીફોનીયા આર્થિક સહયોગથીતા.૧૬.૧૨ને રવિવારના રોજ સવારે ૮ કલાકેકડવા પાટીદાર ક્ધયા છાત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાછળ, મોરબી ખાતે વિનામૂલ્યે વિકલાંગોને જયપૂર ફૂટ, કેલીપર્સ,સર્જિકલ બુટ, વોકીંગ સ્ટીક તથા ઘોડી વિગેરે સાધનોઆપવાનો તથા જરૂરીયાતમંદ વિકલાંગોને ટ્રાયસીકલ આપવાનો કેમ્પ યોજાનાર છે.

આકેમ્પમાં સૌરાષ્ટ્રભરનાં ૧૦૦થી વધુ વિકલાંગ ભાઈ બહેનોને રૂ.૫૦૦૦ની કિમંતની ટ્રાયસીકલ વિનામૂલ્યે આપવામાં આવશે.

નામ નોંધણી માટે રવિન્દ્રભાઈ ત્રિવેદી મો. ૯૮૭૯૦ ૨૪૪૧૦, મનોજભાઈ ભટ્ટ મો. ૯૯૦૯૨ ૦૯૪૮૪, ડો. જયેશભાઈ પનારા મો. ૯૮૨૫૬ ૨૧૨૧૪નો સંપર્ક કરવો.

આકેમ્પને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખાના પ્રમુખ વિનોદભાઈ પટેલ,મંત્રી દિપકભાઈ ગોસાઈ, વિકલાંગ સહાયતા કન્વીનરહિંમતસિંહ ડોડીયા તથા ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના ક્ધવીનર રવિન્દ્રભાઈ ત્રિવેદી,ડો. જયેશભાઈ પનારા, મનોજભાઈભટ્ટ, દિલીપભાઈ પરમાર, ડો. મનુભાઈ કૈલા, પરેશભાઈ મિયાત્રા સહિતના જહેમત ઉઠાવી રહ્યાછે.

મોરબી મુકામે ભારત વિકાસ પરિષદની નવી બ્રાંચ શરૂ કરવામાં આવશે. સમગ્ર ભારતમાં પથરાયેલી સેવા સંસ્થા ભારત વિકાસ પરિષદની નવી બ્રાંચ આગામી દિવસોમાં મોરબી શહેરમાં શરૂ થવા જઈ રહી છે. ત્યારે આ સંસ્થામાં જોડાવા ઈચ્છતા સમાજનાપ્રબુધ્ધ નાગરીકોનેક અપીલ કરવામાં આવે છે.

સભ્ય બનવા માટે સંયોજકરવિન્દ્રભાઈ ત્રિવેદી મો. ૯૮૭૯૦ ૨૪૪૧૦નો સંપર્ક કરવો કેમ્પનોબહોળી સંખ્યામાં વિકલાંગો લાભ લે તે માટે પ્રફુલભાઈ ગોસ્વામી, જેઠસુરભાઈ ગુજરીયા, વિનોદભાઈ પટેલ, કરશનભાઈ મેતા, કિરીટભાઈ મૈયડ, હેમતસિંહજીડોડીયા, કાળુભાઈ પાનસુરીયા, દયાળજીભાઈ રાઠોડવગેરે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.