Abtak Media Google News

અમદાવાદ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના ભરચક કાર્યક્રમો બાદ ગઈકાલે તેઓ પરત ફરતા હવે પોલીસતંત્ર ફરી એક વખત એકશનમાં આવી ગયુ છે.

Advertisement

ગઈકાલે રાત્રે શહેરભરમાં દેશી દારૂનો જથ્થો સપ્લાય કરવા માટે જાણીતા એવા સરદારનગર છારાનગર વિસ્તારમાં એસીપીની આગેવાની હેઠળ ર૦૦થી વધુ પોલીસ કર્મીઓએ મેગા સર્ચ ઓપરેશન કરતા રાતભર અફડાતફડીનો માહોલ રહયો હતો બુટલેગરોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને અનેક બુટલેગરો ભાગી છુટયા હતા.પરંતુ પોલીસ દ્વારા આ વિસ્તારમાં એક મકાનમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીને શોધી કાઢવામાં આવી હતી અને આ સ્થળેથી મોટી માત્રામાં દેશી દારૂ બનાવવાની સાધન સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

આ ઉપરાંત અન્ય બાર જેટલા સ્થળોએથી દેશી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને મહિલા બુટલેગર સહિત કેટલીક વ્યક્તિઓ ધરપકડ કરવામાં આવી છે જાકે કુખ્યાત માઈકલ સહિતના બુટલેગરો ફરાર થઈ ગયા છે પોલીસની આ દરોડાની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો પોલીસે કુલ ૧ર કેસ કર્યા છે જેમાં બે વિદેશી દારૂના અને ૧૦ દેશી દારૂના કેસનો સમાવેશ થાય છે. ગઈકાલની કાર્યવાહીમાં ૮ વોન્ટેડ આરોપીઓને દર્શાવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.