Abtak Media Google News
કોર્પોરેશને કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુ‚ના બેનરો ઉતારી લેતા મ્યુનિ.કમિશનરનો ઘેરાવ કરતું કોંગ્રેસ: વિજીલન્સ પોલીસે કોંગી અગ્રણીઓને ટીંગાટોળી કરી ચેમ્બરની બહાર કાઢયા

રાજકોટ પૂર્વના કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુ‚ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં મતદાર સુધારણા કાર્યક્રમ અંગે લગાવવામાં આવેલા માર્ગદર્શકના બેનરો આજે કોર્પોરેશનની એસ્ટેટ શાખાએ હટાવી દેતા કોંગી કાર્યકરો દ્વારા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. દરમિયાન કમિશનરની ચેમ્બરમાં કોંગી અગ્રણીઓ અને વિજીલન્સ પોલીસ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. વિજીલન્સ પોલીસે કોંગી અગ્રણીઓની ટીંગાટોળી કરી ચેમ્બરની બહાર કાઢયા હતા.

Dsc 1643કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા રાજમાર્ગો પર સર્કલો પર લગાવવામાં આવેલા બેનરો ઉતારી લેવાની કામગીરી શ‚ કરવામાં આવી છે. ભાજપના બેનરો યથાવત રાખી કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુ‚ના મતદાર સુધારણા કાર્યક્રમના બેનરો અને ધાર્મિક સંસ્થાના બેનરો હટાવી દેવામાં આવતા આજે કોંગ્રેસ લાલઘૂમ થઈ ગઈ હતી. દરમિયાન કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુ‚ અને કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં મ્યુનિ.કમિશનરનો ઘેરાવનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં મ્યુનિ.કમિશનરની ચેમ્બરમાં જ કોંગી અગ્રણીઓ અને વિજીલન્સ પોલીસ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. કમિશનરની ચેમ્બરમાં ધરણા પર બેસી જવાનો કોંગ્રેસના આગેવાનોએ પ્રયાસ કરતા વિજીલન્સ પોલીસે તમામને ટીંગાટોળી કરી ચેમ્બરની બહાર કાઢયા હતા. કોંગી અગ્રણીઓએ એવી ચિમકી આપી હતી કે જો હવે કોંગ્રેસના કે કોઈ ધાર્મિક સંસ્થાના બેનરો હટાવવામાં આવશે તો જોયા જેવી થશે.

Dsc 1659રાજકોટ પૂર્વના કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુ‚એ જણાવ્યું હતું કે, મ્યુનિ.કમિશનર સરકારના સેવક છે તે વાત ભૂલી ગયા છે અને ભાજપના કાર્યકર હોય તે રીતે વર્તન કરી રહ્યાં છે. હાલ મતદારોની નોંધણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે એક જાગૃત સેવક તરીકે કોંગ્રેસ દ્વારા મતદાર જાગૃતિના જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે હટાવી દેવામાં આવ્યા છે. જયારે મુખ્યમંત્રીના તોતીંગ સાઈઝના બેનરો રાજમાર્ગો પર લાગે છે ત્યારે કમિશનર અને મહાપાલિકાના તંત્રની આંખે અંધાપો આવી જાય છે. જો આવી વ્હાલા-દવલાની નીતિ રાખવામાં આવશે તો અમારે નાછૂટકે આક્રમક બનવું પડશે.

વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે, શાસક પક્ષના આદેશ મુજબ કમિશનર સહિતનું કોર્પોરેશનનું તંત્ર કામ કરી રહ્યું છે. ભાજપના પ્રચાર માટે મહાપાલિકાના વાહનોનું દૂરઉપયોગ કરવામાં આવે છે. મ્યુનિ.કમિશનરે ભાજપની ચમચાગીરી બંધ કરી દેવી જોઈએ. કોંગ્રેસના ધારાસભ્યએ લગાવેલા બેનરો દૂર કરવામાં આવ્યા છે. જો હવે તંત્ર દ્વારા આવા બેનરો દૂર કરવામાં આવશે તો આગામી દિવસોમાં જોયાજેવી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.