Abtak Media Google News

ગુજરાત વિધાનસભામાં રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિના રાજ્ય મંત્રીએ આપેલા ઉત્તરમાં ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં છેલ્લા 2 વર્ષમાં 2342 યુવક-યુવતીઓએ ભાગ લીધો હોવાનું જણાવ્યું હતું.

રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું છે કે રાજ્યના યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય તથા રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે પ્રતિવર્ષ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાય છે. જેમાં છેલ્લા બે વર્ષમાં 2342 યુવક-યુવતીઓએ ભાગ લીધો છે. આ માટે રૂ 26.58 લાખનો ખર્ચ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.