Abtak Media Google News

દુષ્કર્મના ખોટા કેસમાં ૬૬૬ દિવસ સુધી જેલહવાલે કરાયેલા આદિવાસી યુવાનની વળતરની માંગ

મધ્યપ્રદેશના રતલામમાં એક ઘટના સામે આવી છે. એક યુવાને રૂ. ૧૦ હજાર કરોડના વળતરની માંગ કરતા દેશ વિદેશમાં ચર્ચા જામી છે. ખરેખર યુવાનને સામુહિક દુષ્કર્મના કેસમાં ૬૬૬ દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ આક્ષેપ ખોટો સાબિત થતા યુવાનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ યુવાને ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલી ભેંટ જેમ કે, સેક્સ લાઈફથી વંચિત રાખવા સહિતની બાબતે રૂ. ૧૦ હજાર કરોડના વળતરની માંગ કરી છે.

એક શખ્સને રેપના ખોટા કેસમાં લગભગ બે વર્ષ સુધી જેલમાં પુરી રાખ્યો હતો. ૬૬૬ દિવસ સુધી જેલમાં વિતાવ્યા બાદ બહાર નીકળેલા શખ્સે હવે સરકાર પાસેથી ૧૦,૦૦૦ કરોડ રૃપિયાનું વળતર માગ્યું છે. તેમાં વેપારને થયેલા નુકસાનથી લઈને કોર્ટ કચેરીના ખર્ચ પણ સામેલ છે. ખાસ વાત એ છે કે, કુલ માગેલી રકમમાં ૧૦ હજાર કરોડ રૃપિયા તે એટલા માટે માગી રહ્યો છે કે, આ દરમિયાન ભગવાન તરફથી માણસને આપવામાં આવેલી ભેટ જેમ કે સેકસથી તે વંચિત રહી ગયો તે બાબતનો ઉલ્લેખ કરીને વળતરની માંગ કરવામાં આવેલી છે.

૩૫ વર્ષિય કાંતિલાલ ભીલનું કહેવું છે કે, આરોપો અને જેલમાં તેની દુનિયા બદલાઈ ગઈ. તેની પત્ની, બાળકો અને માતાને ખૂબ જ દુઃખના દિવસો જોવા પડ્યા. તેણે ટાઈમ્સ ઓફ ઈંડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું નથી બતાવી શકતો કે તે દિવસોમાં મેં જેલમાં કેટલુ સહન કર્યું છે. મારો પરિવાર ઈનરવિયર પણ નથી ખરીદી શકતો. મેં કડકડતી ઠંડી અને ગરમીમાં પણ કપડા વિના રહેવા મજબૂર બન્યો હતો.

કાંતિએ આગળ કહ્યું કે, તે ભગવતીની કૃપાથી બહાર નીકળી ગયો, કેમ કે વકીલે તેનો કેસ ફી લીધા વિના લડ્યો. હવે તે જેલમાં વિતાવેલા દરેક દિવસનો હિસાબ માગી રહ્યો છે. પીડિતે ક્ષતિપૂર્તિ અરજીમાં પોલીસ પર ખો઼ટા અને માનહાનિકારક શબ્દોનો આરોપ લગાવ્યો છે. ખોટા આરોપોએ તેનું જીવન બરબાદ કરી દીધું. કાંતિલાલે કહ્યું કે, જેલમાં તેને ચામડીના રોગ અને અન્ય બિમારીઓ પણ થઈ ગઈ. પરિવારમાં તે એકમાત્ર કમાનારો વ્યકિત હતો. કાંતિલાલને વેપારમાં થયેલા નુકસાન, સાખને પહોંચેલી ઈજા, શારીરિક અને માનલસિક કષ્ટ, પરિવારને થયેલા નુકસાન માટે ૧-૧ કરોડની મદદ આ ઉપરાંત ૧૦ હજાર કરોડ રૃપિયા સેકસનો આનંદ નહીં લઈ શકવાના કારણે માગ્યા છે. જેને તે ભગવાન તરફથી મળેલી ભેટ માને છે. કાંતિલાલે જેલમાં રહ્યા દરમિયાન કેસ માટે ખર્ચ થયેલા ૨ લાખ રૃપિયા પણ અલગથી માગ્યા છે.

કાંતિલાલના વકીલ વિજય સિંહ યાદવે કહ્યું કે, જિલ્લા કોર્ટે કેસની સુનાવણી માટે ૧૦ જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે. કાંતિલાલ પર ગેંગરેપનો કેસ હોવાનો આરોપ હતો. ૧૮ જાન્યુઆરી ૨૦૧૮માં એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તે ભાઈના ઘરે જઈ રહી હતી, તો રસ્તામાં કાંતિલાલે લિફ્ટ આપવાના બહાને બાઈક પર બેસાડી. તેને જંગલમાં લઈ જઈને ગેંગરેપ કર્યો. પોલીસે તેને પકડીને જેલમાં મોકલી દીધો. પણ કોર્ટે તેને સજામાંથી મુકત કર્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.