Abtak Media Google News

પંડિત મહિલા આચાર્યને શાળામાં જ ગોળીએ વીંધી દેવાયા, પાંચ દિવસમાં સાત હિન્દુ નાગરીકોની હત્યાથી કાશ્મીર ખીણમાં ભયનો માહોલ

જમ્મુ કાશ્મીર માથી કલમ 370 દૂર કરીને રાજ્ય માટે અવરોધરૂપ ખાસ દરજજાના કુંડાળામાં થી પુથ્વી પરના સ્વર્ગ ને ઉગારી લઈને કાશ્મીર અને કાશ્મીરિયત ને વિકાસ સાથે જોડવાના સાહસમાં સફળતા મળી છે, પરંતુ હજુ કેટલાક દેશવિરોધી તત્વો કાશ્મીરની ખૂલેલી કિસ્મત નો સ્વીકાર કરવા તૈયાર નથી અને એનકેન પ્રકારે કાશ્મીરમાં હિંસાનો માહોલ યથાવત રહે તેવા મનસુબા સાથે અમાનવીય હિંસાચાર આચરતા રહે છે, કાશ્મીર ખીણને ફરીથી હિંશામાં હોમવા માટે ગુરુવારે સરકારી શાળાના સંકુલમાં જ બદલા પંડિત આચાર્ય સહિતના સાત હિન્દુઓના કતલેઆમથી કાશ્મીરમાં ફરીથી ભયનો માહોલ ઉભો થયો છે અને ૯૦ના દાયકાની જેમ કાશ્મીરી પંડિતો ખીણ વિસ્તાર છોડવા મજબૂર થયા હોવાની ફરિયાદ ઉઠી છે

કાશ્મીરી પંડિત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે પંડિત સમુદાયના કેટલાક નોકરિયાતો કે જેમને સરકાર દ્વારા પુનઃ સ્થાપિત પેકેજ ૨૦૧૦ના બીજા તબક્કામાં નોકરીઓ આપી હતી તે ફરીથી  ખીણ વિસ્તાર મૂકીને જમમુ માં જીવ બચાવવા હિઝરત શરૂ કરી ચુક્યા છે જોકે સરકારે અત્યારની પરિસ્થિતિને ધ્યાને લઇને લઘુમતી સમુદાય માં રહેતા કાશ્મીરી પંડિતો ને દસ દિવસની સત્તાવાર રજા આપી છે

મહિલા આચાર્ય અને શિક્ષકને ગુરુવારે સરકારી શાળામાં મોતને ઘાટ ઉતારી દેવાયા હતા પાંચ દિવસમાં કુલ સાત હિંદુઓ ની હત્યા કરી નાખવામાં આવે છે કાશ્મીરી પંડિતોને મોતને ઘાટ ઉતારવાના કાવતરાને અંજામ આપવા માટે આંતકવાદીઓએ માસ્ટર પ્લાન બનાવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે ભયના માહોલ વચ્ચે આશરે ૫૦૦થી વધુ લોકોએ બડગામ અનંતનાગ પુલવામા માં  થી હિજરતની શરૂઆત કરી દીધી છે.

કાશ્મીરી પંડિતોની સાથે-સાથે દિન પંડિતો પણ ખીણનો  વિસ્તાર મૂકી રહ્યા હોવાનો દાવો કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના પ્રમુખ સંજય ટીકુ એ દાવો કર્યો હતો, તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભયના માહોલમાં કાશ્મીરી પંડિતો માં ભય બl નું પ્રમાણખૂબ જ વધુ છે આ પરિસ્થિતિ માટે અમે અગાઉ રાજ્યપાલ ની કચેરી રજૂઆત માટે મુલાકાતનો સમય માંગ્યો હતો પરંતુ હજુ અમને આ સમય ફાળવાયો નથી કાશ્મીરી પરિવારના તીકુ સહિતના અનેક લોકોએ અનેક પરિસ્થિતિનો સામનો કરીને પણ ખીણમાંથી હિજરત કરી નથી, કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ ના પ્રવકતા ઓ નો એવો દાવો છે કે ખીણમાં જે રીતે લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

તેવી પરિસ્થિતિમાં લઘુમતી અને ખાસ કરીને કાશ્મીરી પંડિત સમુદાયમાં વિશ્વાસનો માહોલ ઉભો કરવો અઘરો બની ગયો છે તેની સામે તેની સામે લઘુમતી વિરોધીતત્વો પોતાની ધાક વધુ કમાવા માટે હજુ હુમલા કરે તેવી શક્યતા સેવાઇ રહી છે કાશ્મીરમાં ૧૯૯૦માં જે રીતે બંદૂકના નાળચે અને વ્યાપક હિંસા આચરી ને હિન્દુ લઘુમતીઓને ફિલ્મમાં પોતાની માલમિલકત અને ધંધાની રોજગાર છોડીને હિજરત કરવાની ફરજ પાડવામાં આવતી હતી ફરીથી આવો માહોલ ઉભો થાય તેવા દેશવિરોધી તત્ત્વોએ પ્રયાસો શરૂ કર્યા છે

વડાપ્રધાન રોજગાર પેકેજ એસોસિયેશનના પ્રમુખ એ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં હજુ ૨૫૦ થી વધુ લોકો નિરાશ્રિત ની જેમ કેમ્પમાં રહેછે શાળામાં આચાર્યની અત્યાર ના સમાચાર ફેલાતા ફરીથી હિજરત શરૂ થઈ ચૂકી છે

કાશ્મીર ખીણમાંથી લઘુમતી સમુદાય ને હાકી કાઢવા માટે એક મોટું ષડયંત્રચાલી રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે

જેહાદી – નાપાક તત્વોને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે: વિશ્વ હિન્દુ પરિષદે આખરી કાર્યવાહીની કેન્દ્ર સમક્ષ માંગ કરી

વિશ્વ હિન્દુ પરિષદ તે કાશ્મીરમાં અંતકીઓ દ્વારા નિર્દોષ કાશ્મીરી પંડિતો સહિતના હિન્દુઓની કરેલી કત્લેઆમ નો ઉગ્ર વિરોધ નોંધાવીને જમ્મુ-કાશ્મીરમાં જેહાદી તત્વોને આકરી સજા આપવાની કેન્દ્ર સમક્ષ માંગ કરી છે

જમ્મુ-કાશ્મીરમાં જેહાદી પ્રવૃત્તિઓને પીઠબળ આપતાં પાકિસ્તાન ના કર તુંતો હવે ખુલ્લા પડી ગયા છે ખીણમાં હિન્દુઓના વિસ્થાપન ની પ્રક્રિયા અટકાવવા માટે અંતે ક્યો રઘવાયા બન્યા છે વિશ્વ જણાવ્યું હતું કે નિર્દોષ હિન્દુઓની હતી સમગ્ર દેશમાં આઘાત ની લાગણી ઊભી થઈ છે.

કેન્દ્ર સરકારે જેહાદી આંતકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ વિશ્વ હિન્દુ પરિષદના મહાસચિવ પાંડેયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાત નાગરિકો માંથી ચાર તો કાશ્મીરના લઘુમતી સમુદાયના સભ્યતા કેન્દ્ર સરકારે કાશ્મીરમાં વિસ્થાપનની પ્રક્રીયાના સ્વરૂપ કરી છે પરંતુ હવે તેઓ ની સુરક્ષા વધુ સંગીન કરવાનો સમય પાકી ગયો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.