Abtak Media Google News

દેશના 16 હજાર ઝવેરીઓને જુના હોલમાર્ક વાળા ઘરેણાંના સ્ટોક ક્લિયર કરવા સમયઅવધિ વધારાઈ.

ભારતમાં સોનાના વેચાણને લઇને નવા નિયમો આવી રહ્યા છે અને તે આગામી 1 એપ્રિલથી અમલી બનશે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, 1 એપ્રિલ, 2023થી દેશમાં હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર વિના સોનાના દાગીના અને સોનાની ચીજવસ્તુઓના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં.

ગ્રાહકના હિતમાં, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 31 માર્ચ, 2023 પછી હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન હોલમાર્ક વગર સોનાના દાગીના અને સોનાના આર્ટીકલ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન વગર ગોલ્ડ જ્વેલરી અને ગોલ્ડ આર્ટીકલ્સના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં. અગાઉ હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન ચાર અંકનો હતો. અત્યાર સુધી બજારમાં હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (4 અને 6-અંક) બંનેનો ઉપયોગ થાય છે.  31 માર્ચ, 2023 બાદ દેશમાં માત્ર 6 અંકના આલ્ફાન્યૂમેરિક કોડને મંજૂરી આપવામાં આવશે.

સરકારે આ વાતને ધ્યાને લઈ દેશના 16 હજાર ઝવેરીઓને વધુ ત્રણ માસનો સમય આપ્યો છે અને નવા નંબરિંગ પદ્ધતિમાં સ્ટોકમાં રહેલા ઘરેણાને 30 જૂન સુધી વહેંચી શકાય તે માટેની પરવાનગી પણ આપવામાં આવી છે. આ દેશના 16 હજાર જેટલા જ્વેલરો પાસે જુના હોલમાર્ક વાળા ઘરેણા છે જેનો હજી સુધી સ્ટોક ક્લિયર થઈ શક્યો નથી. ત્યારે સરકારે 31 માર્ચ 2023 છેલ્લી તારીખ નિર્ધારિત કરી હતી જુના હોલમાર્ક વાળા ઘરેણા ના વેચાણ માટે પરંતુ હજુ પણ ખૂબ મોટા પ્રમાણમાં આ પ્રકારના ઘરેણા જોવા મળી રહ્યા છે ત્યારે આ વાતને ગંભીરતાને ધ્યાને લઈ સરકારે 30 જૂન સુધી રાહત આપી છે.

દેશના 1.56 લાખ નોંધાયેલા ઝવેરીઓએ પૈકી ૧૬ હજારથી વધુ ઝવેરીઓએ જણાવ્યું હતું કે હજુ પણ તેમની પાસે જુના હોલમાર્ક વાળા ઘરેણા છે જે હજુ સુધી વેચાયા નથી માટે સમય અવધી વધારવામાં આવે. તારે આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ સરકારે અંતિમ વખત ત્રણ માસનો સમય વધાર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.