Abtak Media Google News

ઋતુરાજે પોતાની 92 રનની ઇનિંગમાં 4 ચોકા અને 9 છગ્ગા ફટકાર્યા : ગુજરાત તરફથી ગિલ અને રસીદ ઝળકીયા

ઈન્ડિયન પ્રિમીયર લીગની 16મી સીઝનનો પ્રથમ મેચ રસપ્રદ બન્યો હતો.  પ્રથમ ઓપનિંગ મેચમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાતની ટીમે પ્રથમ જીત હાંસલ કરી છે. ગુજરાત ટાઈટન્સ તરફથી સૌથી વધુ રન શુભમન ગીલે 36 બોલમાં 6 ફોર, 3 સિક્સ સાથે 63 રન કર્યા હતા. ગુજરાત ટાઈટન્સે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 182 રન કરી લીધા હતા.

ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા અને ચેન્નાઈની ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે ટોસ થયો હતો, જેમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ચેન્નાઈની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 7 વિકેટે 178 રન કર્યા હતાં. આ મેચમાં સૌથી વધુ રન ઋતુરાજ ગાયકવાડે 50 બોલમાં 4 ફોર, 9 સિક્સ સાથે 92 રન કર્યા છે.

શુભમન ગિલના 63 રનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023ની પ્રથમ મેચમાં ચેન્નઇ સુપરકિંગ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ની ટીમ લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરતાની સાથે જ તેઓએ લક્ષ્ય હાસિલ કર્યો હતો અને તે ઇનિંગમાં ગુજરાતની ટીમે બીજી ઈનિંગમાં 8 સિક્સર અને 15 ચોગ્ગા જોવા મળ્યા હતા. શુભ મંદિરની સાથે રાશિદ ખાન પણ જળકયો હતો. સાઈ સુદર્શને પણ ગુજરાતને સારો એવો સપોર્ટ કર્યો હતો અને બેટિંગમાં ચેન્નઈના બોલરોને ફટકાર્યા હતા. કેન ફિલીમ સન ઇજાગ્રસ્ત થતા જ સાઈ સુદર્શને ગુજરાત ટાઇટન્સ ની ટીમે મેદાને ઉતાર્યો હતો ત્યારે ગુજરાત ટાઇટન્સ તરફથી મોહમ્મદ સામીએ બે વિકેટ અંધારી જોસેફે બે વિકેટ અને રાશિદખાને બે વિકેટ ઝડપી હતી.

ઈંપેક્ટ પ્લેયર

રાઈડુએ બેટિંગ કરી દેશપાંડેને બોલર તરીકે અપનાવાયો !!!

બીસીસીઆઈએ ટૂર્નામેન્ટને વધારે રોમાંચક કરવા માટે ઈંપેક્ટ પ્લેયરના નિયમને અમલી બનાવી છે. ત્યારે આ સિઝનમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.  ઈમ્પેક્ટ પ્લેયર નિયમને લઈ ખૂબ ચર્ચાઓ વર્તાઈ હતી. આ નિયમનો ઉપયોગ પ્રથમ મેચમાં જ ચેન્નાઈ એ કર્યો હતો. ચેન્નાઈના કેપ્ટન ધોનીએ ઝડપી બોલર તુષાર દેશપાંડેને મેદાનમાં ઈમ્પેક્ટ પ્લેયરના રુપમાં ઉતાર્યો હતો. ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રાયડુ ને બેટિંગ કરવા માટે પસંદ કરાયો હતો જ્યારે તુષાર દેશપાંડેને બોલિંગ આપવામાં આવી હતી. તારે તેની બોલિંગમાં એક વિકેટ પણ મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.