Abtak Media Google News

આરોગ્યના જોખમ સામે જૈન ધર્મના ગ્રંથમાં રોગચાળાને અટકાવવાના ઉપચારની સાધુ અને સાધ્વી દ્વારા સંદેશા આપતા

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્ર્વ ચિંતીત બની ચેપી રોગથી કંઇ રીતે બચી શકાય અને તેનો ઉપચાર શુ તે અંગે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા સમગ્ર વિશ્ર્વને ચેતવણી સમાન સલાહ આપી રહ્યા છે. ત્યારે જૈન ધર્મના ‘નિયુક્તિ’ સુત્રમાં ૨૪૦૦ વર્ષ પહેલાં કોરોનાથી બચવાના ઉપાય બતાવવામાં આવ્યા છે.

Advertisement

કોરોના મહામારીથી બચવા માટે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા કેટલીક ગાઇડ લાઇન જાહેર કરી સોશ્યલ ડીસ્ટન્સ સાથે શુ તકેદારી રાખવી તે અંગે સલાહ આપવામાં આવી છે. આ પ્રકારની સલાહ સાથે વિસ્તૃત જાણકારી ૨૪૦૦ વર્ષ પહેલા જૈન ધર્મના નિયુક્તિ સુત્રમાં બતાવવામાં આવી છે. ચેપી રોગ ચાળાને અટકાવવા માટે શુ કાળજી લઇ શકયા તે અને જો જૈન સાધુ કે સાધ્વી આવા રોગના ભરડામાં આવે તો તેમને પણ ચુસ્ત રીતે નિયમનોનું પાલન કરી અન્યને રોગથી બચાવવા માટે તકેદારી રાખવામાં આવતી હતી.

જૈન મુનિ અજિતચંદ્રસાગરે કોરોનાના ચેપી રોગ સામે શુ સાવચેતી રાખવી અને તેનાથી બચવાના શુ ઉપાય છે તે અંગે નિયુક્તિ સુત્રમાં ઉલેખ હોવાનું ટાંકીને જણાવ્યુ હતું કે જૈન સાધુઓને રોગ લાગુ પડે ત્યારે તેઓને એક બીજાના સ્પર્સથી દુર રહેવા અને સારી રીતે હાથને ધોવા તેમજ સાધુ કે સાધ્વીને એક અલગ રૂમમાં રાખવામાં આવતા હોવાનું જણાવ્યું હતું.

ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા જે માર્ગ પર ચાલ્યા હોય તે માર્ગ પર ચાલવાની જૈન ધર્મ ગ્રંથમાં ના કહેવામાં આવી છે તેમજ જો ચેપગ્રસ્ત સાધુ કાળ ધર્મ પામે ત્યારે તેમના સામાનનો નિકાલ પણ અન્યને ચેપ ન લાગે તે રીતે કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. તેના સામાનનો અન્ય કોઇ ઉપયોગ ન કરે તેની તકેદારી રાખવી જરૂરી ગણાવી છે. આવી રોગગ્રસક્ત વ્યક્તિ લાંબો સમય સુધી સંક્રમિત કરી શકે તેમ હોવાથી તેના કપડા કે વાસણને અડવાથી દુર રહી યોગ્ય નિકાલ કરવો જરૂરી ગણાવવામાં આવ્યો છે.

મુનિ ત્રિકોલામંદવિજયે પણ કોરોના મહામાર અંગે જૈન ધર્મને ટાંકીને કહ્યું હતું કે સામાજિક અંતર જરૂરી છે. ચેપગ્રસ્ત વિસ્તારમાં જૈન સાધુ કે સાધ્વીએ વિહાર કરવો ન જોઇએ જૈન ધર્મ ગ્રંથ મુજબ જ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા સોશ્યલ ડીસ્ટન્સ અને કોરોનાનાનો ચેપ કંઇ રીતે ન લાગે તે અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે જેના પરથી કહી શકયા કે કોરોના જેવી મહામારીથી બચવા અને તેના ઉપાય અંગે જૈન ધર્મમાં ૨૪૦૦ વર્ષ પહેલાં બતાવવામાં આવ્યો છે.

મહામારીથી બચવા સદીઓ પહેલા જૈન ધર્મમાં આવા નિયમોનું પાલન કરવાનું કહેવાયું છે

  • વર્તમાન સમયે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ જે નિયમો ઘડ્યા છે તેવા જ નિયમોનું ૨૪૦૦ વર્ષ પહેલા નિયુક્તિ સુત્રમાં પાલન કરવાનું સુચવાયું હતું.
  • મહામારી સમયે અસરગ્રસ્તોની મદદ કરનારને અડવાથી દૂર રહેવું જોઈએ, હાથને કવર કરવા જોઈએ ત્યારબાદ જ તે વ્યક્તિને અડવું જોઈએ.
  • જો તમે કોઈ વ્યક્તિની મદદ કરી હોય તો તુર્ત જ હાથને ધોવા જરૂરી છે.
  • જે લોકોને મહામારીની અસર થઈ છે તેમને અલગ રાખવા જોઈએ, જો રૂમ અલગ ફાળવી ન શકાય તો તેમને ખુણામાં કપડુ ઢાંકીને રાખવા જોઈએ.
  • જો કોઈ સાધુને સંક્રમણ લાગ્યું હોય તો તેને ખોરાક કે પાણી આપતા પહેલા ડિસ્ટન્સ જાળવવું જોઈએ.
  • જો એક સાથે રહેવામાં આવે તો મહામારી ઝડપથી ફેલાય છે માટે વિહાર કરતા રહેવું જોઈએ. આખા સમૂહની જગ્યાએ બે વ્યક્તિઓએ સાથે રહેવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.