Abtak Media Google News

ધીરે ધીરે સે મેરી જીંદગીમેં આના…

લોક ડાઉન પહેલાં અને અનલોક દરમિયાન થયેલા ઓનલાઇન પ્રેમાલાપ કરતા દેવદાસની વિશ્ર્વસનીયતા કેટલી?

પ્રેમની પરિભાષા સમજવા માટે હિરરાંજા, લૈલા મજનું રોમિયો અને જુલીયટ અને દેવીદાસ જેવી જાણીતી ફિલ્મો દ્વારા મળી છે. આ પહેલાના જમાનામાં જોઇએ તો દેવાયત પંડિતની અગમવાણીમાં પણ પ્રેમ અંગે ઘણો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે સ્માટ ફોનના આધૂનિક યુગમાં પ્રેમની પરિભાષ બદલી ગઇ છે. એક બીજાને ચાહતી વ્યક્તિ ફિઝીકલ મળવાના બદલે ઓનલાઇન વધુ વ્યક્ત બન્યા છે. લોકડાઉન દરમિયાન પ્રેમી યુગલોએ ઓનલાઇન વધુ પ્રેમાલાપ કર્યો હોવાનું બમ્બલ ઇન્ડિયા સ્ટ્રેટેજીની વાયસ પ્રેસિડન્ટ પ્રિતી જોષી દ્વારા કરાયેલા સર્વેમાં બહાર આવ્યું છે.

ઓનલાઇન ચેટીંગ કરતા પ્રેમી યુગલને વધુ વ્યક્ત હોય છે પરંતુ એક બીજાની પુરી રીતે ઓળખવા ઘણા મુશ્કેલ હોય છે. ઓનલાઇન માત્ર પ્રેમ પુરતી જ માહિતીની આપલે થતી હોય છે જ્યારે પ્રેમમાં એક બીજાને રૂબરૂ મળવાથી એક બીજાની પુરેપુરી માહિતીથી વાકેફ થવા ઉપરાંત પુરી રીતે ઓળખી શકાતા હોય છે. પરંતુ લોકડાઉન દરમિયાન ઓનલાઇન પ્રેમાલાપ વધ્યા બાદ અનલોક થતા ફરી પ્રેમાલાપ ધીમે ધીમે ઓરસી રહ્યો છે.બમ્બલ દ્વારા થયેલા સર્વેમાં માર્ચથી મે સુધી એટલે કે લોક ડાઉન દરમિયાન ૩૮ ટકા વીડિયો કોલીંગનો વધારો જોવા મળ્યો છે. જ્યારે અનલોકમાં વીડિયોકોલીંગમાં ઘણો ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. વર્ચુયલ ડેટીંગ વપરાશ કરતા પ્રેમી યુગલ માટે અતિ મહત્વ પૂર્ણ રહ્યું છે. આ સગવડના કારણે પ્રેમી પંખીડાના સંબંધો જાળવાઇ રહ્યા હતા.

ઓનલાઇન પ્રેમાલાપના કારણે એક બીજાને મળી શકાતુ ન હોવાથી એક બીજાની ભાવનાત્મક જોડાણો રચી એક બીજાને ઓળખવામાં વધુ સમય લાગતો હોવાથી પ્રેમી પંખીડાઓમાં એક બીજા માટે વિશ્ર્વસનીયતા અંગે પણ સવાલ થઇ રહ્યા છે.ઓનલાઇન ડેટીંગ કરી એક બીજાને ઓળખે અને એક બીજાને સમજવામાં ઘણો લાંબો સમય વિતતો હોય છે. જ્યારે પ્રેમમાં મુલાકાત દરમિયાન એક બીજાને ઓળખવામાં લાંબો સમય લાગતો ન હોવાથી ઓનલાઇન પ્રેમ સંબંધની સરખામણીમાં એક બીજાને રૂબરૂ મુલાકાતથી ઓળખવા વધુ સરળ હોય છે. ઓનલાઇન ડેટીંગથી પ્રેમ ધીમે ધીમે આગળ વધતો હોય છે.

ઓનલાઇન ડેટીંગ દ્વારા બંધાયેલા પ્રેમ સંબંધના કારણે એક બીજાને પુરી રીતે પરિચિત ન હોવાના કારણે અનેક પ્રેમ સંબંધમાં ઘણી મુશ્કેલી ઉપરાંત સોશ્યલ મીડિયાના માધ્યથી અનેકને ફસાવી તેનો દુરઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.

જીવન સાથી ડોટ કોમના બિઝનેશમેન રોહન માથુરે પણ આ અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે કોરોનાના પ્રથમ તબક્કામાં પ્રેમી યુગલ વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ આવી ગયું હતું. પરંતુ અનલોક થતાની સાથે પ્રેમી યુગલ ફરી એક બીજાને રૂબરૂ મળતા થઇ ગયા છે. લોક ડાઉન દરમિયાન ઓનલાઇન દ્વારા જીવન સાથીની પસંદગી કરવાના વિકલ્પ અને જીવન સાથીની પસંદગીની શોધખોળ થતી હતી. સૌથી વધુ પરિવર્તન ત્યારે જ આવે છે જ્યારે એક બીજાને મળવાનું નક્કી થાય છે. જીવન સાથી ડોટ કોમ વેબસાઇડનો ઉપયોગ ત્રણ ગણો વધ્યો છે.

લોકડાઉનના સમય દરમિયાન વેબસાઇડનો ઉપયોગ ૬૦ ટકા વધ્યો હોવાનું જણાવ્યું છે.

પ્રેમમાં પડતા પહેલા રાશીફળ જાણો…

Love

વૃષભ રાશી ધરાવતા પુરૂષો પોતાના સંબંધોમાં ખુબ જ શુભ અને ખેવનાવાળા હોય છે. પરંતુ તેમને પોતાના પ્રેમના ઇકરાર અને સંબંધ જાળવી રાખવામાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

કર્ક રાશી ફળ ધરાવતાં જાતકો પ્રેમની બાબતમાં ખુબ લાગણીશીલ હોય છે. આ રાશી ધરાવતો પુરૂષો સંવેદનશીલ સ્વભાવને કારણે પોતાના પાત્રને છોડી શકતા નથી અને તેમની કોઇપણ બાબતનો ઇન્કાર કરી શકતા નથી.

તુલા રાશી ફળ ધરાવતાં જાતકો હંમેશા સંતુલિત સંબંધો માટે સફળ થાય છે. મોટાભાગે તુલા રાશી ધરાવતા પુરૂષોની સંબંધોમાં જે જીંદગીમાં કોઇ વાંધા નથી.

સિંહ રાશી ફળના જાતકો પ્રેમની બાબતમાં સ્થિતિ સ્થાપક હોય છે. જે પ્રેમની દુનિયામાં સારી બાબત જણાય છે. પરંતુ જયારે સિંહ રાશી ધરાવતાં પુરૂષો પોતાના પ્રેમી સાથે પુરુ થઇ જાય પછી પોતાના સંબંધ માટે પ્રયાસ કરતા રહે છે.

મીન રાશી ફળ ધરાવતાં પુરૂષો પોતાની ભાવનાઓ માટે કલ્પનાની દુનિયા અને પ્રેમની એક આગવી સૃષ્ટિનું સર્જન કરી દેતા હોય છે અને તેઓ પોતાના પ્રેમનું હેપ્પીએન્ડીંગ થાય એવું ઇચ્છતા હોય છે. મોટાભાગના મીન રાશી ધરાવતા જાતકોને પરિપુર્ણ પ્રેમ પામવાની આશા હોય છે. પરંતુ તેઓની કલ્પનાની દુનિયા વાસ્તવિક જીવનમાં સફળ કરવા માટે સતત સંદેહ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.