Abtak Media Google News

ધો.૧૧ – ૧ર બોર્ડની સાથે જ JJE/NEET ની સંપૂર્ણ તૈયારી કરાવતી એક માત્ર સ્કુલ

 

ધો.૧ર સાયન્સના પરિણામમાં ૯૯.૩૧ PPR  ઉત્સવ રાયચુરા ને કોમ્પ્યુટર એન્જીનીયર બનવાનું સપનું છે. ટાઇમ સ્કૂલના વિઘાર્થી રાયચુરા ઉત્સવ કહે છે. નિયમીત વાંચન અને પુનરાવર્તન કરવાથી સફળતા મળે છે. જયારથી ધો.૧ર ની શરુઆત થઇ ત્યારથી  ટાઇમ સ્કૂલના શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ આયોજન પૂર્ણ મેહનત કરી શાળા દ્વારા લેવાતી ડેઇલી વીકલી પરીક્ષાઓ આપવામાં આવે તો ધારેલ સફળતા જરુર મળે છે. પોતાની આ શ્રેય સતત જાગૃતતા તેમજ તેમની ઘરની અતી સામાન્ય પરિસ્થિતિમાં પણ આટલી હદ સુધી પહોચાડનાર તેમના માતા-પિતાનો હું એ ખુબ આભારી છે. અને શાળાના નિષ્ણાંત શિક્ષકોની ટીમ જેમાં હિરેનસર દેસાઇ, જાનકીમેમ તેમજ બીજા શિક્ષકોનો તે ખૂબ આભારી છે. ઉત્સવ પોતાના આ શ્રેષ્ઠ પરિણામ માટે ટાઇમ સ્કૂલમાં મળતા પ્રથમ દિવસથી જ રાષ્ટ્રિય લેવલની પરીક્ષા  JJE ની સઁપુર્ણ તૈયારી કરાવવામાં આવેલ હતી એ માટે મળેલા સંપૂર્ણ સહકારભર્યા વાતાવરણનો આભારી છે.

2.ધો.૧ર સાયન્સ ના પરિણામમાં ૯૮.૭૮ ટકા  PR (ગુરકેટ) માં મેળવી ટાઇમ સ્કૂલ ના વિઘાર્થી જય સોનદાગર કહે છે કે મેહનત અને યોગ્ય માર્ગદર્શન  દ્વારા ઘ્યેય સિઘ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. જય એમ.બી.બી.એસ. કરી ઉગઇ કરવાનું સ્વપ્ન છે. એ માટે યોગ્ય માર્ગદર્શન તેમજ મળેલ પરિણામ માટે એ ટાઇમ સ્કુલના શિક્ષક ગણ તેમના અત્યંત  નજીકના વહાલા દાદા-દાદી તેમજ કાકા-કાકી ને આભારી મને છે એમનું કહેવાનું છે કે ટાઇમ સ્કૂલમાં કોર્સ પૂર્ણ થવાને લીધે પરીક્ષાની તૈયારી, પેપર સોલ્વીંગ અને એન્ટ્રનસ તૈયારીનો પુરતો સમય મળી રહે છે. સ્કૂલ દ્વારા આપવામાં આવેલા બધા જ પ્રોમિસ સંતોષકારક પૂર્ણ થયા છે. જયનું કહેવું છે કે તેમને નીટમાં ૫૭૦ માકર્સ તો આવી જ જશે એવો તેમનો વિશ્ર્વાસ છે એ બદલ એ ટાઇમ સ્કૂલ ના શિક્ષકોનો આભારી છે. તેમજ અન્ય સ્કૂલોની સરખામણીમાં કોઇપણ સમયે કોઇ પણ શિક્ષક ડાઉટ સોલ્વ કરી આપે છે.

3.ધો.૧ર સાયન્સમાં સારૂ પરિણામ મેળવ્યા બાદ ટાઇમ સ્કૂલના વિઘાર્થી રવિરાજસિંહ રાણા એવો વિશ્ર્વાસ ધરાવે છે કે નીટમાં પણ ૫૪૦ માકર્સ મેળવી લેશે. રવિરાજસિંહ રાણા કહે છે કે ટાઇમ સ્કૂલ માં બે વર્ષના સમયગાળા દરમિયાન શિક્ષકો દ્વારા વિઘાર્થીઓની પૂરતી વ્યકિગત કાળજી રાખવામાં આવતી બોર્ડની પરીક્ષાની સાથો સાથ મેડીકલ એન્ટ્રનઇની પરીક્ષાઓની પણ તૈયારી કરવામાં આવતી. જે તે વિષય વસ્તુનું ઊંડાણ પૂર્વક તેમજ નીટ પરિક્ષાને અનુલક્ષીને ઉપયોગી સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવતું. ટાઇમ સ્કૂલના શિક્ષકોએ પરીક્ષાની આખરી ઘડી સુધી માહિતી પૂરી પાડેલી. પરીક્ષા માટે જરૂરી ભણતર ઉપરાંત આત્મવિશ્વાસ અને શિસ્ત પણ અહીંથી મળેલ છે. એ માટે હું મારા માતા-પિતાએ મને શ્રેષ્ઠ શાળા આપવા બદલ આભાર માનું છું. અને ટાઇમ સ્કૂલ ના શિક્ષકોનો પણ આભાર માનું છું.

4.ધો.૧ર સાયન્સના પરિણામમાં (૯૯.૫૭) પીઆર ગુજકેટમાં મેળવી ટાઇમ સ્કુલના વિઘાર્થી દિપક વાલિયા કહે છે. મારી સફળતાનો સૌથી મોટો શ્રેય એ માત્ર મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને ગણાવી શકાય. સાથો સાથ મારા પૂજનીય માતા-પિતાના સાથ સહકાર તેમજ શિક્ષણગણોના માર્ગદર્શન હેઠળ જ આટલી સફળતા મેળવી શકયો છું મારું એવું સપનું છે કે હું ન્યુરોસર્જન  બનવા માટેના ઘ્યેય સુધી પહોચવા માટે જે જરુરી બનતું માર્ગદર્શન તેમજ પરીક્ષાના અંતિમ સમય સુધી મારા મગજને સ્થિર બનાવનારા મારા વહાલસોયા ટાઇમ સ્કુલના શિક્ષકગણ નો હું હ્રદયપૂર્વક આભારી છું. અને નીટમાં દિપક ને ૪૭૦ તો આવી જ જશે એવો વિશ્ર્વાસ ધરાવે છે. તેમજ ટાઇમ સ્કુલના નીટની તૈયારી સંપૂર્ણપણે કરાવેલ તેમજ અન્ય સ્કુલોની સરખામણીમાં નીટ માટે ટાઇમ સ્કુલ જ શ્રેષ્ઠ છે એમ કહી શકું.

5.ધો.૧ર સાયન્સના પરિણામમાં ૯૯.૬૩ પીઆર મેળવી ટાઇમ સ્કુલ્ની વિઘાર્થીની અકબરી કૃપા કહે છે કે નીટમાં પ૦૦ થી વધુ માકર્સ મેળવી શકશે તેવો વિશ્ર્વાસ ધરાવે છે. કૃપા જેમને ભવિષ્યમાં ગર્વમેન્ટ એમ.બી.બી.એસ.માં એડમીશન લઇ કાડિયોલોજીસ્ટ બનવાની ઇચ્છા ધરાવે છે કૃપાનું કહેવું છે કે ટાઇમ સ્કુલમાં આવ્યા બાદ તેમને કારકીદી માટેનું સારુ સ્ટેજ મળી આવ્યું તેમજ તેમને શાળાના શિક્ષકો દ્વારા પ્રશ્નોના હલ માટે પણ પુરતું અંગત માર્ગદર્શન મળી રહેતું. એ માટે એ તેમના ટાઇમ સ્કુલના શિક્ષકગણોએ કરેલા સ્પોર્ટ ને આભારી છે. તેમજ ટાઇમ સ્કુલ જેવી બીજી કોઇ સ્કૂલ થઇ જ ન શકે.

6.ગેડીયા ઓમ જેમણે ધોરણ ૧ર સાયન્સમાં સારૂ પરિણામ મેળવ્યું છે. જેમને કમ્પ્યુટર એન્જીનીયર બનવાની ઉત્સુકતા ધરાવે છે. જેમને ગુજકેટમાં ૯૩.૩૮ પીઆર મેેળવેલ છે. ઓમનું કહેવું છે કે ટાઇમ સ્કુલમાં શિક્ષકો ગોખણપટીને બદલે મુદાસર ભણાવવાની પઘ્ધતિને વધારે મહત્વ આપે છે. અહી શિક્ષકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરુરી સૂચનો અને સાચી માહીતી પૂરી પાડે છે.  અહીં શિક્ષકો કોર્સ શરુ થાય છે ત્યાંથી લઇને પૂર્ણ થઇ ત્યાં સુધી એક સરખી ગતિ જ અભ્યાસ ધરાવે છે ટેસ્ટો સાથે અને મહત્વનું એ છે કે શિક્ષકોની ફેરબદલી થતી નથી માટે મારા મંતવ્ય મુજબ તો ટાઇમ સ્કુલના શિક્ષકો ખુબખ અનુભવી તેમજ સહકાર આપનારા છે. મારી સફળતા પાછળ મારા માતા-પિતા તેમજ ટાઇમ સ્કુલના સર્વે શિક્ષકો જેમ કે હિરેનસર જનકી મેડલ તેમનો ખુબ આભારી છું.

7.ધો.૧ર સાયન્સમાં ટાઇમ સ્કુલની ધનેશા રિયા એ ઝળહળતી સિઘ્ધિ પ્રાપ્ત કર્યા બાદ તેનું એવું માનવું છે કે નીટમાં પણ ૪૫૦ માકર્સ મેળવી લેશે એવો વિશ્ર્વાસ ધરાવે છે. રિયાનું કહેવું છે કે તેમને પસંદ કરેલ ટાઇમ સ્કુલમાં એડમીસન લેવાના નિર્ણય ને લીધે પોતાની જાત પર ગર્વ અનુભવે છે. મારા ઉજજવળ ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન મળી આવ્યું છે. સાથોસાથ પુરતું જ્ઞાન, પ્રોત્સાહન સાથ સહકાર એ બધું જ ટાઇમ સ્કુલમાંથી મળી આવ્યું છે એ માટે એ ટાઇમ સ્કુલ ના બધા જ શિક્ષકગણ ને આભારી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.