Abtak Media Google News

તાત્કાલીક ખાડા નહીં બુરાય તો સ્વયંભૂ આંદોલનની ટ્રાન્સપોર્ટરોની ચીમકી

ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેના ચારનાળાથી વિક્ટર સુધીનો રોડ એમએપી કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે જ્યાં સુધી આ રોડ ન થાય ત્યાં સુધી મરામત માટે સાડા ત્રણ કરોડ ફાળવ્યા છે પરંતુ આ કંપની દ્વારા હાલ માત્ર દસ ટકા કામ થયું છે આ કંપની છેલ્લા ચાર મહિનાથી એક પણ રસ્તાનું રીપેરીંગ કર્યું નથી જેને કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાય છે રસ્તામાં ઠેર ઠેર ગાબડાઓ છે મોટા મોટા પથરાઓ પડ્યા છે

આજથી ચાર માસ પહેલા આ કોન્ટ્રાકટરે ડાયવર્જન ન બતાવ્યો હોવાથી ૯ ના મોટ થયા હતા તેના કારણે આ કોન્ટ્રાક્ટર એક મહિનો જેલમાં રહ્યા હતા જેમાં આની ઘોર બેદરકારી હતી આજે આ પ્રશ્ને પટેલ સમાજના આગેવાન શિરીષભાઈ પટેલને ડે કલેક્ટરને ડાભીને પત્ર પાઠવી આ કોન્ટ્રાક્ટર સામે રસ્તો રીપેર ન કરે તો ખાતાકીય પગલાં આ કામગીરી બ્લેક લિસ્ટમાં મુકવા માંગણી કરી છે

આ અંગે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભીખાભાઇ પિંજરે હાલ નેશનલ હાઇવે ની કામગીરી ગોકળગતિએ છે તે શરુ નહિ કરાય તો રાજુલા તાલુકાના અનેક લોકો હેરાન પરેશાન થશે આ અંગે કિસાન સંઘ આગેવાન શ્રી ભરતભાઈ સાવલીયાએ જણાવ્યું કે આ રોડ માટી નાખવાથી ચોમાસામાં ફૂટ ફૂટના ખાડા પડ્યા છે જેના લીધે રાહદારીઓ વાહનચાલકો હેરાન પરેશાન છે તેમજ આજુબાજુના ખેડૂતોને પાક માં ભારે નુકશાની છે ત્યારે આ વિસ્તારમાં ભાવનગરથી વેરાવળ સુધીના નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીથી તેવો સવાલ આમ જન્મતામાંથી ઉઠ્યો છે ટૂંક સમયમાં આ કંપની હીંડોરણાથી ફૂટ ફૂટના ખાડા નહિ બુરે તો સ્વયંભૂ આંદોલન કરવાની ચીમકી ટ્રાન્સપોર્ટ વાળા આપી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.