Abtak Media Google News

શહેરના ગરીબ અને જરૂરિયાતમંદને વ્હારે આવતી સ્થાનિક પોલીસ

અબતક, રાજકોટ

પોલીસ પ્રજાની મિત્ર છે તે શબ્દોને સાર્થક કરતી કામગીરી બી-ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે હાથધરી હતી. જેમાં જુદા-જુદા વિસ્તારમાં પોલીસે ફૂટપાથ પર સુતેલા લોકોને ધાબળા તથા સિનિયર સિટીઝનને વેકસીનેશન અને માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું.1Bd6Ae2D 62F5 4Ed2 Bf4D 6Ca9A0D16102

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શહેરના બી-ડિવિઝન પોલીસ મથકમાં કાર્યરત ભરોસા ચોકી ખાતે દુર્ગાશક્તિ ટીમ દ્વારા માનવતા મહેકાવામાં આવી હતી. જેમાં કેસરી પુલ વિસ્તારમાં ફૂટપાથ પર સુતેલા લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.Eb4A002C 9A0A 4600 A483 5B304A0Fa1Ee

 

તો બીજી તરફ દુર્ગાશકતીની ટીમ દ્વારા સિનિયર સિટીઝનોને રસીકરણ આપવા માટે પણ બીડું ઝડપ્યું હતું. જેમાં બુસ્ટર ડોઝ અને બે ડોઝ લેનારા સિનિયર સિટીઝનને પોલીસની ટીમ દ્વારા તેમને રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો.
તો બીજી તરફ બજારોમાં જામતી માનવ મેદનીમાં કોરોના સંક્રમનને કાબુ કરવા માટે અનેક પગલાંઓ લેવામાં આવ્યા હતા. જેના કારણે પોલીસની ટીમે ફેરિયાઓ સહિત માસ્ક વગર ફરતા લોકોને પણ માસ્કનું વિતરણ કરાયુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.