Abtak Media Google News

રોડની બંને સાઇડ પડી રોડની બંને બાજુની સાઇડ દરરોજ ટૂંકી થતી જાય છે: ભારે વાહનો તેમજ એસ.ટી. બસો માટે દુર્ઘટના બનેતો નવાઇ નહિ: અકસ્માત બને તો આર એન્ડ બી જવાબદાર ગણાશે?

ઉપલેટાથી હાડફોડી જવાના રસ્તા ઉપરની બંને સાઇડો સોમાયા પર પડી ગયા બાદ પણ ભારે વાહનોની અવર-જવરને કારણે રોડની બંને સાઇડો દરરોજ સાંકળી થતી જતી હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના બને તે પહેલા આર એન્ડ બી વિભાગ કુંભકર્ણની નિદ્રામાંથી બહાર આવશે કે કેમ તેવો સવાલ ઉઠી રહ્યો છે.

ઉપલેટાથી પાટણવાવ, ચીખલીયા, મજેઠી, લાઠ સહિત 30 જેટલા ગામોના વાહનો જ્યાથી પસાર થાય તે ઉપલેટાની બહાર નિકળતા જકાતનાકાથી આગળ આવેલ પહેલું નાલું રાજાશાહી વખતમાં બનેલ હતું. તેની આર એન્ડ બી વિભાગે યોગ્ય જાળવણી કરવાને બદલે કુંભકર્ણની નિંદ્રામાં પોંઢી લોકોના જાન જોખમમાં મૂકવા સુધી આવી ગયું હોય તેવું દેખાઇ આવે છે.

5

ઉપલેટાથી માણાવદર-બાંટવા સહિત ગામો જવા માટે ટ્રાવેલ્સ તેમજ રેતીના મોટા-મોટા ડમ્પરો આ રોડ ઉપરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો અવર-જવર કરી રહ્યા છે. ઉપલેટામાં આ વિસ્તારમાંથી દરરોજ 500 કરતા વધુ વિદ્યાર્થીઓ પણ અપડાઉન કરી રહ્યા છે ત્યારે આ રોડ ઉપર આવેલ રાજાશાહી વખતનું પુલ સાવ જર્જરીત થઇ ગયેલ છે. તેને મરામત કરવાને બદલે આર એન્ડ બી વિભાગ આજે પણ આ રોડ ઉપર ભારે વાહનો દોડી રહ્યા હોવા છતાં કોઇ કાર્યવાહી કરી શક્યું નથી. રોડની બંને સાઇડો ભાંગીને ભૂક્કો થઇ ગયેલ હાલતમાં છે. હાલ રોડ બંને બાજુથી પાંચ-પાંચ ફૂટ સાવ ખવાઇ ગયો છે. ડબલ પટ્ટીનો રોડ એક સાઇડ થઇ ગયેલ હોવા છતાં આર એન્ડ બી કુંભકર્ણની નિંદ્રામાં પોંઢી રહ્યું છે. આ રોડ ઉપર ગમે ત્યારે ભયાનક દુર્ઘટના બની શકે તેવી પુરી શક્યતા હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નથી આવતી ત્યારે જો કોઇ મોટી દુર્ઘટના બનશે તો શું આર એન્ડ બી જવાબદાર ગણાશે?

ચૂંટાયેલા પ્રતિનિધિઓ અનેક વખત પસાર થાય છે તો પણ કોઇ કાર્યવાહી નહી

પોરબંદર વિસ્તારના સાંસદ અને ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય લલીત વસોયા આ રોડ ઉપરથી અનેક વખત પસાર થવા છતા શા માટે તંત્રનું ધ્યાન દોરતા નથી. જ્યારે કોઇ દુર્ઘટના બનશે ત્યારે નગરમાં આંસુ સારવા આવવું પડે તે પહેલા તંત્રને લાલ આંખ કરી કાર્યવાહી કરાવવી જોઇએ.

ભાદર કાંઠાના ખેડૂતોએ અવાજ ઉઠાવવો જોઇએ

ત્રણ વર્ષ પહેલા જ્યારે હાડફોડી રોડ ઉપર રાજાશાહી વખતના પુલો નબળા પડ્યા ત્યારે ભાદર કાંઠા વિસ્તારના ખેડૂતો દાનભાઇ ચંદ્રવાડિયા સહિત ખેડૂતોએ અવાજ ઉઠાવતા આર એન્ડ બી વિભાગે કાર્યવાહી હાથ ધરેલ હતી. આજ વખતે આ ખેડૂતો કેમ ચૂપ છે. ભાદર કાંઠાના વિસ્તારના ખેડૂતોએ દરરોજ આ માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યા છે. કોઇ દુર્ઘટના બને તે પહેલા ખેડૂતોએ અવાજ ઉઠાવી જન આંદોલનના મંડાણ કરવા જોઇએ ત્યારે જ આર એન્ડ બી કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.