રાજકોટના વોર્ડ ન.6માં લોકો પરિવર્તનને ઝંખે છે, કોંગ્રેસને આવકાર- ઉમેદવારો

જાગો મતદાર જાગો

નરેન્દ્ર મોદીને ફેંકુ કહેવા બદલ સસ્પેન્ડ થયેલ કોર્પોરેટર પક્ષનો નથી થયો તો પ્રજાનો શું થશે? કોંગ્રેસનો સણસણતો સવાલ

કોંગી ઉમેદવાર ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, કિરણબેન સોનારા અને રતનબેન મોરવાડીયાને મળી રહેલું પ્રચંડ જન સમર્થન

ભાજપના નગરસેવકો હથેળીમાં ચાંદ દેખાડી મત લઇ ૫ વર્ષ સુધી ડોકિયું પણ કર્યું ન હોવાથી ભારે લોકરોષ

 

મહાપાલિકાના વોર્ડ નં. ૬માં કોંગી ઉમેદવારો કોંગી ઉમેદવાર ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, કિરણબેન સોનારા અને રતનબેન મોરવાડીય પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે. ત્યારે સામે રહેલા ઉમેદવારો દ્વારા થતા દુષ્પ્રચારનું ખંડન કરી કોંગી ઉમેદવારોએ સણસણતો સવાલ ઉઠાવ્યો છે કે જણાવ્યું છે કે નરેન્દ્ર મોદીને ફેકુ કહેવા બદલ સસ્પેન્ડ થયેલ કોર્પોરેટર પક્ષનો નથી થયો તો પ્રજાનો શુ થશે?

વોર્ડ નં. ૬માં ભાજપે જે ઉમેદવારને ટિકિટ આપી છે તે ભાવેશ દેથરીયાએ ૨૦૦૬ની સાલમાં જયારે પોતે રનિંગ કોર્પોરેટર હતા. તેમ છતાં નરેન્દ્ર મોદીને ફેકુ કહી વિવાદ સર્જ્યો હતો ત્યારે જ ભાજપે કોર્પોરેટર હોવા છતાં તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. જે પક્ષનો ન થયો તે પ્રજાનો શું થશે. પક્ષ સાથે ગદ્દારી કરનાર ભાવેશ દેથરીયા પ્રજા સાથે કેમ વફાદાર રહેશે તે મોટો પ્રશ્ન ઉદ્દભવ્યો છે. માટે પ્રજાએ જાગવાની જરૂર છે.

રાજકોટ મહાનગરપાલિકામાં સત્તા હાંસલ કરવા રાજકીય પક્ષોએ ધમપછાડા ચાલુ કરી દીધા છે. પરંતુ મતદારો ખુબ જાગૃત છે તે માત્ર ભજીયા કે ગાંઠિયા ખાઈને ખોટા ઉમેદવારોને ક્યારેય મત નહિ આપે ત્યારે રાજકોટના વોર્ડ નંબર ૬ની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ ભાવેશ દેથરીયાને આ વોર્ડમાંથી ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે અને તેઓ પુરજોશમાં પ્રચાર પણ કરી રહ્યા છે પરંતુ મતદારો હજુ પણ એ વાત ભૂલ્યા નથી કે જે વ્યક્તિ પક્ષનો ન થયો એ પ્રજનો શું થશે. રાજકોટ મનપાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વોર્ડ નંબર ૬ના કોંગ્રેસના ઉમેદવારો પોતાના વિસ્તારમાં પદયાત્રા કરી હતી. જેમાંસ્થાનિક રહીશોએ ભાજપને ભોંભીતર કરી દેવાનું વિચારી લીધું હોય તેમ ભાજપ વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો ભાજપના નગરસેવકો માત્ર હથેળીમાં ચાંદ દેખાડી વિકાસના નામે મત લઇ ૫ વર્ષ સુધી ડોકિયું પણ નહીં કરતા હોવાથી તમામ જ્ઞાતિઓએ કોંગ્રેસને સમર્થન આપતા ભાજપના ઉમેદવારો ભુરાયા થયા છે.મનપાની ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે વોર્ડ નંબર ૬ના કોંગ્રેસના ઉમેદવારો ભરતભાઈ મકવાણા, રતનબેન મોરવાડીયા,  મોહનભાઇ સોજીત્રા અને કિરણબેન સોનારા દ્વારા પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે પોતાના મત વિસ્તારમાં પદયાત્રા કરવામાં આવી હતી ત્યારે લોકોએ ભારતીય જનતા પાર્ટીને ભોંભીતર કરી દેવાનો નિર્ણય કરી લીધો હોય તેમ કોંગ્રેસના આગેવાનો સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી હથેળીમાં ચાંદ દેખાડી કોણીએ ગોળ ચોંટાડી મત લઇ પ્રજાને બેવકૂફ બનાવી ૫ વર્ષ સુધી ફરકતા પણ ન હોય તેવા ભાજપના આગેવાનો કોર્પોરેટરોને જાકારો આપી કોંગ્રેસના પંજાને મત આપવાનો નીર્ધાર કરી લીધો હોય તેવું ખુદ મતદારો કોંગ્રેસના ઉમેદવારોને જણાવી રહ્યા છે.વિકાસના બણગા ફૂંકતા ભાજપના ઉમેદવારોને મતદારો જાકારો આપી રહ્યા છે વોર્ડ નં. ૬માં તમામ જ્ઞાતિના આગેવાનો, જ્ઞાતિજનોનું જબરું સમર્થન કોંગ્રેસનાઉમેદવારોને મળી રહ્યું છે અને ભાજપને ભોંભીતર કરી ભૂંડી રીતે હરાવવા પ્રચંડ લોકજુવાળ ઉભો થયો હોય તેવું ચિત્ર સ્પષ્ટ થતા ભાજપના ઉમેદવારો ભુરાયા થઇ ગયા છે ભાજપ વિરોધી વાતાવરણ જોવા મળતા વોર્ડ નંબર ૬માંકોંગ્રેસના તમામ ઉમેદવારોની જીત નિશ્ચિત છે તેવુ માનવામાં આવી રહ્યું છે.