Abtak Media Google News

જૂનાગઢ મનપા દ્વારા મહાનગરના વિવિધ વિસ્તારોમાં લોક આરોગ્ય અને કોરોના સામેના જંગમાં પ્રજાજનોને સ્વાસ્થ્ય લક્ષી સુવિધાઓ તેમના આંગણે જ મળી રહે તેવા હેતુથી પ્રાથમિક તબક્કામાં કુલ ૫ વોર્ડોમાં  ૫ આરોગ્ય કેન્દ્રોનો ગઇકાલેથી શુભારંભ કરવામાં આવ્યા છે.

મહાનગરના ૫ વોર્ડમાં ધન્વંતરિ આરોગ્ય ચિકિત્સાલય નામે શરૂ કરવામાં આવેલ આરોગ્ય કેન્દ્ર નો શુભારંભ મેયર ધીરુભાઈ ગોહેલના વરદ હસ્તે થયેલ, આ તકે કમિશનર તુષાર સૂમેરા, ડે.મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્થાયી સમિતિના ચેરમેન  રાકેશભાઈ ધૂલેશીયા, શહેર ભાજપ પ્રમુખ શશીકાંતભાઈ ભીમાણી, શાશક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા, દંડક  ધરમણભાઈ ડાંગર, તથા જે તે વિસ્તારના નગર સેવકો ઉપસ્થિત રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.