Abtak Media Google News

ઉદઘાટન પ્રસંગે પ્રવાસ શોખીન મુસાફરો માટે સાત પેકેજોમાં અપાતુ ૧૦ ટકાનું ખાસ વળતર

 હરવા ફરવાના શોખીન ગણાતા રંગીલા રાજકોટીયનો તહેવારો દરમ્યાન દેશ વિદેશમાં પ્રવાસ ખેડતા હોય છે. રાજકોટીયનો પ્રવાસ દરમ્યાનની રહેવા જમવાની સુવિધા માટે યુસ ટ્રાવેલ્સ એજન્ટો આયોજીત ટુરોને વધારે પસંદ કરતા હોય છે. જેથી શહેરીજનોની પ્રવાસની ઈચ્છાને પરિપૂર્ણ કરવા વધુ એક ટુર્સ ટ્રાવેલ્સ વેપારી પ્રતિષ્ઠાનનો પ્રારંભ થયો છે.

રાજકોટમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા વિશાળ લાઠીયા અને મનીષ ચિત્રોડા દ્વારા તેમના વ્યવસાયીક પ્રતિષ્ઠાન જીયા હોલીડેઝનો શુભારંભ ગઈકાલે થયો છે. શહેરનાં ૧૫૦ ફૂટ રીંગરોડ કેકેવી હોલ પાસે સંસ્કાર કોમ્પલેક્ષ ખાતે પ્રારંભ થયેલા આ પ્રતિષ્ઠાનમાં એરબુકીંગ, ટ્રેન બુકીંગ, પાસપોર્ટ વિઝા કપલ ટુર, ફેમીલી ટુર, ગ્રુપ ટુર સહિતની સુવિધાઓ પ્રવાસના શોખીનો માટે ઉપલબ્ધ થઈ છે.

જીયા હોલીડેઝમાં ઉપરોકત સુવિધાઓ ઉપરાંત ટ્રાવેલ્સ ઈન્શ્યુરન્સ, કાર ઓન રેન્ટ, ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ પેકેજ, સ્કલ અને કોલેજ ટુર, કોર્પોરેટ ટુર, હોટલ બુકીંગ અને પેકેજ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થનારી છે. આ ઉદઘાટન પ્રસંગે જીયા હોલીડેઝ દ્વારા સમર વેકેશન ૨૦૧૯માટે ખાસ પેકેજનું વિશેષ ક્ધસેશન રેટમાં પ્રવાસીઓ માટે ઓફર કરવામાં આવનાર છે.Vlcsnap 2019 01 21 10H22M17S68જીયા હોલીડેઝના પાર્ટનર વિશાલભાઈ લાઠીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે હું ૮ થી ૯ વર્ષથી આ બિઝનેશમાં છું અને ખૂબ સારો અનુભવ છે. મે મારૂ પોતાનું નવુ સાહસ કરી પબ્લીકને એક નવી અને અલગ પ્રકારની સર્વીસની મારી મોનોપોલી તરીકે વિચાર્યું છે. જે હું આવનાર સમયમાં આપવાનો છું અમારી ખાસીયત એ છે કે ૨-૨ સ્લીપર કોચ બસમાં રાજકોટથી રાજકોટ સર્વીસ આપીશ બેસ્ટ ફૂડ આપીશ બેસ્ટ કોમ્પીટીશન રેન્ટ આપીશ જે પબ્લીકને આખા રાજકોટમાં કયાંય ન મળે એના કરતા સારા રેન્ટમાં મિડિયમ વર્ગના લોકોને વ્યવસ્થિત રીતે અને સારી સર્વીસ આપી ફેરવી શકીશ.Vlcsnap 2019 01 21 10H22M29S191 1

ઉદઘાટના પ્રસંગે સ્પેશીયલ ઓફર ન્યુઝ પેપર એડ આપેલી હતી. જેમાં ચોકકસ મેં એવું લખેલું હતુ કે આજે કોઈ બુકીંગ કરાવશે તો સ્પેશીયલી ૧૦% ડીસ્કાઉન્ટ રાખેલું છે. તેમ જણાવીને વિશાલભાઈએ ઉમેર્યું હતુ કે આ પેકેજો પર ૧૦% ડિસ્કાઉન્ટ રાખેલું છે.મારી પાસે નવ પ્રકારનાં પેકેજો છે. જેમાં ઉજજૈન,ઈદોર, ઓમ કાલેશ્વર, ગોવા, મહામળેશ્વર, લોનાવાડા,સીમલા, મનાલી, ડેલહાઉસી, આગ્રા સાથે સીમલા મનાલી, હરીદ્વાર, નૈનીતાલ, આગ્રા, ગંગા સાગરા ચંપારણ, જગન્નાથ પુરી અને સાઉથના સાત જયોતિલીંગ ઓફર કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.