Abtak Media Google News

શિક્ષણ સમિતિના હાલની શાળા સંખ્યામાં નવા 2600 છાત્રો સાથે 126 શિક્ષકો ઉમેરાયા: શિક્ષણ સમિતિના નવા સેટઅપ મુજક 9પ શાળાના 35600 વિદ્યાર્થીઓ

રાજકોટ શહેરની આસપાસના ગામો કોર્પોરેશન વિસ્તારમાં ભળી જતાં સરકારશ્રીના હુકમ બાદ નગર પ્રાથિમક શિક્ષણ સમિતિની હાલની કુલ શાળામાં શહેરથી નજીકના ગામો માધાપર, મનહરપુર, ઘંટેશ્ર્વર, મુંઝકા અને મોટામૌવા વિસ્તારોની કુલ 8 શાળા 1લી નવેમ્બરથી શિક્ષણ સમીતીમાં ભળી ગયેલ છે.

શિક્ષણ સમિતિના શાસનાધિકારી કીરીટસિંહ પરમારે ‘અબતક’ સાથેની વાતચીત જણાવ્યું છે કે હાલ સમિતિની કુલ 84 અને 3 અંગ્રેજી શાળા મળી કુલ 87 શાળા હતી, આ નવા ગામોની શાળા ભળતા હવે સમિતિની 92+3  અંગ્રેજી શાળા મળી કુલ 95 પ્રાથમિક શાળાનું નવું સેટઅપ મંજુર થયેલ છે. 1લી નવેમ્બરથી આ શાળાનો વહીવટ સમિતિએ સંભાળી લીધો છે અને આ ડિસેમ્બર માસનો પગાર પણ કરી દીધેલ છે.

પાંચ ગામોની કુલ 8 શાળામાં માધાપર-1 મનહરપુર-1, ઘંટેશ્ર્વર-ર, મુંઝકા-ર અને મોટામૌવાની બે શાળા મળી કુલ 8 શાઇાના ધો. 1 થી 8 ના 2600 છાત્રો અને 1ર6 શિક્ષકો શિક્ષણ સમિતિના સેટઅપમાં ભવ્યા છે. એક માત્ર ઘંટેશ્ર્વરની શાળા ધો. 1 થી પ ની છે. જીલ્લા પંચાયત હસ્તકની આ શાળાનો વહિવટ 1લી નવેમ્બરથી કોર્પોરેશનની શિક્ષણ સમિતિ હસ્તક આવવાથી કર્મચારીને ઘર ભાડામાં ફેરફાર થતા પગાર વધુ મળશે. શિક્ષણ સમિતિનું નવું સેટ અપ 35600 ધો. 1 થી 8 ના છાત્રો સાથે. આચાર્ય સહિત 1100 શિક્ષકોનું થયું છે. હવે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સી.આર.સી. ના વોર્ડવાઇઝ જુથમાં આ શાળાનો  સમાવેશ કરાશે. આ જુથમાં આ વિસ્તારની ખાનગી શાળાને પણ આવરી લેવાશે.

હાલ શિક્ષણ સમિતિના હવે નવી શાળા ભળવાથી છાત્રો- શિક્ષકોની સંખ્યા વધતા નવા સેટઅપ મુજબ 95 શાળામાં 35,600 છાત્રો ધો. 1 થી 8 ના અભ્યાસ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.