Abtak Media Google News

પીછે પડ ગયા…!!!

આઈટી ઓફિસર મીનાના અન્ડરમાં કામ કરતા જુનીયરે ભાંડો ફોડયો

જુનીયરને મીનાએ રૂ.૫૦,૦૦૦નું કમિશન આપવાનો વાયદો કર્યો હતો

નાણાકીય તેમજ વહીવટો માટે વધુ પારદર્શકતા લાવવા માટે કેન્દ્રએ ભ્રષ્ટાચાર મુકતપ્રણાલી અપનાવી છે જેને કારણે લાંચ લેતા સીએ દંપતિ ઝડપાયા છે. સામાન્ય રીતે બનતુ હોય છે કે, આવકવેરા અધિકારી દરોડાપાડે પરંતુ બે ઈન્કમટેકસ ઓફિસરોની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી છે. 

Advertisement

સ્ક્રુનીટી અસેસ્ટમેન્ટના કેસ અંગે સેટલમેન્ટ કરવા માટે બે અધિકારીઓ અને એક સીએ દંપતિએ રૂ.૮ લાખ અને રૂ.૨૦ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હતો. અમદાવાદમાં ઈન્કમટેકસ આસીસ્ટન્ટ કમિશનર સુરેશચંદ મીનાની અન્ડરમાં કામ કરતા જુનીયર સ્ટાફના સુનિલ પટ્ટની સીએ સુમીત સીઘાંનીયા અને તેની પત્ની નમીતા સીઘાંનીયા કરદાતા પાસેથી રૂ.૨૦ લાખ લેતા પકડાયા હતા. ટેકસ પેયરે આ લાલચ તેના સ્ક્રુનીટી નોટિસમાં વધારાના ખાતાઓની વિગત ન આપવાની સામે ૨૦ લાખ ચૂકવ્યા હતા. જેમાં સીએ નમીતા રૂ.૮ લાખ લેતા રંગે હાથ ઝડપાઈ હતી.

આવકવેરા વિભાગે કહ્યું હતું કે, સુરેશચંદ મીનાની પોસ્ટીંગ બે વર્ષ પહેલા કરવામાં આવી હતી. હાલ તે સર્કલ-૬ તરીકે ફરજ બજાવે છે. નારાયણ ચેમ્બર્સમાં તેઓ પોતાનીઓફિસ પણ ધરાવે છે. સ્ક્રુનીટી નોટિસ અંગે ફરિયાદ દાખલ થતાં આવકવેરા વિભાગે પોતાના બે અધિકારીઓ તેમજ સીએ દંપતી અંગે તપાસ હાથ ધરી હતી. મીનાએ કરદાતાનો કેસ હળવાશમાં સેટલમેન્ટ કરવા માટે રૂ.૨૦ લાખ ઉપરાંત અન્ય પણ ટીપ લીધી હતી. જેની ફરિયાદ તેનીજ અન્ડરમાં કામ કરતા આઈટી કર્મચારી સુનિલ પટ્ટનીએ દાખલ કરી હતી. જેણે રૂ.૫૦ હજારના કમીશન આપવાની મીનાએ પ્રોમીશ કરી હતી. ત્યારે તમામ ત્રણ આરોપીઓએ પોતાનાગુના સ્વીકાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.