Abtak Media Google News

આવતીકાલથી દુધ મંડળીઓને એક કિલો ફેટના રૂ.810 ચૂકવાશે

રાજકોટ જિલ્લા સહકારી દુધ ઉત્પાદનક સંઘ લીમીટેડ દ્વારા દુધની  ખરીદ કિંમતમાં વધારો   કરવામાં આવ્યો છે. આવતીકાલથી દુધ મંડળીઓને એક કિલો ફેટના રૂ. 810 ચૂકવવામાં આવશે.

રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગો2ધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે. પશુ આહારના ભાવ અને ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાનાં ઉદ્દેશથી સંઘનાં નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂા .10 / – નો ભાવ વધા2ો ક2ીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા .810/-ક2વા નિર્ણય નક્કી કરેલ છે. અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા .800 / -ચુકવવામાં આવી રહયો છે .

ગયા વર્ષે આ સમયગાળામાં પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા . 740 – હતો જેની સરખામણીએ આ જાહેરાતથી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના રૂા .70 વધુ મળશે . દૂધ સંઘ દ્વારા તા . 21/07/2023 થી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂા . 810/- ચુકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.805/- ચુકવશે . આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ 50 હજા2 થી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.