Abtak Media Google News

ભાજપ લીગલ સેલની માંગણીને પગલે

એડવોકેટ વેલ્ફેર ફંડના સંજયએ રિન્યુઅલ ફી તા.1/9 થી 31/10 સુધી ભરવા અપીલ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા રોલ પર નોંધાયેલા અને વેલ્ફેર ફંડના સભ્ય બનનાર મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીના વારસોને મૃત્યુ સહાય તેમજ માંદગી સહાયમાં વધારો કરવા ભાજપ લીગલ સેલ દ્વારા કરવામાં આવેલી માંગણીનો બી.સી.જી. સ્વીકારી મૃત્યુ સહાયમાં 50 હજાર અને માંદગી સહાયમાં 10 હજારનો વધારો કરી સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે.

Advertisement

ભાજપ લીગલ સેલના કન્વિનર જે.જે.પટેલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનને પત્ર પાઠવીને ગુજરાત સરકાર તરફથી છેલ્લા સતત 3 વર્ષથી રૂપિયા 16 કરોડ જેટલી વેલ્ફેર ફંડમા સહાય આપવામા આવેલી હોય તેમજ ગુજરાતના ધારાશાસ્ત્રીઓની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમા રાખી મૃત્યુ સહાય તેમજ માંદગી સહાયમાં વધારો કરવાની માંગણી કરવામા આવેલી.

જે અરજી ચર્ચા કરવા માટે હાય પર લેવામા આવતા સાધારણ સભામા હવે પછી મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીના વારસદારને રૂ. 3, 50 લાખ ની જગ્યાએ રૂ.4 લાખ આપવાનુ તેમજ માંદગી સહાય રૂ. 30 હજારથી વધારો કરીને રૂ. 40 હજાર આપવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરી બહાલી આપવામા આવેલી છે.

તેમજ સાધારણસભામા એડમીનીસ્ટ્રેટીવ કમિટી તરફથી કરવામા આવેલી ભલામણ મુજબ કોઇ પણ ધારાશાસ્ત્રીએ વેલ્ફેર ફંડના 1 રીન્યુઅલ ફી ભરેલી ન હોય તો તેવા ધારાશાસ્ત્રીના વારસદારને રૂ.1 લાખ વેલ્ફેર ફંડના 2 રીન્યુઅલ ફી ભરેલી ન હોય તેવા ધારાશાસ્ત્રીના વારસદારને રૂ.75 હજાર તથા વેલ્ફેર ફંડના 3 રીન્યુઅલ ફી ભરેલ ન હોય તેવા ધારાશાસ્ત્રીના વારસદારને રૂ.50 હજાર રહેમરાહે આપવાનો 100 જેટલા ધારાશાસ્ત્રીના વારસદારોને આપવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામા આવેલો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની રીન્યુઅલ ફી મા કોઇપણ પ્રકારનો વધારો કરવામા આવેલો નથી. ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય બનનાર દરેક ધારાશાસ્ત્રીએ રીન્યુઅલ કી તા.01/09/2023થી તા.31/10/2023 સુધી ભરી દેવાનો સર્વાનુમતે ઠરાવ કરવામા આવેલો અને વેલ્ફેર ફંડના સભ્ય બનનાર અને રીન્યુઅલ ફી ભરનાર તેમજ ફોર્મ ભરનાર ધારાશાસ્ત્રી જ વેલ્ફેર કુંડના લાભો મેળવવા હકદાર ગણાશે. તેમ નકકી કરવામા આવેલું છે.

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપ કે.પટેલ, સીનીય2 સભ્ય અનિલ સી.કેલ્લા, દિપેન કુ.દવે, ભરત વી.ભગત, સી.કે.પટેલ. રમેશચંદ્ર જી.શાહ,  શંકરસિંહ એસ.ગોહિલ, કરણસિંહ બી.વાઘેલા અને કિશોરકુમાર આર.ત્રિવેદી સહિતના સભ્યોએ હાજર રહી ચર્ચામા ભાગ લીધેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.