Abtak Media Google News

લોન આપવામાં બેન્કોની બેધારી નીતિ, સરકારની ઉદાસીનતા અને જીનર્સની બેદરકારીના કારણે જીનિંગ ઉધોગ ગુંગળાયો

શૈલેશ સાંગાણી (વર્કર – ગીરીરાજ જીનીંગ)

મહાવિરસિંહ વાળા (ગીરીરાજ જીનીંગ મીલ)

જીજ્ઞેશ ઘાટોડિયા (દેવ કોટન)

રાજેશકુમાર જોશી (સોમનાથ કોટેક્ષ)

જગદિશભાઈ(શ્રીરામ ક્રીષ્ના જીનીંગ ઈન્ડસ્ટ્રીઝ)

હેમંત પટેલ (ભાગ્યલક્ષ્મીઈન્ડસ્ટ્રીઝ)

દિનેશભાઈ વાઘરીયા (પરિશ્રમ જીનીંગ)

ભરત પોપટ (ભરત જીનીંગ મીલ)

રાજેશભાઈ ત્રિવેદી (ગણેશ જીનીંગ)

સરકારની ઈચ્છા-શકિત, ટેકનિકલ નવી પઘ્ધતિ અને મેકિંગ સેન્ટરનો સહકાર હોય તો જીનીંગ ઉધોગ હરણફાળ ભરી શકે. અત્યારે કપડા માણસનો શોખ બની ગયા છે અને માણસો કપડાથી જ ઓળખાય રહ્યા છે છતાં પણ જીનીંગ ઉધોગની હાલત કેમ એન.પી.એ.માં પ્રવર્તી છે તો તેના કારણો શું ? જીનીંગ ઉધોગ સૌરાષ્ટ્રમાં લગભગ ૩૦% થી ૪૦% જેટલી જીનીંગ મીલ જ કાર્યરત છે.

૧. ભાગ્યલક્ષ્મી જીનીંગ મીલ:-

Vlcsnap 2018 05 01 08H51M08S12હેમંત પટેલ એમ.ડી.એ જણાવ્યું કે, તેઓ બહોળા પ્રમાણમાં માલની આયાત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી કરે છે. સૌરાષ્ટ્રનો તેઓ ૩૦ થી ૪૦% માલ જ આયાત કરે છે. કારણકે બહારનાં માલમાં પડતર હોય છે. કપાસ જયારે જીનીંગ મીલમાં ટ્રક દ્વારા આવે ત્યારબાદ ટ્રક ખાલી કરવામાં આવે છે

ત્યારબાદ પાલો કરી તેનું જીનીંગ કરવામાં આવે છે. કપાસ એ હાઈરિસ્ક બિઝનેસ છે. તેને લઈ ભાગ્યલક્ષ્મી જીનીંગ મીલમાં ઘણી ખરી કાળજી લેવાય છે. જેમ કે સફાઈ રાખવામાં આવે છે અને ઉનાળાના સમયમાં બપોરે જીનીંગ મીલ ચાલુ કરવામાં પણ નથી આવતી.

કપાસને ફાર્વડ બિઝનસ એટલે કે સટ્ટા તરીકે લેવામાં આવે તો ખેડુતો અને જીનર્સ બનેને નુકસાન જ પહોંચે પરંતુ લોકો તે જાણી શકતા નથી અને સટ્ટામાં ફસાય છે. આમ જ જીનીંગ મીલનું પતન થઈ રહ્યું છે. હેંમતભાઈના મત પ્રમાણે સરકાર જીનીંગ મીલમાં પણ સારી એવી મદદ‚પ થાય છે.

વીમા કંપનીના વ્યાજના રેટિંગ તેમને નોર્મલ લાગે છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જીનીંગ મીલ માર્કેટ ડાઉન થયું છે. કારણકે બેન્કની સી.સી.જીનર્સને ખુબ જ વધુ મળી તેના કારણે જીનર્સ નાણા બીજા ધંધામાં ઈનવેસ્ટ કરી જીનીંગ મીલો બંધ કરી તે પણ જીનીંગ મીલ પતન માટેનું એક મુખ્ય કારણ છે.

ઉપરોકત જીનીંગ જે જગ્યાએ થાય છે ત્યાંજ સ્પીનીંગ વીવીંગ અને ગાર્મેટીંગ કરવામાં આવે તો તે મહદઅંશે ફાયદો થઈ શકે. એક ઉત્પાદક તરીકે લઈએ તો ઉત્પાદકને ફાયદો થાય. ટ્રાન્સપોટેશન ખર્ચ ઘટે છે અને ગ્રાહકોને ઓછી કિંમતે સારા કપડા કે કાપડ મળી રહે. હાલના સમયમાં બેન્કોએ જીનર્સને બ્લેક લીસ્ટમાં નાખ્યા છે તો તેના કારણે ભવિષ્યમાં જીનીંગ મીલ સંપૂર્ણપણે પતવાને આરે છે

પરંતુ જે યુનિટ એટલે કે જીનીંગ મીલ પરફેકટ ચાલે છે તેને બેન્ક સંપૂર્ણપણે મદદગાર થઈ છે. બેન્કની ફેસેલિટી સિવાય જીનીંગ ઉધોગ ઓછુ શકય છે. જીનીંગમાં આગ લાગવાની શકયતા વધુ હોય છે. તેને લઈને પુરતી પાણીની સુવિધા ભાગ્યલક્ષી જીનીંગ મીલમાં જોવા મળી.

૨. દેવ કોટન એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ:-

Vlcsnap 2018 05 01 08H51M59S5જીજ્ઞેશ ઘાટોલીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે જયારે લુસ માલે ટ્રક દ્વારા જીનીંગ મીલમાં પ્રવેશે ત્યારબાદ તેના ગ્રેડ નકકી કરવામાં આવે છે. તેના અલગ-અલગ ઢગલા કરી તે ઢગલાને ગ્રાઉન્ડ પર મુકવામાં આવે છે. કપાસની કવોલીટી પ્રમાણે તેના ગ્રેડ આપવામાં આવે છે. કપાસ માટે માનવામાં આવે છે કે કપાસ એ હાઈરીકસ બિઝનસ છે તો તેના માટે પુરતા પ્રમાણમાં કાળજી રાખવામાં આવે છે.

ઉપરાંત તેઓના મત પ્રમાણે હાલમાં બેન્કોના ફાયનાન્સનો વ્યાજદર ઉંચા છે જો તે નીચા આવે તો જીનર્સને થોડો ફાયદો થઈ શકે. જીનીંગ મીલમાં આગ લાગે તો જીનર્સને લોકો ચોરની નજરે જોવે છે પરંતુ જીજ્ઞેશભાઈનું માનવું એવું છે

કે કોઈપણ જીનર તેના જીનીંગ મીલમાં આગ લગાડે નહીં. પહેલાના સમયમાં આ બનતુ પરંતુ હાલમાં આ શકય નથી. કારણકે કોઈ જીનર પોતાના જીનીંગ મીલમાં આગ લગાડે તો મોટુ નુકસાન તેનું વેઠવું પડે ઉપરાંત લગભગ દોઢેક વર્ષ તેમનું કામ પણ બંધ રહે તો કોઈ જીનર પોતાની મીલમાં આગ લગાડે જ નહીં.

તમના જીનીંગ, સ્પીનીંગ, વીવીંગ એક જ જગ્યાએ થવાથી લોકો અને માલિક બંનેને સીધો લાભ થશે. ગર્વમેન્ટ તરફથી તેઓની માંગણી છે કે પ્લેટફોર્મ પરફેકટલી આપે જેથી હાઈ રીસ્ક લો થઈ જાય. તેઓના માન્યા પ્રમાણે સરકારનો કોઈપણ પ્રકારનો સહયોગ નથી.

૩. ભરત જીનીંગ મીલ:-Vlcsnap 2018 05 01 08H55M15S166

જસદણ જીનીંગ મીલ એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ પોપટએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે અત્યારનો સમય જીનર્સ માટે ‘કરો યા મરો’ જેવા છે. કારણકે અત્યારે જીનર્સની હાલત ખુબ જ ખરાબ છે. કેમ કે બેન્કો દ્વારા પુરતો સહયોગ મળ્યો નથી. જેથી જીનર્સ તકલીફમાં મુકાયા છે. કપાસ એ હાઈરીસ્ક બિઝનસ છે. કારણકે કપાસ જવલનશીલ છે અને ભાવને લઈને વધ-ઘટ આ બાબત પણ હાઈરીકસ ગણાય છે

તો તેનાથી બચવા માટે પુરતી સુવિધાઓ તેઓએ રાખેલી છે. તેઓ તેમના મંતવ્ય મુજબ જણાવ્યું કે ત્યારથી સટ્ટાનો પ્રવેશ માર્કેટમાં થયો જીનીંગ મીલનો જેન્યુન બિઝનસ ખતમ થઈ ગયો. કપાસને એમ.સી.એકસમાંથી કાઢવા માટે તેમના પુત્ર પાર્યએ પી.એમને પણ પાંચ થી છ વખત અરજીઓ કરેલી છે. તેઓથી બનતા પ્રયાસો તેમને કરેલા. પરંતુ તેઓને કોઈપણ રીસ્પોન્સ મળેલ નથી. સટ્ટો એ હેજીંગ કરવાનું સાધન છે તો તે નુકસાનકારક છે. ઉપરાંત જીનર્સનું પણ ઘણી વખત દોષ હોય છે.

તેઓ માલના વેચાણ વખતે જે માલ બતાવે તે નહીં પરંતુ નબળો મોલ વેચે છે. આવી કુટ નીતિને કારણે પણ જીનીંગ મીલનું પતન થવા આરે છે અને આવા વેપારી કારણે જેન્યુન વેપારીઓ પણ વેપાર કરી શકતા નથી. તેના માટેઘણા પ્રયાસો કર્યા પરંતુ ગર્વમેન્ટનો કોઈ જ પ્રકારનો રિસ્પોન્સ નથી. ઉપરાંત સટ્ટાકિયવૃતિને કારણે જેન્યુન બિઝનસ પણ પતન પામ્યું છે. એક સમયે એવું હતું કે, જીનીંગ મીલ ગોલ્ડન બીઝનસ મનાતો પરંતુ બેન્કોએ તે સમયમાં જીનર્સને જ‚રીયાતથી દોઢ ગણા પૈસા આપ્યા તો આ બાબત તદન ખોટી હતી.

વધુ નાણા લઈ જીનર્સ બીજા ધંધામાં રોકાણ કરી જીનીંગ મીલો બંધ કરી ૨૦૧૨થી ગર્વમેન્ટનો પુરતો સહયોગ જીનીંગ મીલને નથી.હાલમાં એક વિસ્તારમાં ૭૦ જેટલી મીલો ધમધમતી હતી પરંતુ તે આંકડો આજે ૧૭એ આવી પહોંચ્યો છે તો સરકારે યોગ્ય પગલા લેવા જોઈએ નહીં તો જીનીંગ મીલનું સંપૂર્ણ પતન થઈ જશે. સમસ્યામાંથી બહાર નિકળવા સારા માણસોની સલાહ લઈ પગલા લેવા જોઈએ.

૪. પરીશ્રમ જીનીંગ મીલ:-

Vlcsnap 2018 05 01 08H55M44S197વાંધરીયા દિનેશભાઈએ જણાવ્યું કે, તેઓ છેલ્લા નવ વર્ષથી જીનીંગ મીલ ચલાવે છે ખેડુતો પાસે માલ ખરીદવામાં આવે છે અને સૌરાષ્ટ્રનો જ કપાસ તેઓ ઉપયોગમાં લે છે કારણકે કપાસની કવોલીટી સૌરાષ્ટ્રમાં ખુબ જ સારી હોય છે. કપાસની ખાસ તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં સિઝન જોવા મળે છે. સિઝનનાં સમયે ગાસડીને એકસપોર્ટ કરવામાં ગાસડી તૈયાર થયા બાદ લગભગ ૫ થી ૧૦ દિવસો લાગે છે.

આગથી સુવિધા મેળવવા માટે તેઓ પાણીનો સારો એવો સ્ટોક રાખે છે. ફાયરને લગતા પ્રશ્ર્ન અને તેઓએ મોરબી પ્રમુખને રજુઆત કરેલી પરંતુ તેનો કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ જોવા મળ્યો નથી જયારે જીનીંગ મીલમાં આગ લાગતી હોય તો ત્યારે જે જગ્યાએ આગ લાગેલ હોય તેના પેરામીટર પ્રમાણે જીનર્સને વીમો આપવામાં આવે છે. વીમાના માપદંડ ફિકસ હોય છે તો વિમા કંપની પણ સહયોગ આપી જીનર્સને નાણા ચુકવે છે.

છેલ્લા ત્રણ વર્ષથી જીનર્સ તકલીફમાં છે તો તેના કારણ એ છે કે જીનર્સનો ખુદને ખ્યાલ હોતો નથી કે વર્ષ દરમિયાન કપાસનું ઉત્પાદન શું છે કયાં રાજયમાં કપાસ ઉત્પાદનની શું હાલત છે તેના અંગે જીનર્સ માહિતગાર હોતા નથી અને આ બાબત નુકસાનકારક નિવડે છે. ઉપરોકત તમામ માહિતી જીનર્સ રાખે તો પ્રશ્ર્નો ઉદભવે નહીં અને જીનીંગ ઉધોગ સારી રીતે ચાલી શકે. હાલના સમયમાં બેન્કોએ જીનર્સને બ્લેકલીસ્ટ કર્યા છે

તો હવે નાણાની જ‚રીયાત જીનર્સ કઈ રીતે સંતોષે આ બાબત વિચારવા જેવી છે. તેને લઈને જીનીંગનું ભવિષ્ય અંધકારમાં દેખાય છે. હવે પછીના સમયમાં જીનીંગ મીલ નવા શ‚ થાય તે પરિસ્થિતિ જ નથી તો હવે સરકારે પુરતા પગલા લેવા જોઈએ. ઉપરાંત જે ટેકસ સ્ટાઈલ પોલીસી આવી તો આ ટેકસ સ્ટાઈલ પોલીસી દ્વારા કોઈપણ લાભ મળ્યો નથી લાભ મળે તેના પહેલા જીનીંગ ઈન્ડસ્ટ્રીઝનું પતન થઈ રહ્યું છે. જીનીંગ મીલમાં સટ્ટો રમવામાં આવે તો જીનર્સ પણ ખતમ થશે અને લોકોને પણ નુકસાન થશે.

૫. શ્રી ગણેશ જીનીંગ મીલ:-Vlcsnap 2018 05 01 08H57M41S92

રાજેશભાઈ ત્રિવેદીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કપાસ તેઓ ખેડુતો પાસેથી અને માર્કેટીંગ યાર્ડમાંથી ખરીદતા હોય છે. કપાસ પર અલગ-અલગ પ્રોસેસ કરવામાં આવે છે. જેમાં જીનીંગ, સ્પીનીંગ અને વીવીંગ થઈ ગાર્મેટીંગ થાય છે અને લોકો સુધી કપડા પહોંચાડવામાં આવે છે. હાલમાં જીનીંગ મીલ પતનનો આરે છે. કારણકે જીનર્સ અને બેન્કો બંને જવાબદાર છે અને બેન્કો જો જ‚રીયાત મુજબ જીનર્સને લોન કે સીસી આપેલ હોત તો જીનીંગ ઉધોગ વ્યવસ્થિત રીતે ટકી રહે તેવું બની શકે. ઉપરાંત સરકારે પણ યોગ્ય પગલા લેવા જોઈએ જેથી જીનીંગ ઉધોગ ફરીથી ધબકતું થઈ જાય.

૬. શ્રી રામ ક્રિષ્ના મીલ:-

Vlcsnap 2018 05 01 09H00M28S230જગદિશભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કપાસની પુરતી તકેદારી લઈ તેનું જીનીંગ કરવામાં આવે છે. જયારે ઓકટોબરની શ‚આત થાય તો કપાસની આયાત પણ જીનીંગ મીલમાં શ‚ થઈ જાય છે. એક ગાસડી તૈયાર થતા ટાઈમ લાગતો નથી અને એક જ દિવસમાં તેમાં પ્રોસેસ થઈ ગાસડી તૈયાર થઈ જાય છે. કપાસને હાઈરીસ્ક કહેવાય છે પરંતુ તેઓ તેમના પક્ષે પુરી તકેદારી રાખે છે પરંતુ સરકારે જે સહયોગ આપવો જોઈએ તે મળતો નથી. હવે બેન્ક પણ મદદ‚પ નથી. કારણકે બેન્ક પણ જીનર્સને બ્લેક લીસ્ટમાં નાખ્યા છે.

જેથી જીનર્સ બેન્કનો લાભ લઈ શકતા નથી. ઉપરાંત વિમા કંપની દ્વારા પણ સહયોગ પુરતો મળતો નથી જે નુકસાન થાય તેના ૪૦ થી ૫૦% જેટલા નાણા વિમા કંપની આપે છે જે બાબત જીનર માટે ખુબ જ નુકસાનકારક છે. કપાસ એ સફેદ સોનુ છે. તેને લઈને જણાવ્યું કે, અમુક અંશે જીનર્સ પણ પુરતી તકેદારી લેતા નથી. જેથી કપાસ સફેદ સોનુ હોવાથી પણ પુરતી સંભાળ લેવાતી નથી. જીનર્સો અત્યારના તકલીફમાં છે તો તેનું કારણ એક સટ્ટાને પણ ગણી શકાય. સટ્ટાના કારણે જીનીંગ ઉધોગ ફડચામાં જઈ રહ્યું છે.

૭. સોમનાથ કોટેક્ષ:-

Vlcsnap 2018 05 01 09H01M13S151 1રાજેશકુમાર મનસુખલાલ જોશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કાપડ એ પ્રાથમિક જ‚રીયાત છે છતાં પણ કપાસના ઉધોગને પુરતુ ધ્યાન આપવામાં આવતુ નથી અને તેના કારણે હાલનું જીનીંગ મીલનું વાતાવરણ જોઈએ તો લગભગ ૨૦% જેટલી મીલો જ ચાલુ છે બાકી ૮૦%નું પતન થઈ ગયુ છે. કપાસમાં જયારથી સટ્ટો પ્રવેશ્યો ત્યારથી જીનર્સની હાલત ખુબ જ ખરાબ થઈ છે.

વિમા કંપની દ્વારા પણ જયારે આગ લાગે ત્યારે પુરતો સહયોગ મળતો નથી અને જીનર્સો ઉઠી જાય છે. તેમની પેઢીનું પતન થઈ જાય છે. ગર્વમેન્ટે જે પગલા લેવા જોઈએ અને હાલમાં પણ જીનીંગ ઉધોગને અમુક અંશે સબસીડી મળવી જોઈએ. જેથી જીનીંગ ઉધોગ ફરીવાર ધબકતું થઈ શકે આ બાબત ખુબ જ અગત્યની છે અને જ‚રી પણ છે.

૮.ગીરીરાજ જીનીંગ:-

Vlcsnap 2018 05 01 08H54M06S243મહાવીરસિંહ વાળાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જો જીનીંગ મીલપર સરકાર દ્વારા પુરતુ ધ્યાન આપવામાં આવે તો વ્યવસ્થિત રીતે જીનીંગ મીલ ચાલી શકે. ઉપરાંત હાલના સમયમાં બેન્કો દ્વારા પણ જીનર્સને સહાયતા મળી રહી નથી. આ બાબતને પણ ધ્યાનમાં લેવી જોઈએ. ઉપરાંત કપાસ પર સટ્ટો રમવામાં આવે છે તો આ સટ્ટામાંથી પણ જીનીંગ મીલને બહાર કાઢવી જ‚રી છે પરંતુ તેને લઈ સરકારે પણ કોઈપણ પ્રકારના પગલા લીધેલ નથી. સરકારને માત્ર એક જ અપીલ છે કે જીનીંગ ઉધોગ પર પુરતુ ધ્યાન દેવામાં આવે જેથી જીનીંગ ઉધોગ ફરી ધબકતું થઈ શકે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.