Abtak Media Google News

મહિસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં એકાએક વધી ગયેલા ચોરીના બનાવો બાબતે

પોલીસ તંત્રની કામગીરી પ્રત્યે પ્રજામાં અનેક તર્ક વિતર્કો અને સવાલો ઊભા થયા

 

મહીસાગર જિલ્લાના સંતરામપુર નગર દિવસ અને દિવસે ચોરોના નિશાના ઉપર આવી ગયું છે અને આ ચોરની ટોળકી દ્વારા સોસાયટી વિસ્તારની ટાર્ગેટ કરવામાં આવે છે પરમદિવસ રાત્રિના સમયે ત્રણ યુવાનો મોઢા ઉપર દુકાને બાંધીને મોટર સાયકલ ઉપર ચોરી કરવા નીકળ્યાના સીસીટીવી ફૂટેજ સંતરામપુર નગરના સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે વાયરલ થયેલા cctv ફૂટેજમાં ત્રણ વ્યક્તિઓ મોટરસાયકલ ઉપર બિન્દાસ રીતે ફરીને સોસાયટીઓમાં આંટા મારીને એક બંધ મકાનની પાસે જઈને તાળું તોડે છે અને તેમાં ઘરમાં  પ્રવેશ  કરે છે ત્યારબાદ એક વ્યક્તિ બહાર ધ્યાન રાખી રહ્યો છે અને બાકીના બે વ્યક્તિઓ બિન્દાસ ઘરમાં થી હાથ ફેરો કરીને બાઈક ઉપર બેસીને ચૂપચાપ ત્યાંથી નીકળી જાય છે ત્યારે સંતરામપુર ખાતે આવેલ પોલીસ સ્ટાફ ઉપર નગરજનોએ અનેક સવાલો મૂક્યા છે શું પોલીસ દ્વારા મૂકવામાં આવેલા પોલીસ કોન્સ્ટેબલ હોમગાર્ડ જવાન તેમજ જીઆરડી જવાનના કામગીરીમાં કોઈ આળસ ભરી નીતિ દેખાય છે કે જે પોઇન્ટો મુકવામાં આવેલા છે તે પોઇન્ટ ઉપર જવાબદાર પોલીસના યુવાનો ફરજ ઉપર હાજર હતા ખરા???

Screenshot 1 14

પોલીસ સ્ટાફ પોતાની કામગીરીમાં સખત અને કડક હોત તો પોતાની મસ્તીમાં મસ્ત થઈને લટાર મારવા નીકળેલા આ ત્રણ ચોર પોલીસની નજરથી બચી શક્યા હોત ખરા?ચોરો દ્વારા સંતરામપુર નગરની સહકાર દિવસ સોસાયટી અમરદીપ સોસાયટી તેમજ મહંમદી સોસાયટીમાંથી ચોરી કરવામાં આવ્યાનું ચોરીના ભોગ બનનાર લોકોએ પોલીસને જાણ કરેલ છે ત્યારે સંતરામપુર ખાતે આંતરરાજ્યના અને બીજા જિલ્લાના ફેરિયાઓ કે જે સવાર સાંજ સોસાયટીમાં ધંધાર્થે આવે છે તેમની ઓળખ ચેક કરવામાં આવે તેમનું આઈડી પ્રૂફ ચેક કરવામાં આવે તો ચોરી કરતી ગેંગ તરફ પોલીસના અને કાયદાના હાથ પહોંચી શકે તેમ છે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે કડક હાથે ચોરો સામે પગલાં ભરવામાં આવે અને જે જે પોલીસ પોઈન્ટો મુકેલા છે તે પોઇન્ટ ઉપર રાત્રિના પેટ્રોલીંગ  કરવામાં આવે અને જે જગ્યાએ પોલીસ પોઇન્ટ નથી ત્યાં નવા પોઇન્ટ મૂકવામાં આવે તેવી સંતરામપુર નગરના લોકોની લાગણી અને માંગણી છે.

Screenshot 2 9

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.