Abtak Media Google News

પ્રાંસલામાં ત્રીજા દિવસે સ્વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા 23મી રાષ્ટ્રકથા શિબીર યોજાઇ

પ્રાંસલા મુકામે યોજાયેલી રાષ્ટ્રકથા શિબીરમાં વિવિધ રાજયોના શિબીરાર્થીઓની ઉપસ્થિતીથી મિની ભારત જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. જેમને સંબોધિત કરવા માટે તૃતિય દિવસના પ્રવચન સત્રને સંબોધિત કરવા માટે દેશના પ્રથમ હરોળના અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લા, શિક્ષણશાસ્ત્રી જે.એસ. રાજપુત, જનરલ જી.ડી. બક્ષી, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

સ્વામી ધર્મબંધુજીએ તેમના પ્રેરક વકતવ્યમાં શિબીરાર્થીઓને તેમની સામેના ભાવિ પડકારો અને તેને પહોંચી વળવા માટે સક્ષમ નેતૃત્વ શક્તિ કેળવવા વિશે માર્ગદર્શન આપ્યું હતું.

ભાવિ પેઢી સમક્ષ મુખ્યત્વે પાંચ પડકારો હશે. જેમાં પર્યાવરણને નુકશાન, કોવિડ જેવા વૈશ્ર્વિક રોગચાળો, રાજનૈતિક અસ્થિરતા, ટેકનોલોજીકલ પરિવર્તન, અને શક્તિશાળી દેશો દ્વારા નબળા દેશ પર આધિપત્યનો સમાવેશ થાય છે. તેમણે છણાવટ કરતાં જણાવેલ કે, બીજા વિશ્ર્વ યુધ્ધથી વિશ્ર્વના 350 લાખ લોકો પ્રભાવિત થયા હતા, જયારે કોરોનાના લીધે 450 લાખ લોકો અસરગ્રસ્ત થયા હતા. પર્વાવરણને થતાં નુકશાનના લીધે 2035 સુધીમાં સમુદ્રની જળસપાટી 3.5 ફુટ વધી જશે. જેના લીધે કેરળની 20 % ભૂમિ અને આંદામાન-નિકોબાર-લક્ષ્યદ્રીપ સમુદ્રમાં ગરકાવ થઇ જવાનો અંદેશો છે. બાંગ્લાદેશના 1.17 કરોડ લોકો વિસ્થાપીત થતાં ગેરકાયદેસર રીતે આજુબાજુના દેશમાં આશરો લેશે. વિશ્ર્વના સૌથી વધુ પ્રદુષિત 20 શહેરોમાંથી 14 શહેરો ભારતના છે.

નિવૃત જનરલ જી. ડી. બક્ષી એ બે દિવસ દરમ્યાન શિબીરાર્થીઓ એ પુછેલા પ્રશ્ર્નો વિશે મંચ પરથી જીજ્ઞાસા સંતોષતા જણાવેલ કે, 1962માં સરકારની પંચશીલની નીતિમાંથી સબક શીખેલ ભારત હવે ચીન સરહદે વ્યાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરી ચુકેલ છે. વર્તમાન સમયમાં યુધ્ધ થાય તો ચીનને ભરી પીવા ભારત સક્ષમ છે. હાલમાં ચીન સાથે મુખ્ય વિવાદ સરહદ (લાઇન ઓફ એકચ્યુઅલ ક્ધટ્રોલ)નો છે.ભારત એ પાકિસ્તાનમાં કરેલ સર્જીકલ સ્ટ્રાઇક, 370મી કલમ રદ કરીને કાશ્મીરને ભારત સાથે ભેળવી દેવા જેવા હિંમતભર્યા પગલાઓથી પાકિસ્તાનથી વધું ચીન થરથરી ગયું છે.

પરંતુ ચીન ભારત સાથે સીધા યુધ્ધ લડવાની બદલે ભારતના તમામ પડોશી દેશોને આર્થિક મદદ કરીને ભારતની તમામ સરહદ સળગતી રહે તેવું પ્રોક્ષી યુધ્ધ કરી રહેલ છે. તેમાંય પાકિસ્તાનને મદદ કરવાની તમામ સીમા વટાવી ગયું છે.ન્યુકલિયર બોમ્બ બનાવવાની તકનીક, પાંચ અણુ બોમ્બ બનાવી શકાય તેટલું યુરેનિયમથી માંડીને પ્રથમ બોમ્બનું પરિક્ષણ કરી આપેલ છે. મેઇડ ઇન ચાઇના મિસાઇલ પણ આપે છે, પાકિસ્તાનમાં માત્ર તેનું સ્થાનિક ભાષામાં નામકરણ કરવામાં આવે છે.

 

પ્રાસલામાં ચાલતી રાષ્ટ્રકથા શિબીરમાં કેન્દ્રીય મંત્રી માંડવીયાના હસ્તે પૂર્વ ધારાસભ્ય માકડિયાનું સન્માન 

Screenshot 9 13

તાલુકાના પ્રાસલા ગામે ચાલતી સ્વામી ધર્મબંધુજી આયોજીત રાષ્ટ્રકથા શિબીરમાં વર્ષોથી જોડાયેલા પૂર્વ ધારાસભ્ય માકડિયાનું કેન્દ્રીય મંત્રીના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતાં. આ તકે સ્વામી ધર્મબંધુજીએ જણાવેલ કે મનોવિજ્ઞાનના સંશોધન પ્રમાણે જીવનના પ્રથમ સાત વર્ષ સુધીમાં બાળકો જે શીખે છે તેજ તેના મગજની 95% યાદશક્તિ રોકી લે છે. જ્યારે 7 થી 25 વર્ષ સુધીના ઉંમરનાને તે શિક્ષણ સંવેદના દ્વારા જ શિખે છે. બાકીના 5 ટકા યાદશક્તિ રોકે છે. આથી 25 વર્ષ પછી વ્યક્તિના જીવનમાં કોઇ સુધારા શીખવવાની સંભાવના રહેતી નથી. આ તકે સ્વામી ધર્મબંધુજીએ આ શિબીરમાં ઉ5સ્થિત પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડિયાની છેલ્લા 22 વર્ષની સેવાને બિરદાવી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે સન્માનિત કરાયા હતાં.

Screenshot 10 13 વિકસીત રાષ્ટ્ર બનાવવા માટે ખેતીક્ષેત્રે સુધારા અને શૈક્ષણિક પ્રણાલીમાં પરિવર્તનની આવશ્યકતા: અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લા

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના એકઝીકયુટીવ ડીરેકટર અને ભારતના પ્રથમ હરોળના અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાએ આજે શિબીરાર્થીઓ સાથે સંવાદ તેમજ સ્વામી ધર્મબંધુજી સાથે જાહેર પ્રશ્ર્નોતરીના માધ્યમથી આવનાર ભારતને વિકસિત બનાવવા માટેનું મોડલ રજુ કર્યુું હતું. ભલ્લાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રને વિકસિત કરવા માટે સુરક્ષા ક્ષેત્રે સુધારા પહેલા આર્થિક ક્ષેત્રે સુધારાની આવશ્યકતા છે.

વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો એક તરફ આર્થિક સમસ્યાથી ગ્રસિત છે, તો બીજી તરફ વિકાસ માટેના માર્ગદર્શક નીતિની પસંદગીમાં અટવાઇ ગયા છે. સદભાગ્યે ભારતમાં 1993માં આર્થિક સુધારાની નીતિ અપનાવાઇ તે પછીની તમામ સરકારે ચાલુ રાખતા, ભારતમાં વિકાસની રફતાર વધી છે. પહેલા જીવન જીવવા માટે સહુને રોટી, કપડા અને મકાનની આવશ્યકતા અનુભવાતી. હવે લોકોનું જીવન ધોરણ ઉચ્ચું આવ્યું હોય રસ્તા, આરોગ્ય, શિક્ષણ, પીવાલાયક પાણીની ઉપલબ્ધતા તરફ લોકોની માંગ વધી છે.

Screenshot 11 8 સારા નાગરિક અને શિક્ષણ સહિતના ક્ષેત્રમાં અવલ્લ આવવા સંકલ્પબધ્ધ થાય: અર્જુન મોઢવાડીયા

પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ શિબીરાર્થીઓને જીવન કારકિર્દીના પ્રારંભે જ આવી શિબીરમાં ભાગ લેવા મળ્યો તે બદલ ભાગ્યશાળી લેખાવીને કહ્યું હતું કે, આ શિબીરમાં સંપુર્ણ મન લગાવીને સર્વ વકતાઓને સાંભળજો, સમજજો અને તેમના ઉમદા વિચારોને ડાયરીમાં નોંધી રાખજો. એકાદ દસકા પછી તમે અને તમારા પરિવારજનો આ ડાયરીને વાંચશો ત્યારે તેનું મુલ્ય સમજાશે અને અનેરો આનંદ અનુભવશો. વધુમાં વિવિધ રાજયના શિબીરાર્થીઓ સાથે દોસ્તી કેળવજો. અહીંથી સારા નાગરિક બનવા અને શિક્ષણ, રમત, ગીત-સંગીત કે તમારી ઋચિના જે ક્ષેત્રમાં જાવ ત્યાં અવલ્લ સ્થાન મેળવવાનો સંકલ્પ લઇને જજો તેવી શીખ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.