Abtak Media Google News

વર્લ્ડકપની 40મી મેચમાં બર્મિંઘમના એજબેસ્ટન ખાતે ભારતે બાંગ્લાદેશને મેચ જીતવા 315 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારત માટે ઓપનર્સ રોહિત શર્મા અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 180 રન ઉમેર્યા હતા.

વર્લ્ડકપમાં ભારત માટે હાઈએસ્ટ ઓપનિંગ ભાગીદારીનો નવો રેકોર્ડ જોડીએ પોતાના નામે કર્યો હતો. રોહિત શર્મા 92 બોલમાં 7 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 104 રન કર્યા હતા. તેણે પોતાના વનડે કરિયરની 26મી અને ટૂર્નામેન્ટની ચોથી સદી ફટકારી હતી. તે વર્લ્ડ કપમાં 500 રન કરનાર સચિન તેંડુલકર પછી બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે.

રોહિતના સાથી ઓપનર લોકેશ રાહુલે 77 રનનું યોગદાન આપ્યું હતું. તેની આ ટૂર્નામેન્ટની બીજી ફિફટી હતી. તે બંનેના આઉટ થયા પછી યુવા ઋષભ પંતે 48 રન કર્યા હતા. તે સિક્સ ફટકારવા જતાં 2 રને માટે પોતાની મેડન વનડે ફિફટી ચૂક્યો હતો. જયારે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા મુસ્તફિઝુર રહેમાનની એક જ ઓવરમાં આઉટ થયા હતા.

કોહલી 26 રને જયારે પંડ્યા શૂન્ય રને આઉટ થયો હતો. ફિનિશર મહેન્દ્રસિંહ ધોનીએ 33 બોલમાં 35 રન કર્યા હતા, તે ટૂર્નામેન્ટમાં ફરી એકવાર ટીમને ફિનિશિંગ ટચ અપાવી શક્યો ન હતો. બાંગ્લાદેશ માટે મુસ્તફિઝુર રહેમાને 5 વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.