Abtak Media Google News

બીજી ટી-૨૦માં ભારતનો ડકવર્થ લુઈઝ નિયમ પ્રમાણે ૨૨ રને વિજય: ભારતે ૮ વર્ષ પછી સીરીઝ જીતી

ઓપનર રોહિત શર્માની અડધી સદી બાદ કૃણાલ પંડ્યાના ઓલ-રાઉન્ડ પ્રદર્શનની મદદથી ભારત રવિવારે ફ્લોરિડામાં રમાયેલી બીજી ટી૨૦ ક્રિકેટ મેચમાં વિજયની નજીક પહોંચી ગયું હતું ત્યારે વરસાદનું વિઘ્ન નડ્યું હતું. ફ્લોરિડામાં વિજળીના કડાકા અને વરસાદના કારણે મેચ અટકાવી દેવી પડી હતી ત્યારે વેસ્ટ ઈન્ડિઝે ૧૬૮ રનના લક્ષ્યાંકના જવાબમાં ૧૫.૩ ઓવરમાં ચાર વિકેટે ૯૮ રન નોંધાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝને ૨૭ બોલમાં ૭૦ રનની જરૂર હતી.

Advertisement

 ડકર્વ લૂઈસ પ્રમાણે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર ૧૨૦ રન હોવો જોઈતો હતો. પરંતુ નિયમ મુજબ ભારતને ૨૨ રને વિજયી જાહેર કરવામાં આવ્યું છે.

આ સો ભારતે શ્રેણી પણ જીતી લીધી હતી. આ મેચમાં રોહિત શર્માએ એક નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો.

રોહિત આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારો બેટ્સમેન બની ગયો છે.

 ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રોહિત શર્માની ૬૭ રનની ઈનિંગ્સની મદદી ભારતે નિર્ધારીત ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૭ રન નોંધાવ્યા હતા. કૃણાલ પંડ્યાએ ૨૦ રન નોંધાવવા ઉપરાંત બે મહત્વની વિકેટ પણ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે રોવમેન પોવેલે આક્રમક બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. તેણે ૩૪ બોલમાં છ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદી ૫૪ રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી.

આ સિવાય નિકોલસ પૂરને ૧૯ રનનું યોગદાન આપ્યું હતું. અગાઉ સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ પ્રથમ વિકેટ માટે અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. બંનેએ આક્રમક બેટિંગ કરી હતી અને વેસ્ટ ઈન્ડિઝના બોલર્સને હંફાવ્યા હતા. ધવન ૧૬ બોલમાં ત્રણ બાઉન્ડ્રીની મદદી ૨૩ રન નોંધાવીને આઉટ યો હતો. જોકે, રોહિત પોતાની અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.  રોહિતે ૫૧ બોલમાં ત્રણ સિક્સર અને છ ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલીએ પણ આક્રમક અંદાજમાં બેટિંગ કરતા એક સિક્સર અને એક ચોગ્ગાની મદદી ૨૮ રન ફટકાર્યા હતા. રિશભ પંત ચાર અને મનીષ પાંડે છ રન નોંધાવીને આઉટ યા હતા.

જોકે, કૃણાલ પંડ્યાએ અંતિમ ઓવર્સમાં રન ગતિ ઝડપી બનાવી હતી. તેણે ૧૩ બોલમાં અણનમ ૨૦ રન ફટકાર્યા હતા જેમાં બે સિક્સર સામેલ હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે ઓશેન ોમસ અને શેલ્ડન કોટ્રેલે બે-બે વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.