Abtak Media Google News

૧૦૫ એમએમ ફિલ્ડગન અને ૧૫૫ એમએમ બોફર્સ હાઉઈટઝરનો સૈન્યએ કર્યો ઉપયોગ

સમગ્ર વિશ્ર્વ હાલ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી અનેકવિધ પ્રકારે ઈનોવેશન કરી રહ્યું છે ત્યારે ડિફેન્સ ફોર્સમાં પણ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની મદદથી દુશ્મનોનાં ઠેકાણાને અને તેઓની છાવણીઓને તહેસ નહેસ કરવામાં અત્યંત સરળતા રહે છે. આતંકીઓ દ્વારા જે રીતે ગત રવિવારનાં રોજ નાપાક હરકતો કરવામાં આવી હતી અને તેના પ્રતિઉતર જે રીતે સૈન્યએ મુહતોડ જવાબ આપ્યો હતો ત્યારે ફરી પાકિસ્તાનમાં રહેલા આતંકી જુથોએ ભારતીય સીમામાં ફાયરીંગ કર્યું હતું. આ સમયે ભારતીય સૈન્યએ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી પાકિસ્તાનમાં આતંકીઓની છાવણીઓને તહેસ નહેસ કરી નાખી છે.

Advertisement

ભારતીય સેનાએ શુક્રવારના રોજ કાશ્મીરનાં કુકવાડા સેકટરમાં એલઓસી નજીક આતંકવાદીઓના લોન્ચ પેડ અને અડ્ડાઓ ઉપર ભારે ગોળીબાર કર્યો હતો આ એજ જગ્યા છે કે જયાં ગત રવિવારનાં રોજ પેરા કમાન્ડો અને ઘુસણખોરો વચ્ચે અથડામણ થઈ હતી જે અથડામણમાં ભારતીય સૈન્યનાં ૫ પેરાકમાન્ડો શહિદ થયા હતા. ભારતીય સૈન્યએ પાકિસ્તાનના આ વિસ્તારમાં ટાર્ગેટેડ આર્ટીલરી ફાયર કર્યું હતું જેમાં ૧૦૫ એમએમ ફિલ્ડગન અને બોફર્સ હાઉઈટઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓના અડ્ડાઓને ભારે નુકસાન થયું હતું ત્યારે આ કાર્યવાહી બાદ પાકિસ્તાન તરફથી પણ ફાયરીંગ શરૂ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન સેનાએ કુકવાડામાં એલઓસી નજીક ભારતીય ગામોમાં રહેઠાણને નિશાન બનાવી ફાયરીંગ કર્યું હતું જેને લઈ ગામોમાં ભારે અફરા-તફરી સર્જાય હતી. પાકિસ્તાન તરફથી સીઝ ફાયર ઉલ્લંઘનની ઘટના ઘણા સમયથી વધી રહી છે જેમાં વર્ષ ૨૦૧૯માં ૩૪૭૯ વખત સીઝ ફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું તે વર્ષ ૨૦૦૩માં સીઝ ફાયર લાગુ થયા બાદ સૌથી વધુ વખત ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ વર્ષમાં અત્યાર સુધી ૧૨૦૦ વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે જેમાં જાન્યુઆરીથી માર્ચ વચ્ચે ૧૧૬૦ વખત જયારે ગયા વર્ષે આ સમય દરમિયાન પાકિસ્તાન દ્વારા ૬૮૫ વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. મોદી સરકાર દ્વારા કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે અને આ પગલું લીધા બાદ ઘણાખરા અંશે પાકિસ્તાનના પાક ઈરાદાઓ અને તેમના મનસુબાને પૂર્ણ ન કરવા મોદી સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.