Abtak Media Google News

નાગના ઘરે નાગ આવ્યો

પાકિસ્તાને જેહાદીઓ અને આઈએસના લોહીયાળ આતંકથી સતત દાઝતા રહેતા અફઘાનિસ્તાનના સ્થાનિક આઈએસ નેતાઓ કે જેમને અફઘાન ગુપ્તચર વિભાગના ઓપરેશન દરમિયાન આ મહિને જ દક્ષિણ અફઘાનિસ્તાનમાંથી પકડી લેવામાં આવ્યા હતા. તેના પ્રત્યાપર્ણ માટે પાકિસ્તાને ચોવટ ચલાવી છે.

પાકિસ્તાનના વોન્ટેડ અને પાકિસ્તાનમાં થયેલા આઈએસના હુમલા સાથે સંડોવાયેલા અસ્લમ ફારૂકીની પાકિસ્તાને માંગણી કરી છે. અફઘાન સરકારે ફાફકી કાબુલમાં શીખધર્મ સ્થળ પર થયેલા હુમલામાં ૨૫ ભકતોના મોતનો ગુનેગાર હોવાનો દાવો કર્યો છે આ હુમલા અંગે આઈએસઆઈએ જવાબદારી સ્વીકારી હતી અને આ હુમલો ભારતીય મૂળના અબ્દુલખાલીદ અલહિન્દીએ કાશ્મીરનાં હિમાલય પ્રદેશમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનાં બદલામાં કાબુલનાં ધર્મસ્થળને ઉંડાડી દીધાનો દાવો કર્યો હતો.

એકલો બૈદુકાદરી ગૂરૂદ્વારા ઘસી આવ્યો હતો. અને તેણે ભકતો પર ગ્રેનેડ અને ગોળીઓ વરસાવી દીધી હતી પાકિસ્તાનની આ માંગ સામે અફઘાનિસ્તાને હજુ સુધી કોઈ ત્વરીત પ્રતિસાદ આપ્યો નથી. ગૂરૂવારે પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું હતુ કે પાકિસ્તાનના અફઘાન રાજદૂત અતિફમશાલ એ આઈએસની આરાઝાનાની ઉતર અફઘાનિસ્તાનની ગતિવિધિઓની પાકિસ્તાનને ચિંતા સેવી છે.

અસ્લમ ફારૂક પાકિસ્તાન વિરોધી ગતિવિધિમાં સંડોવાયેલો છે. ફારૂકીનું સાચુ નામ અબ્દુલ્લા ઓરફઝાઈ છે. અને તે ગયા અઠવાડીયે આઈએસના અન્ય ૧૯ આતંકીઓ સાથે પકડાયો હોવાનું અફઘાનિસ્તાને જણાવ્યું હતુ.

અમેરિકા તાલીબાનો સાથે હાથ મિલાવી ચૂકયું છે. હજુ અમેરિકા અને તાલીબાનની મસલત ચાલી રહી છે. ત્યારે કાબુલમાં રાષ્ટ્રપતિ અશરફ ઘાની અને રાષ્ટ્રપતિની ચૂંટણીના તેમના હરીફ અબ્દુલ્લા અબ્દુલ્લા વચ્ચે તેમના મતભેદ ચાલી રહ્યા છે.

અફઘાનિસ્તાનને મળવા પાત્ર એકબિલીયન ડોલરની સહાય આ મતમતાંતરમાં ઘોંચમાં પડી છે. અફઘાનિસ્તાન પાડોશીઓ સાથે સતત મસલતમાં પરોવાયેલું છે. તાલીબાનોના આકાઓને જેલમાંથી છોડી દેવા મુદે હજુ અફઘાન મડાગાંઠ હજુ યથાવત રહી છે. અમેરિકા ના તો અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચવા તૈયાર થયા છે. તાલીબાન આતંકીઓ સામે કાર્યવાહી કરવાના વચનને પાળે તો ૧૪ જ મહિનામા અમેરિકા અને નાટો અફઘાનિસ્તાન છોડીદેવા તૈયાર છે. પાકિસ્તાને તેના દુશ્મન બની ગયેલા આઈએસના નેતા અને ગૂરૂદ્વારાના હુમલામાં સંડોવાયેલા નેતા અસ્લબ ફારૂકીને સોંપી દેવાની માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.