Abtak Media Google News

યુવાનોમાં રાષ્ટ્રવાદ નું આહવાન કરવા એશીયાટિક કોલેજ દ્વારા ભવ્ય રીતે ઉજવાયો “શહીદ દિન

૨૩ મી માર્ચ ને શહીદ દિવસ તરીકે મનાવવા માં આવે છે, આ દિવસે શહિદ ભગતસિંહ ને ફાંસી આપવા માં આવેલ હતી ને તેની યાદ માં આ દિવસ ને શહિદ દિવસ મનાવાય છે આ દિવસે ગોંડલ એશીયાટીક એન્જીનીયરીંગ કોલેજ ખાતે શહીદોને શ્રધ્ધાંજલી આપવા આપકે હવાલે વતન સાથીયો ના નામથી એક ભવ્યાતિભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામા આવ્યુ હતુ. ભારતભરમાં નિવૃત સૈનિકો માટે કાર્યરત સંસ્થા વેટરન્સ ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશનને સાથે
રાખી દેશમાં રાષ્ટ્રવાદનું નિર્માણ કરવા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં ખાસ રીતે શહીદો ને શ્રદ્ધાંજલિ આપવા માં આવી હતી. આ તકે આર્મી ના રિટાયર્ડ અધિકારી ઓ અને સૈનિકો હજાર રહ્યા હતા, આ તકે આર્મી ના રિટાયર્ડ મેજર જનરલ જી.ડી. બક્ષી સાહેબ ખાસ હાજર રહ્યા હતા અને શહીદો ને શ્રદ્ધાંજલિ આપી હતી અને અહીં ઉપસ્થિત વિદ્યાર્થી ઓ માં દેશ પ્રેમ અને શહીદો ની શહાદત ને સમજે તે માટે વિદ્યાર્થી ઓ ને સમજાવ્યું હતું. સાથે પુલવામાં હુમલા બાદ ભારત દ્વારા કરવા માં આવેલ એર સ્ટ્રાઈક ને યોગ્ય ગણાવી હતી, અને હવે ભારતીય સૈન્ય કોઈ પણ હુમલા નો જવાબ દેવા અને કોઈ પણ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે સક્ષમ છે તેમ જણાવેલ હતું.Img 20190325 Wa0001સાથે સાથે ગઈ કાલે સામ પિત્રોડા દ્વારા એર સ્ટ્રાઈક ઉપર કરવા માં આવેલ નિવેદન ને વખોડયું હતું, અને સૈન્ય હુમલા કરે દેશ ના દુશ્મનો નો ખાત્મો બોલાવે, તેમ માં મૃત દેહ ની ગણતરી ના કરે તેવુ અંતમાં જણાવ્યુ હતુ. કાર્યક્રમ વિશે વિશેષ વિગત આપતા એશીયાટીક એન્જીનીયરીંગ કોલેજ ના ચેરમેન ગોપાલભાઈ ભુવા એ જણાવ્યું હતું કે કાર્યક્રમ ના આયોજન પાછળનો ઉદ્દેશ્ય યુવાનોમાં અને નાગરિકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના પ્રબળ બને અને દેશ સમક્ષ જે પડકારો ઉપસ્થિત થયા છે ત્યારે દેશ માટે પોતાની શક્તિ મુજબ સહયોગ માટે લોકો આગળ આવે અને દેશની રક્ષા કરી રહેલા સૈનિકોને હરસંભવ મદદ મળી રહે તે માટે આ કાર્યક્રમ નું આયોજન કરવામા આવ્યું હતુ.

દરેક રાષ્ટ્રભક્ત લોકો આ કાર્યક્રમમાં આવી ને દેશની લાગણી સાથે જોડાઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રાસંલા ખાતેના ધર્મબંધુજી ખાસ ઉપસ્થીત રહ્યા હતા. વેટરન્સ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.કે. મિશ્રા ,નેશનલ સેક્રેટરી કર્નલ ગોપાલસિંગ , નેશનલ વાઈજ પ્રેસિડન્ટ ડો. એમ. બી. ચૌહાણ અને સ્ટેટ પ્રેસિડેન્ટ મનોજ ત્રિપાઠીની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.

કાર્યક્રમને ચાર ચાંદ લગાવવા માટે ગુજરાતના જાહેર જીવનના અગ્રણીઓ એવા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, સુદર્શન આશ્રમના માતાજી શુભાત્માનંદ સરસ્વતી, ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા સહિત ના મહાનુભાવો આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમ આયોજનમાં સંયોજક તરીકે ગોપાલભાઈ ભુવા, અશોકભાઈ પીપળીયા, અલ્પેશભાઈ ઢોલરીયા, રીનાબેન ભોજાણી, હાર્દિકભાઈ ભુવા, દિપાલીબેન વિરડીયા, હિરેનભાઈ ભાલોડીયા અને સુનીલભાઈ બરોચિયા જહેમત ઉઠાવી હતી. જયારે કાર્યક્રમના આયોજન માં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-ગોંડલ, એશિયાટીક એંજિનિયરિંગ કોલેજ, વિશ્વમિત્ર શાળા વિકાસ સંકુલ-ગોંડલ, વશિષ્ઠ શાળા વિકાસ સંકુલ-જેતપુર, ગોંડલ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ નો સહયોગ પ્રાપ્ત થઈ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.