Abtak Media Google News

વિશ્ર્વભરમાં અત્યારે કોરોના વાયરસના ઉપદ્રવ સામે અસરકારક ઈલાજ માટે કોવિડ-૧૯ વાયરસના મારણનો ઈલાજ શોધવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ત્યારે મુંબઈની એક કંપનીએ એન્ટી રેટ્રો વાયરસ દવાના નિર્માણ અને પરિક્ષણની મંજૂરી માટેની પ્રક્રિયા શરૂ  કરતા કોવીડ-૧૯ના અસરકારક ઉપચાર માટે આશાના સંચાર થવા પામ્યા છે.મુંબઈની ગ્લેનમાર્ક ભારતની એવી પ્રથમ કંપની બની છે કે જેણે વાયરસ સામે અસરકારક દવા બની શકે તેવી એન્ટી રેટ્રો વાયરસ દવા બનાવવાનો દાર્યો કર્યો હતો. આ દવા વાયરસના ઈલાજ માટે પુરી ક્ષમતા ધરાવે છે.

Advertisement

ગ્લેનમાર્ક કેવી પાયરેવીલ નામની એન્ટી રેટ્રો વાયરસ દવા બનાવી છે જે વૈશ્ર્વિક સ્તરે વાયરસના સંક્રમણ સામે અસરકારક બની શકે તેમ છે. કંપનીએ દેશમાં તેના વપરાશ અને પરિક્ષણ માટેની મંજૂરી માંગી છે. ફેવીપાયરેવીલ ફલુના વાયરસ સામે અસરકારક પરિણામ આપે છે. આ દવા જાપાન અને ચીનમાં ઓસલટ્રેને વીલ રજીસ્ટ્રેશન તરીકે અગાઉ એન્ટી ગેલેરિયા દવા તરીકે હાઈટ્રોકસીકલોફોકવીન  અથવા રેટ્રો વાયરસ, એન્ટી વાયરલ, ફેવીપાયરેવીલ, હમડેસવીલ અને લોપીનેવીલના રૂ પમાં

  • કોવિડ-૧૯ની સારવાર માટે મોટા પ્રમાણમાં વાપરવામાં આવી રહી છે.

જાપાનીઝ કંપની ઉઝીફિલી, ફેવીયારેવીલને એવીઝન બ્રાન્ડના નામે વેચે છે જે ૨૦૧૪માં ફલુ અને અન્ય વાયરલ રોગચાળા માટે ઉપયોગમાં લેવાઈ રહી છે. આ દવાઓ અન્ય ઈલાજ માટે અસરકારક નથી બનતી અગાઉ આ દવા ઈબોલા વાયરસ સામે વાપરવામાં આવતી હતી જે હવે ગયા વર્ષ જ ઓફપેર્ટન જાહેર કરવામાં આવી હતી. આ દવાના નવા વર્જનનું જેનેરિકવર્જન તરીકે વિશ્ર્વમાં બનાવવાની શક્યતા ગણવામાં આવી હતી.

ગ્લેનમાર્કનો સંપર્ક કરતા કંપનીએ એ વાતની પુષ્ટી આપી હતી કે, ઔષધ નિયમન મહાનિર્દેશક ભારત સરકારને ફેવીપાયરેવીલના વેંચાણ માટેની મંજુરીની અરજી કરી છે. ગ્લેનમાર્કે પોતાની કંપનીની લેબોરેટરીમાં બનાવેલી ફેવીપાયરેવીલ દેશમાં અનેક કંપનીઓ અત્યારે કોવિડ-૧૯ના ઈલાજ માટે દવા બનાવવા પ્રયોગ કરે છે. તેની સામે પડકારરૂ પ બની ગઈ છે. કંપનીએ ફેવીપાયરેવીલ દવાના પરિક્ષણની માંગેલી મંજૂરી જો સ્વીકારવામાં આવશે તો કંપની પ્રથમ તબક્કામાં ૬૦ થી ૧૦૦ દર્દીઓને આ દવાનો ડોઝ આપી દવા બજારમાં મુકવાની તૈયારી કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.