Abtak Media Google News

માવઠાને કારણે ખેડુતોને નુકશાનીનો સામનો ન કરવો પડે તે માટે

ભારતીય કિશાન સંઘના સભ્યો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં માવઠાની અસરને હિસાબે સૌરાષ્ટ્રના ખેડુતોને ઘણી બધી નુકશાનીનો સામનો કરવો પડે છે.‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા લક્ષમણભાઇ શીંગાળાએ જણાવ્યું હતું કે, જયારે પણ વરસાદ પડે છે ત્યારે ઘણી બધી માકેટીંગ યાર્ડની અંદર ખેડુતોના તૈયાર માલ પલડીને બગડી જાય છે અને તે થતી નુકશાનીનો ભોગ ખેડુતો બને છે.

માકેટીંગ યાર્ડમાં ખેડુતોના વાહનને ગેટ પાસ બનીયા પછી ખેડુતોના માલની સંપૂર્ણ જવાબદારી કમિશન એજન્ટ અથવા માકેટીંગ યાર્ડએ લેવી જોઇ અને ખેડુતોનો માલ બગડે તો તેનું વળતર આપવાની જવાબદારી કમીશન એજન્ટ અથવા માકેટીંગ યાર્ડએ ભોગવવી પડે.માકેટીંગ યાર્ડએ વધુમાં વધુ શેડોની વ્યવસ્થા કરવી જોઇએ અને તે કાર્યમાં સરકારે તેની મદદ કરવી જોઇએ. તેમજ કમિશન એજન્ટો પાસે પોતાની દુકાનમાં ઉતરેલ માલ ઢાંકવા માટે કાગળની વ્યવસ્થા હોવી જોઇએ.

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે તેવું પૂર્વ જીલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા, ભરતભાઇ પીપળીયા, દિનેશભાઇ વોરા, મનીશભાઇ માયાણી, રતીભાઇ ઠુંમર, લક્ષ્મણભાઇ શીંગાળા, વિઠલભાઇ બાલધા, અશોકભાઇ મોલીયા, ભુપતભાઇ કાકડીયા, માધુભાઇ પાંભર રમેશભાઇ જેતાણી, બચુભાઇ ની ઉપસ્થિતિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.