Abtak Media Google News

ભારત બેન્ચ સ્ટ્રેન્થ મજબુત કરી મેદાને જંગમાં ઉતરશે: વિશ્વકપ માં ભારતનો પ્રથમ મેચ 23 ઓક્ટોબરના પાકિસ્તાન સામે

આગામી ઓક્ટોબર માસથી ટી20 વિશ્વ કપ નું આયોજન ઓસ્ટ્રેલિયા ખાતે થયું છે ત્યારે ભારતીય ટીમની જાહેરાત બીસીસીઆઈ દ્વારા પણ કરવામાં આવી છે જેમાં ઇજાગ્રસ્ત બુમરા અને હર્ષલ પટેલને ટીમમાં સ્થાન મળ્યું છે. એશિયા કપમાં ખરાબ પ્રદર્શન થતા ભારતીય ટીમ પોતાની બેંચ સ્ટ્રેંથને વધુ મજબૂત બનાવવા માટે કમર કસી રહ્યું છે અને પોતાના જે ફાસ્ટ બોલરો છે તેનો પણ યોગ્ય રીતે ઉપયોગ કઈ રીતે કરી શકાય તે માટેની ચર્ચા અને વિચારણા અને ગેમ પ્લાન પણ બનાવવામાં આવ્યો છે.

એશિયા કપની ટીમમાં સામેલ લેગ સ્પિનર રવિ બિશ્નોઈ અને ફાસ્ટ બોલર અવેશ ખાનને બુમરાહ અને હર્ષલ પટેલ માટે જગ્યા કરવી પડી હતી. સામે શ્રેયસ ઐયરને પણ બોરડે સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે રાખ્યો છે. ભારતની જો કોઈ તાકાત હોય તો તે તેની બેટિંગ છે. તંતુ છેલ્લા ઘણા સમયથી ઓપનિંગ પેર દ્વારા જે આક્રમક રમત રમાવવામાં આવી જોઈએ તે રમાય નથી ત્યારે ટી 20 વિશ્વ કપમાં ભારતીય ટીમ માટે આ મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે ઓપનિંગમાં રોહિત અને કેર રાહુલ બાદ વિરાટ કોહલી પછીનો જે મિડલ ઓર્ડર બેટિંગ ક્રમ છે તેના ઉપર ટીમે મદાર રાખવો પડશે એટલુંજ નહીં, લોડરના ખેલાડીઓએ પણ પોતાનું આગવું પ્રદર્શન કરવું પડશે.

રવિ બિશ્નોય ને વર્લ્ડ કપમાં સ્થાન મળ્યું નથી સાથોસાથ આવેશ ખાનને પણ વિશ્વ કપ ની ટીમમાં જગ્યા મળી નથી. વિકેટકીપર ની વાત કરવામાં આવે તો રિષભ પંથ ની સાથોસાથ દિનેશ કાર્તિકને પણ વિકેટકીપર બેટમેન્ટ તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે જેથી એ વાત સ્પષ્ટ છે કે ભારતીય ટીમ પોતાના મેડલ ઓર્ડરને વધુ મજબૂત બનાવવા માંગે છે અને સામે બોલરોમાં બુમરાહ અને હર્ષલ પટેલ આવતાની સાથે જ બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ વધુ મજબૂત બન્યો છે.

ટી20 વિશ્વકપ માટેની ભારતીય ટીમ

રોહિત શર્મા , કે. એલ. રાહુલ , વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિપક હૂડા, રિષભ પંત , દિનેશ કાર્તિક , હાર્દિક પંડયા, રવીચન્દ્ર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ,  ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદિપ સિંઘ. જ્યારે સ્ટેન્ડબાય તરીકે મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ અને દિપક ચાહર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.