Abtak Media Google News

એશિયા-પેસેફિક ક્ષેત્ર કેટેગરીમાં ભારતને ૧૮૮ વોટ મળ્યા: કાર્યકાળ ૧ જાન્યુ.૨૦૧૯ થી  શરૂ થશે

ભારતે સંયુકત રાષ્ટ્રની સર્વોચ્ચ માનવાધિકાર શૃંખલામાં સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરીષદની ચુંટણીમાં ભારતે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. તેનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. ૧ જાન્યુ.૨૦૧૯થી શરૂ થશે. એશિયા પેસેફિક ક્ષેત્ર કેટેગરીમાં ભારતને ૧૮૮ વોટ મળ્યા છે જે બધા કેન્ડીડેટસમાં સૌથી વધારે છે. ૧૯૩ સદસ્યોની યુએન જનરલ એસેમ્બલીએ નવ સભ્યો માટે ચુંટણી કરી હતી.

ગુપ્ત ચુંટણી દ્વારા ૧૮ નવા સભ્યો પૂર્ણ બહુમતીથી જીત્યા છે. કોઈપણ દેશને યુએનએમઆરસીના સભ્ય બનવા માટે ઓછામાં ઓછા ૯૭ વોટની જરૂર હોય છે. ભારતે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં પોતાની જગ્યા બનાવી છે તો બીજી તરફ આ કેટેગરીમાં ભારત ઉપરાંત બેહરીન, બાંગ્લાદેશ, ફિજી અને ફિલીપીન્સ પણ ચુંટણીમાં પોતાનો હાથ અજમાવી રહ્યા હતા. વોટિંગમાં આ પાંચ દેશોમાં ભારતને સૌથી વધારે ૧૮૮ વોટ મળ્યા. જોકે પાંચ સીટો માટે પાંચ દેશ ચુંટણી લડી રહ્યા હતા. તેવામાં ભારતની ચુંટણીમાં જીત નિશ્ચીત હતી.

યુએનમાં ભારતનાં રાજદુત અને સ્પાઈ પ્રતિનિધિ સૈયદ અકબરુદીને જણાવ્યું કે, ભારતની જીત આંતરરાષ્ટ્રીય સમુદાયમાં તેની સ્વીકાર્યતાને પ્રદશિત કરે છે. ચુંટણીમાં ભારતની જીત બાદ તેમણે ટવીટ કર્યું એક સારા ઉદેશ્ય માટે વોટીંગ, યુએનમાં અમારા બધા સાથિયોના સમર્થન માટે ધન્યવાદ ભારતે માનવાધિકાર પરીષદની સીટ બધા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સૌથી વધારે વોટ મેળવીને જીતી છે.

જીનીવામાં આવેલ યુએનએચઆરસીમાં આ અગાઉ ૨૦૧૧-૨૦૧૪ અને ૨૦૧૪-૨૦૧૭ માટે ભારત નિર્વાચિત થયા હતા. ભારતનો પાછળનો કાર્યકાળ ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ પુરો થયો હતો. નિયમ અનુસાર લગાતાર બે કાર્યકાળ બાદ કોઈપણ દેશ તુરંત ત્રીજીવાર ચુંટણી ન લડી શકે.

માર્ચ ૨૦૦૬માં સ્થાપિત થયેલ યુએનએચઆરસીમાં કુલ ૪૭ દેશો સામેલ છે. ભૌગોલિક સ્થિત જોતા આફ્રિકન સ્ટેટસમાં ૧૩ સભ્યો, એશિયા પેસિફિકમાં ૧૩ સભ્યો, એશિયા પેસિફિકમાં ૧૩ સભ્યો, ઈસ્ટર્ન યુરોપિયન સ્ટેટસમાં ૬ સભ્યો લેટિન અમેરિકન અને કેરોબિયન સ્ટેટસમાં સભ્યો જયારે વેસ્ટર્ન યુરોપિયન અને અન્ય સ્ટેટસ માટે ૭ સીટ નકકી કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.