Abtak Media Google News

રાકેશ વિજેન્દ્રરસિંહને રોલ મોડલ માની તેની જેમ પ્રોફેશનલ બોસર બનવા માંગે છે

બોકસીંગ ના ધુરંધર કહેવાતા વિજેન્દ્રરસિંહને અનુસરીને આજે કેટલાક લોકો પ્રોફેશનલ બોકસીંગમાં કારકીર્દી બનાવવા માટેની દોટ મુકે છે. ત્યારે ભીવાની ખાતે વિજેન્દ્રરના ઘર નજીક જ વધુ એક રાઇઝીંગ સ્ટાર પ્રોફેશનલ બોકસ રાજેશકુમાર રહે છે.

રાજેશને કસાના ગામમાં લુકા નામથી ઓળખવામાં આવે છે. જે જે પ્રોફેશનલ બોકસીંગમાં નંબર વનના સ્થાને પહોચ્યા હતા. ઘર ખર્ચમાં મુશ્કેલીથી બે છેડા ભેગા કરે છે. હાલ તીને આવકનો શ્રોત માત્ર ચાની સ્ટોલ છે. રાજેશ રોજ પ વાગ્યે સવારે ઉઠીને ૧ વાગ્યા સુધી ચા વહેચે છે ૧ વાગ્યા બાદ તેનો ભાઇ સ્ટોલ સંભાળે છે આરામ કર્યા બાદ તે સાંજના ૬ વાગ્યા સુધી બોકસીંગની પ્રેકટીસ કરે છે. રાજેશે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું ૧૦ રૂપિયાની ચા અને પરચુરણ સામાન વહેંચી ગુજરાન ચલાવું છું. જો કે તેની આર્થિક પરિસ્થિતિ અને શેડયુલની અસર બોકસીંગ ઉપર પડતી નથી. કારણ કે બોકસીંગ તેના પિતાનું સપનું છે. રાકેશ ૧૦ મેચમાંથી ૯ માં જીત મેળવેલ છે. તે વર્લ્ડ બોકસીંગની કેટેગરીમાં નં.૧ નું સ્થાન પણ ધરાવે છે. પરંતુ બોકસીંગ રીંગની બહાર તેનું જીવન ખુબ જ સંઘર્ષભર્યુ રહે છે. જયારે રાજેશ સ્કુલમાં હતાે ત્યારે કેન્સરને કારણે તેના પિતાનું મૃત્યુ થયું હતું.

રાજેશને રોયલ સ્પોર્ટસ પ્રોમોશનમાંથી સ્પોર્ટ મળ્યો હતો. એક વખત હું વિજેન્દર સિંહને મળવા માટે ગયો પરંતુ તે કોઇ ટુર્નામેન્ટમાં વ્યસ્ત હતા જયારે વિજેન્દ્રરે ૨૦૧૬ માં પ્રોફેશ્નલ બોકસીંગનું છઠ્ઠી ટાઇટલ જીત્યું ત્યારે રાકેશ દિવસની ૬ મેચ રમતો હતો. હવે રાજેશ વિજેન્દરને મળીને વિજેન્દર ઘણા બધાં બોકસરોની પ્રેરણા છે હું પણ તેમની જેમ બનવા માંગું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.