Abtak Media Google News

4 વખતની વિજેતા ટીમ દક્ષિણ કોરિયાને મ્હાત આપી

જૂનિયર મહિલા હોકી ટીમે એશિયા કપ 2023 જીત્યો, ભારતીય ટીમે સાઉથ કોરિયાને 2-1થી હરાવીને ફાઈનલ મેચમાં ભારતીય ટીમે સાઉથ કોરિયાને 2-1થી હરાવ્યું હતું. આખી ટુર્નામેન્ટમાં ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમ એકપણ મેચ હારી ન હતી. ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમે આજે ભારતનું ગૌરવ વધાર્યું છે. જૂનિયર મહિલા હોકી એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે સાઉથ કોરિયાને 2-1થી હરાવ્યું હતું. આખી ટુર્નામેન્ટમાં ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમ એકપણ મેચ હારી ન હતી. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટનો ખિતાબ પહેલીવાર જીત્યો છે. હાલમાં જ ભારતીય જૂનિયર પુરુષ હોકી ટીમ એશિયા કપ જીતી હતી. આજ વર્ષે ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમે એશિયા કપ જીતીને ઈતિહાસ રચ્યો છે.

ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમે આ વર્ષ એશિયા કપમાં ધમાલ મચાવી હતી. આખી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે કુલ 40 ગોલ કર્યા છે, જ્યારે વિરોધી ટીમને માત્ર 4 ગોલ કરવા દીધા છે. ભારતીય જૂનિયર પુરુષ હોકી ટીમ હાલમાં જ પાકિસ્તાનને હરાવીને એશિયા કપ જીતી હતી. ભારત અને સાઉથ કોરિયા વચ્ચે રમાયેલી આ ફાઈનલ મેચની પહેલી 20 મિનિટમાં એક પણ ગોલ થયો ના હતો. 22મી મિનિટમાં અન્નૂ એ પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કરીને ભારતને 1-0થી લીડ અપાવી હતી. તેના 3 મિનિટ બાદ કોરિયાને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. તેના પર કોરિયાની પ્લેયરે ગોલ કરીને 1-1થી સ્કોર બરાબર કર્યો હતો. 40 મિનિટ સુધી સ્કોર બરાબર રહ્યો હતો.

41મી મિનિટે ભારતીય ટીમને કોર્નર મળ્યો હતો. તેના પર ભારતીય પ્લેયર નીલમે ગોલ કરીને 2-1થી લીડ અપાવી હતી. જણાવી દઈએ કે જાપાનમાં 3થી 11 જૂન વચ્ચે 10 ટીમો વચ્ચે આ હોકી એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા જૂનિયર એશિયા કપની આ ટુર્નામેન્ટની આ 8મી સિઝન હતી. આ ટુર્નામેન્ટને જીતનાર ભારત ત્રીજો દેશ બન્યું છે. સાઉથ કોરિયાની ટીમ સૌથી વધુ 4 વાર આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. જ્યારે ચીન 3 વાર ફાઈનલ મેચમાં જીત્યું છે. વર્ષ 2021માં કોરોનાને કારણે આ ટુર્નામેન્ટ યોજાઈ શકી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.