Abtak Media Google News

અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી

ગુજરાતની એકમાત્ર નિરમાને ભારતની ટીમમાં ગૌરવવંતુ સ્થાન: ઓલમ્પીકમાં દેશને મેડલ અપાવવાનું સ્વપ્નુ

સાબરકાંઠાના વડાલીના રહેડા ગામની નિરમા ઠાકોરનું ઓગસ્ટ માસમાં યુકેમાં યોજાનાર બ્લાઈન્ડ ફૂટબોલ પ્રતિયોગીતામાં ભારતની ટીમ વતી પસંદગી થતા પરિવાર સહિત સમગ્ર સાબરકાંઠામાં ખુશી સાથે ગૌરવની લાગણી ફેલાઈ છે એક તરફ દિવ્યાંગ હોવાની સાથોસાથ સામાન્ય પરિવાર અને પિતાની છત્ર છાયા ગુમાવીને પણ મનની મક્કમતા એ આજે ભારતની ટીમ વતી પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે દિવ્યાંગ દીકરી નિરમા ઠાકોરે અભ્યાસની સાથો સાથ હવે રમત જગતમાં પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે

જોકે એક તરફ બાળપણમાં પિતાનો સહારો ગુમાવ્યા બાદ આર્થિક સ્થિતિ નબળી હોવાના પગલે દિવસ રાત મજૂરીની સાથોસાથ તેમની માતા અને અન્ય સભ્યો દ્વારા સતત પ્રોત્સાહન અપાયાના પગલે નિરમા ઠાકોર ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા બાદ અમદાવાદ ખાતે વિશેષ સિદ્ધિઓ મેળવી છે જોકે બાળપણથી જ રમત જગતમાં પણ પદમ્ય ઈચ્છા શક્તિના પગલે અમદાવાદ અંધજન મંડળ થકી કિરણ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય ફૂટબોલ ટીમમાં ગુજરાતને મેડલ અપાવવામાં દિવ્યાંગ દીકરીનો વિશેષ ફાળો હતો જેના પગલે ભારતની ટીમમાં એકમાત્ર ગુજરાતી તરીકે પસંદગી પામી છે

નિરમાની માતા  લખુબેન ઠાકોર જણાવે છે કે નિરમાને માત્ર દોઢ વર્ષ પહેલા જ ફૂટબોલની રમત રમવાની શરૂઆત કરી વધુ  ઈચ્છા થતા તેમને અમદાવાદ ખાતે ફૂટબોલની પ્રેક્ટિસ શરૂ કરી હતી જોકે અંધજન મંડળ દ્વારા વિશેષ સહયોગ પ્રાપ્ત થતા નિર્મા ઠાકોરને કેરળ ખાતે ગુજરાત વતી ફૂટબોલની ટીમમાં સ્થાન મળતા સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત માટે ગૌરવ અપાવવામાં સફળ બન્યા હતા કેરલા ખાતે યોજાયેલી આ ચેમ્પિયન ટ્રોફીમાં ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો બીજીવાર યોજાયેલી સ્પર્ધામાં ગુજરાતને બીજા નંબરે રાખવામાં નિરમા ઠાકોરનું સ્થાન મહત્વનું રહ્યું દિકરી નેત્રહિન હોવાનું જે દુ:ખ હતું તે આજે ગૌરવ બન્યું છે કે મારી દિકરી અસામાન્ય સિધ્ધિ હાંસલ કરી દેખાડી છે ત્યારે નિરમા ઠાકોર આ મામલે ઓલમ્પિક પ્રતિયોગિતામાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવાની અદમ્ય ઈચ્છા જણાવી રહ્યા છે  નિરમા ઠાકોર જણાવે છે કે પોતાની સિદ્ધિને સ્થાનિકો પણ વધાવી રહ્યા છે

પિતા બે વર્ષ અગાઉ અવસાન પામ્યા છે તેમને આ ગૌરવપૂર્ણ ક્ષણોમાં સાથે નથી તેનું ખુબ દુ:ખ છે આ ફુટબોલ ટુર્નામેંટમાં આઈ પેચ પહેરવા તેમજ ચહેરાની સુરક્ષા માટે ગોલ ફિક્સ પહેરાવામાં આવે છે જેના કારણે ચહેરો સુરક્ષીત રહી શકે છે આ ફૂટબોલ અવાજ વાળો હોવાથી અવાજની દિશા પ્રમાણે રમે છે જોકે તદ્દન સામાન્ય પરિવાર સહિત દિવ્યાંગ હોવાની સાથો સાથ ઘર પરિવારની જવાબદારી અને છેવાડાનું ગામડું હોવા છતાં માનસિક મજબૂત મનોબળ હોવાના પગલે નિરમા ઠાકોર આજે રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ સિધ્ધિ હાંસલ કરી રહી છે ત્યારે આગામી સમયમાં પેરા ઓલમ્પિકમાં દેશ માટે ગૌરવ વૃક્ષ બને તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.