Abtak Media Google News

સ્થાનક વાસી જૈન ઉપાશ્રયના સંવિધાનમાં તમામ ર7 સંઘોના સમાવેશનો નિયમ બદલાવાની પેરવી સામે વિરોધ

સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં આવેલ પૌરાણિક સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં તમામ ર8 પંથો માટે આવાસ, ચતુર્માસ, પૂજાની વ્યવસ્થા છે તેમાં બદલાવ કરી એક જ સંઘને આવવાની પરવાનગી આપવામાં તજવીજ સામે વિરોધ ઉભો થયો છે. અને સંવિધાન વિરૂઘ્ધ કબ્જો જમાવેલ કારોબારી સભ્યો હટાવવાની માંગ સાથે આજે સવારથી જ સમાજના આગેવાનોએ આ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવર નગર ખાતે આવેલા સ્થાનકવાસી જૈન ઉપાશ્રય બહાર આજે વહેલી સવારથી જૈન સમાજના અગ્રણીઓ અને આગેવાનો દ્વારા આમરણ ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે મોટાભાગના અગ્રણીઓ આ ઉપવાસમાં જોડાયા છે  સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી જૂના ગણાતા સંઘ પૈકીનો એક સંઘ સ્થાનકવાસી જૈન સંઘ જોરાવ નગરનો છે ત્યારે જોરાવ નગર ખાતે આવેલા આ સંઘ ખાતે 27 જેટલા જૈન સમાજના અને પંથકના લોકો ઉપાશ્રયમાં આવી શકે તેવી વ્યવસ્થા વર્ષોથી છે.

જોરાવનગર ખાતે આવેલા જૈન સંઘ દ્વારા આ વ્યવસ્થા બાકાત કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા અને એક જ સંઘ જોરાવ નગર ખાતે આવેલા સ્થાનકવાસી જૈન સંઘમાં આવી શકે તેવી અટકળો વહેતી થતા આ મુદ્દે જૈન સમાજના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા આ મુદ્દે તપાસ કરવામાં આવતા આ બાબતે હિલચાલ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું ત્યારે આજથી બિનસાંપ્રદાયિકતા ટકાવી રાખવાના મુદ્દે જૈન સમાજના આગેવાનો અને સમાજના અગ્રણીઓ મહિલાઓ દ્વારા જે ઉપાશ્રય બહાર જ ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે.

ખાસ કરીને હાલની પરિસ્થિતિ મુજબ જે જોરાવ નગર ખાતે આવેલો જૈન સમાજનો સંઘ છે ત્યાં અલગ અલગ 27 જેટલા જૈન સંઘના સાધ્વીઓ તેમજ ધર્મગુરુઓ આવી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે પરંતુ આ હટાવી અને માત્ર એક જ સંઘના લોકો જે જોરાવ નગર ખાતે આવેલો ઉપાશ્રય છે અને જૈન સંઘ છે ત્યાં આવી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરવા અંગે ટ્રસ્ટીઓ મક્કમ હોવાનું જૈન સમાજના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે આ મુદ્દે જોરાવનગર સમસ્ત જૈન સમાજમાં રોષ છે ત્યારે આજથી જે ઉપાશ્રય છે તેની બહાર જ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યા છે.

સમાજના આગેવાનો અગ્રણીઓ સહિતના લોકો પણ જોડાયા છે ખાસ કરીને જે મહિલાઓ છે જૈન સમાજની મહિલાઓ છે તેમના દ્વારા પણ માંગણી કરવામાં આવી છે કે જે પૂર્વજો દ્વારા આપવામાં આવેલી પરંપરા છે તે ટકી રહેવી જોઈએ અને જે 27 જૈન સમાજના સંઘો છે તેમના તમામ લોકો આ ઉપાશ્રયમાં આવી શકે અને ચોમાસું ગાળી શકે અને જે કાયમી ધાર્મિક કામો છે તે ઉપાશ્રયમાં કરી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ પરંતુ ટ્રસ્ટીઓ આવું કરવા દેવા તૈયાર નથી એક હથ્થું શાસન આપવા તૈયાર ટ્રસ્ટીઓ હોય ત્યારે તેની સામે જૈન સમાજ વિરોધ વ્યક્ત કરે છે.

શાંતિ પૂર્વક આમરણાંત ઉપવાસ આંદોલન – ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

આજે વહેલી સવારથી સુરેન્દ્રનગરના જોરાવ નગર ખાતે આવેલા ઉપાશ્રયની બહાર જૈન સમાજના આગેવાનો મહિલાઓ તેમજ અનુયાયો દ્વારા આમરણ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે બિનસાંપ્રદાયિકતા ટકાવી રાખવાના મુદ્દે આ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો આ ઉપવાસ આંદોલનમાં જોડાયા છે અને બિનસાંપ્રદાયિકતા ટકાવી રાખવાની માંગણી કરવામાં આવી રહી છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અથવા જે ઉપાશ્રયમાં આવતા ટ્રસ્ટીઓ છે તેમની સાથે પણ કોઈ બોલાચાલીની ઘટના અથવા ઉગ્ર વાતાવરણ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સંઘના સંવિધાન વિરૂદ્ધ કબજો જમાવી બેઠેલા 12 કારોબારી સભ્યોને હટાવવાની માંગ

સુરેન્દ્રનગરના જોરાવર નગર ખાતે આવેલા ઉપાશ્રય ના ટ્રસ્ટીઓ સામે જૈન સમાજના આગેવાનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે ખાસ કરીને જે આ ટ્રસ્ટીઓ છે તે બિન સાંપ્રદાયિકતા હટાવવા માંગે છે અને એક જે જૈન સમાજનો સંઘ છે તેને આ ઉપાશ્રય સોંપી દેવા અંગેનો તખતો ઘડવામાં આવતા હોવાનું જૈન સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે સંઘ સંવિધાન વિરુદ્ધ કબજો જમાવી બેઠેલા જે 12 કારોબારી ટ્રસ્ટીઓ છે તેમને હટાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને આ મુદ્દે ઉપવાસ આંદોલન પણ શરૂ કરવામાં આવ્યું છે ઉલ્લેખ છે કે મોટી સંખ્યામાં જૈન સમાજની મહિલાઓ અને જૈન સમાજના આગેવાનો આ મુદ્દે ઉપવાસ આંદોલનમાં જોડાયા છે.

40 વર્ષ બાદ ફરી આ મુદ્દે જૈન સમાજના અગ્રણીઓએ ઉપવાસ પર ઉતરવું પડ્યું

સુરેન્દ્રનગર જિલ્લાભરમાં આવેલા સૌથી જૂના જૈન સંઘો પૈકીનું એક સંઘ જોરવ નગરનું છે ત્યારે સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા તેમનો ઉપાશ્રય આવેલો છે ત્યાં 27 જૈન સમાજના સંઘો આવી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આવું કરવા દેવા માટે ટ્રસ્ટીઓ મક્કમ ન હોય અને એક જ પંથને આ સમગ્ર જૈન ઉપાશ્રય છે તે સોંપી દેવા અંગેની રણનીતિ ઘડાતી હોય તેવું જૈન સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે 40 વર્ષ પહેલાં પણ આવા પ્રકારનો એક કિસ્સો બન્યો હતો અને તે સમયે પણ જૈન સમાજના આગેવાનો દ્વારા ઉપવાસ આંદોલન કર્યા ને 27 જૈન પંથો આવી શકે તે વ્યવસ્થા શરૂ રખાવવામાં આવી હતી ત્યારે 40 વર્ષ પછી પણ હજુ આ મુદ્દો યથાવત છે ત્યારે આજથી ફરી એક વખત જૈન સમાજ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યા છે.

સંઘ બિનસાંપ્રદાય રહે તેવો હેતુ – આમરણાંત ઉપવાસ

12 માર્ચે યોજવામાં આવેલી જનરલ બોર્ડની બેઠક હતી તેમાં ટ્રસ્ટીઓ દ્વારા એક નુસખો ઘડી અને એક જ સંપ્રદાયને આ સમગ્ર જૈન ઉપાશ્રય આપી દેવા અંગેની વિચારણા કરવામાં આવી હતી જો કે આ મુદ્દે સમાજના લોકોમાં રોષ હતો ટ્રસ્ટીઓ તૈયાર હતા પરંતુ સમાજના લોકોએ આવું કરવાની ના પાડી હતી તે છતાં પણ ટ્રસ્ટીઓ આ મામલે હજુ મૌન સેવી રહ્યા છે કોઈ પ્રતિ ઉત્તર આપી રહ્યા નથી ત્યારે સમાજની બિનસાંપ્રદાયિકતા છે તે ટકવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.