Abtak Media Google News

સાપ્તાહિક મહાનામા એકસપ્રેસી શ્રધ્ધાળુઓ રાજી-રાજી અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, વાંકાનેર સહિતના નગરોને આવરી લેશે

ત્રણ જ્યોર્તિલીંગને સાંકળતી ટ્રેન શરૂ

દુરંતો એકસપ્રેસની ભેટ આપી સૌરાષ્ટ્રવાસીઓને રાજી-રાજી કરી દેનાર રેલવે તંત્રએ હવે સોમના, મહાકાલેશ્વર અને ઓમકારેશ્ર્વરને જોડતી ઈન્દોર-વેરાવળ ટ્રેનનો આજી પ્રારંભ કર્યો છે. આજી ઈન્દોર અને વેરાવળ વચ્ચે સાપ્તાહિક ટ્રેન શરૂ થઈ છે. ઈન્દોરી નીકળેલી ટ્રેન અમદાવાદ ખાતે બુધવારે પહોંચશે ત્યારબાદ ટ્રેન વેરાવળ ખાતે રવાના શે.

જયારે વેરાવળી આ ટ્રેન ગુરૂવારે પરત નીકળશે અને શુક્રવારે ઈન્દોર પહોંચશે. ટ્રેનને લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન લીલીઝંડી આપશે. ઈન્દોર-વેરાવળની મહાનામા એકસપ્રેસ દર મંગળવારે રાત્રે ૧૦:૨૫ વાગ્યે ઈન્દોરી ઉપડશે બીજે દિવસે સવારે ૮:૨૫ કલાકે અમદાવાદ પહોંચશે. રાજકોટ ખાતે અંદાજે ૧:૫૨ કલાકે પહોંચશે જયારે વેરાવળ ખાતે ટ્રેન ૬:૦૫ વાગ્યે પહોંચશે.

મહાનામા એકસપ્રેસ ગોધરા, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, વાંકાનેર, ઉજ્જૈન અને રતલામ સહિતના સ્ટેશનોએ થોભશે. ટ્રેનમાં ૧૬ કોચ રહેશે. જેમાં ૭ સ્લીપર, ૨ થ્રી-ટાયર એસી જયારે ૧ ટુ-ટાવર એસી કોચ તેમજ ૪ જનરલ ડબ્બા રહેશે. ૨ કોચ સામાન માટે ફાળવવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજકોટી ઈન્દોર વચ્ચે ડાયરેકટ કનેકટીવીટી નહોતી હવેથી સોમના, ઓમકારેશ્વર અને મહાકાલેશ્ર્વરના દર્શન કરવા માંગતા શ્રધ્ધાળુઓને આ ટ્રેનનો સૌી મોટો લાભ શે. ત્રણેય જયોર્તિલીંગ વચ્ચે જોડાણ સહેલુ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.