Abtak Media Google News

અગાઉ પશ્ચિમ બેઠક પર તેઓએ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામે હાર્યા હતા, આ વખતે ઉદય કાનગડ સામે ચૂંટણી જંગ

કોંગ્રેસમાંથી ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પૂર્વ બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી છે.અગાઉ પશ્ચિમ બેઠકમાં તેઓએ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામે ભર્યું ફોર્મ હતું. જ્યારે આ વખતે ઉદય કાનગડ સામે તેઓનો ચૂંટણી જંગ જામશે. કોંગ્રેસ દ્વારા પૂર્વ બેઠક ઉપર ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જેથી તેઓએ આજે પૂર્વ બેઠક ઉપર ઉમેડવારી ફોર્મ ભર્યું હતું.

Dsc 0084

આ વેળાએ મોટી સંખ્યામાં સમર્થકો તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજપુત વચ્ચે નારાજગી ચાલતી હતી. પરંતુ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને મહેશ રાજપુત ફરી એકત્ર થયા છે. આ બન્ને નેતાની હાજરીમાં આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી વોર્ડ નં. 4ના નંદાભાઈ ડાંગર અને દિપકભાઈ મકવાણા કોંગ્રેસમાં જોડાયા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના અનેક સમર્થકો કોંગ્રેસમાં જોડાશે.

Dsc 0091

  • ઈન્દ્રનીલ રાજ્યગુરુ સૌથી ધનવાન ઉમેદવાર : એકલા 140 કરોડના આસામી
  • 9 ખેતીની જમીન, 5 પ્લોટ, 5 વાણિજ્યક મિલકત, 5 મકાન અને રૂ. 2.42 કરોડના વાહનો : માથે 61 કરોડની જવાબદારી

રાજકોટ પશ્ચિમ બેઠક ઉપર ઉમેદવારી નોંધાવનાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ જિલ્લાની આઠેય બેઠકના સૌથી ધનવાન ઉમેદવાર છે. તેઓ એકલા 140 કરોડના આસામી હોવાનું સોગંદનામામા જણાવાયું છે. તેઓની મિલકત ઉપર નજર કરીએ તો બેંકો અને અન્ય થાપણોમાં રૂ. 57 લાખ, 19 લાખના શેર અને  43.62 કરોડનું લેણું છે. વાહનોમાં વોકસવેગન, લેન્ડ રોવર, બીએમડબ્લ્યુ, ટોયોટા, એસટીમ, વેન, ઝેન, ક્રેમી,જીપ, વેગનઆર, ઓડી, એમજી ગલેસ્ટર સહિતની કાર તેમજ બીએમડબ્લ્યુ બાઇક, ઓયો બાઇક, ટ્રેકટર મળી કુલ રૂ. 2.42 કરોડના વાહનો છે.

રૂ. 34 લાખના સોનાના દાગીના, 9 જગ્યાએ 22.93 કરોડ કિંમતની ખેતીની જમીન, 5 સ્થળોએ રૂ. 7.13 કરોડના પ્લોટ, 5 સ્થળોએ રૂ. 48.86 કરોડની વાણિજ્યક મિલકતો, 5 સ્થળોએ રૂ. 13 કરોડના મકાન અને ફ્લેટ મળી કુલ રૂ. 140.27 કરોડની મિલકત છે. આ ઉપરાંત તેઓની પત્નીના નામે રૂ. 19.56 કરોડની મિલકત છે. વધુમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ ઉપર રૂ. 61.23 કરોડની જવાબદારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.