રાજકોટ: નાના મવા રોડ પર ત્રણ ખાનગી મેળામાંથી અખાદ્ય ખોરાક પકડાયો

કોઠારિયા રોડ પર બે સ્થળોએથી મોતીચુરના લાડુના નમૂના લેવાયાં

રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા  શ્નાના મવા સર્કલ પાસે, 150 ફૂટ રીંગ રોડ પર 3 પ્રાઇવેટ મેળામાં સ્થળ પર  ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ફૂડ સ્ટોલ પર વેચાણ થતી ખાદ્યચીજો ની ચકાસણી કરવામાં આવેલ જેમાં કુલ 37 ફૂડ સ્ટોલની ચકાસણી કરવામાં આવી હતી.ખાધ્ય તેલ, આઇસ્ક્રીમ-કેન્ડી, ઠંડાપીણાં, બેકરી પ્રોડક્ટ્સ 28 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. નાના મવા ચોકડીએ જન્માષ્ટમી કાર્નિવલ મેળોમાં ચેકીંગ દરમિયાન

રોયલ પીઝામાં પીઝા નું વેચાણ કરતા ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં  મળી આવેલ અખાદ્ય વાસી પીઝા બ્રેડ 5 કિલો જથ્થાનો સ્થળ પર નાશ કરાયો હતો. ગોવિંદા મેળોમાં 18 ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવ્યુ હતું. લાઇવ સ્ટીમ ઢોકળા ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં  મળી આવેલ અખાદ્ય વાસી ચટણી 2 કિલોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

રાધે ક્રિષ્ના મેળોમાં 7 ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. લાઇવ ઢોકળા ખીચું વેચાણ કરતા ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં  મળી આવેલ અખાદ્ય વાસી ચટણી 3 કિલોનો  નાશ કરવામાં આવ્યો હતો. હોટ પીઝા નામના સ્ટોલ પર પીઝા નું વેચાણ કરતા ફૂડ સ્ટોલમાં તપાસ કરતાં મળી આવેલ અખાદ્ય વાસી 10 પેકેટ પીઝા બ્રેડ ના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

ગણેશ મહોત્સવને અનુલક્ષીને કોઠારીયા રોડ પર ગણેશનગર શેરી નં.10માં ગણેશ ડેરીની બાજુમાં  આશિષ મકાનમાં ચાલતાં ગજાનન ગૃહ ઉધોગમાંથી મોતીચુરના લાડુ અને કોઠારિયા ચોકડીએ તીરૂપતી સોસાયટી શેરી    નં-2માં સાક્ષી ગૃહ ઉધોગમાંથી મોતીચુરના લાડુના નમૂના લેઈ પરીક્ષણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા છે.