જીવન સામે માસૂમ બાળકી જંગ હારી…જમીનમાં દાટેલી મળી આવેલી બાળકીનું સારવાર દરમિયાન મોત

સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ નજીકકાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી. નવજાત જન્મેલી દીકરીને જમીનમાં દાટી દેવાયેલી હાલતમાંથી ખેતી કરતી મહિલાને જાણ થઈ હતી. ખેતી કરતી મહિલાએ ૧૦૮ ને ફોન કર્યો અને સાથે યુ જી વી સી એલ માં કામ કરનારા કર્મચારી દ્વારા ૧૦૮ મારફતે નવજાત બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તે બાળકીનું આજે સારવાર દરમિયાન મોત થયું છે.

સિવિલ હોસ્પિટલમાં આ બાળકી ૯ દિવસ સારવાર હેઠળ રાખવામાં આવી હતી. ત્યારે આજ રોજ 4.50 વાગે તેણીએ દમ તોડ્યો. સિવિલ હોસ્પિટલ તંત્રએ ગાંભોઈ પોલીસને આ અંગે જાણ કરી છે.

મહત્વનું છે કે બાળકીના માતા-પિતા બાળકીને જમીનમાં દાટી ગયા હતા પણ સચેતે બાળકી જમીનમાંથી જીવિત હાલતમાં મળી આવી હતી જે બાદ તેણે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેના માતા-પિતાની ઓળખ કરી તેમની ઘરપકડ કરવામાં આવી હતી. બાળકીના પિતા હાલ જેલમાં છે. જ્યારે માતાને સિવિલ ખાતે રાખવામાં આવી હતી