Abtak Media Google News

Table of Contents

‘માંગે વિસ આપે ત્રીસ…. જય દ્વારકાધીશ’

કોફી ટેબલ બુક ‘રાજાધી રાજ’નું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી હસ્તે કરાયું વિમોચન

ભગવાન કૃષ્ણના પીછવાય કલાના ચિત્રને ખુલ્લા મુકાયા: અનંત અંબાણી રહ્યા વિશેષ ઉ૫સ્થિત

દ્વારકાધીશ વિશે વધુ માહિતી આપવા માટે પુસ્તકનું કરાયું સર્જન: ધનરાજ નથવાણી

‘માગો વીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ’ સમગ્ર ગુજરાત તો નહિ પરંતુ વિશ્વ આખું ગોવાળીયા કૃષ્ણ ભકિતમા લીન થતાં હોય છે. ભગવાન કૃષ્ણને ગમતિ તમામ ચીજવસ્તુઓ અને તેમની અમીદ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે ભકતજનો ભગવાનને રીઝવતા હોય છે. ત્યારે દ્વારકાધીશને સર્વથી વધુ પ્રેમ કરનાર અને દ્વારકા બોડ માં  અમુલ્ય યોગદાન આપવા માટે રીલાયન્સ પરિવાર ખુબ જ જાણીતું છે ત્યારે રીલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસીડેન્ટ ધનરાજ પરિમલભાઇ નથવાણી દ્વારા સર્વ પ્રથમ વખત કોફી ટેબલ બુક ‘રાજાધીરાજ’ વીમોચન કરવામાં આવ્યું હતું.

20190809191533 4M7A0406

આ પ્રસંગે બુક વિમોચનની સાથો સાથ ભગવાન કૃષ્ણ પરના પીછવાય કલાના ચિત્રોને પણ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ અંબાણી પરિવારના અંનતભાઇ અંબાણી, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ જીતુભાઇ વાધાણી, ઉર્જા મંત્રી સૌરવભાઇ પટેલ, જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા,જામનગરના સાંસદ પુનમબેન માંડમ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિજયભાઇ રૂપાણીએ જણાવતા કહ્યું હતું કે આજના સમયમાં માનવી ત્રસ્ત અને વ્યવસ્થા છે ત્યારે ભગવાન કૃષ્ણના જીવન માંથી નીરંતર પ્રેરણા મળે ત્યારે તેઓએ ધનરાજભાઇ નથવાણી દ્વારા હાથ ધરવામાં આવેલા કાર્યને બિરદાવ્યું હતું. તથા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે કેબલ બ્રિજના નીર્માણનું કાર્ય હાથ ધરેલું છે ગુજરાત રાજયના તમામ તીર્થ સ્થળોનો વિકાસ  થાય તે ખુબ જ મોટી આવશ્યકતા છે. વિજયભાઇ રૂપાણીએ કૃષ્ણની લીલાએ પ્રેરણાત્મક વાતો તથા પુસ્તકમાં સમાવિષ્ટ કરી સમાજને સાચી દિશા આપવાનું આઘ્યાત્મીકતા સાથે પ્રેરણાત્મક કાર્ય કર્યુ છે. તે માટે રીલાયન્સ પરિવાર ને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

20190809180029 4M7A0077

આ પ્રસંગે મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે કૃષ્ણ કયાંય નથી છતાં બધે જ છે જે કોઇ લોકો તેમના જીવનની કઠીત ધડીઓમાં  કૃષ્ણ ચલચિત્રને અપનાવે તો તેમની તમામ સમસ્યાનું નિરાકરણ થઇ જશે.

દ્વારકાધીશની પીછવાઇ વિશ્વસ્તર પર પ્રસ્થાપીત થશે તેવો વિશ્ર્વાસ: મુખ્ય સચિવ જે.એન.સિંહ

Vlcsnap 2019 08 10 12H54M36S224

ગુજરાત રાજના મુખ્ય સચિવ જે.એન. સિંહ એ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ઘરનરાજ દ્વારા જે પરીકલ્પના કરવામાં આવી છે. તે અત્યંત કાબીલેદાર છે. તેમાં પીછવાય નાવ દ્વારામાં થતી હતી પરંતુ પ્રથમ વખત દ્વારકાધીશની પીછવાય થતા એક અનેરો આનંદની લાગણી છવાય ગઇ છે. વિશ્ર્વાસ છે કે દ્વારકાધીશ ભુમી પીછવાય વિશ્વફલક ઉપર નામ પ્રસ્થાપીત કરશે મને વર્લ્ડ કલાસ પ્રર્દશન કરી લોકોને આકર્ષીત કરશે અંતમાં તેઓએ રીલાયન્સ પરિવાર અને ગ્રુપના વાઇસ પ્રેસીડેન્ટ ધનરાજ નથવાણીને શુભેચ્છા પાઠવી હતી.

ધનરાજભાઇ નથવાણી દ્વારા કોફી ટેબલ બુક તથા પીછવાઇનું આયોજન ખુબ જ સરહાનીય: પુનમબેન માડમ

Vlcsnap 2019 08 10 12H54M05S444

જામનગરના સાંસદ પુનમબેન માડમએ અબતક સાથે વિશેષ વાતચીત કરતાં જણાવ્યું હતું કે દ્વારકાધીશજીનો મહીમાં લોકો ખુબ જ જાણે છે. પરંતુ ધનરાજભાઇ દ્વારા જે રીતે દ્વારકાધીશજીનો મહીમા લોકો સમસ્ત પ્રસ્તુત કરવામાં આવ્યો છે. રીલાયન્સ ગ્રુપ દ્વારા દ્વારકાનો વિકાસ થઇ રહ્યો છે. આ તકે સાંસદ પુનમબેન માડમે જણાવ્યું હતું કે ર૧મી સદીમાં ભગવાન કૃષ્ણનું મહતવ ખુબ જ વધુ છે. દુનિયાની એવી કોઇપણ સમસ્યા નથી જેનું નીરાકરણ ભગવાન કૃષ્ણ પક્ષે ન હોય, દ્વારકા, ચારધામ પૈકીનું એક ધામ માનવામાં આવે છે. દ્વારકાને લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે દીશામાં કાર્ય થવું જોઇએ અને પર્યટન સ્થળ દ્વારકામાં સુધીવાળો કેવી રીતે વધે તે વિશે પણ વિચારવું જોઇએ. વિશ્વફલક પર દ્વારકાની કલા દ્વારકાની સંસ્કૃતિ કેવી રીતે પહોંચે તે દીશામાં ધનરાજભાઇ દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે તે મહત્વપૂર્ણ છે.

હેરીરેજ  સ્થળ બનાવા માટેની આ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક મોહીમ હાથ ધરવામાં  આવી છે. જેનાથી લોકો વધુને વધુ પ્રોત્સાહીત થશે જેનાથી લોકોને વધુને વધુ પ્રોત્સાહીત થશે જેનાથી સહેજ પણ મીનમેજ નથી. ચાર વર્ષ પહેલાનું દ્વારકા અને હાલનું દ્વારકાની પરિસ્થિતિ વિશે જો માહીતી લેવામાં આવે તો તદ્દન ભીન્ન સ્થીતી જોવા મળી છે.

પુસ્તક સર્જનનો વિચાર આવવાનું કારણ લોકો માં દ્વારકા અંગેની માહિતી આપવા માટે: ધનરાજ નથવાણી

Vlcsnap 2019 08 10 12H53M26S461

રીલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસીડન્ટ ધનરાજભાઇ નથવાણીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે દ્વારકાને પર્યટન સ્થળ તરીકે વિકસીત કરવા માટે કોફી ટેબલ બુક ‘રાજાધીરાજ’તથા દ્વારકાધીશના ભજન, દ્વારકાધીશની પ્રીય એવી પીછવાવ, લોકો સુધી પહોેચે તે હેતુ સર પુસ્તક સર્જનનો વિચાર આવ્યો હતો. આ વિચારને ચરિતાર્થ કરવા ગાયક પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, કીર્તીદાન ગઢવી, તથા પુસ્તકની લેખીકા કાજલ ઓઝા વૈદ્યનો સિંહ ફાળો રહ્યો છે. વધુમાં મા તેઓએ માહીતી આપતા જણાવ્યું હતું કે તેઓ નાનપણ થીજ દ્વારકાધીશજીના દર્શનાર્થે આવતા રહ્યા છે. પરંતુ જે રીતે દ્વારકા મંદીરનો વિકાસ થવો જોઇએ.તે થયો નથી.જેથી આ વિશેષ કાર્યને હાથ ધરવામાં આવ્યું છે.

ર૧મી સદીમાં ભગવાન કૃષ્ણનું મહત્વ અતુલ્ય: કાજલ ઓઝા વૈદ્ય

Vlcsnap 2019 08 10 12H53M44S669

ખ્યાતનામ લેખીકા અને કિષ્ન પ્રેમી કાજલ ઓઝા વૈદ્યએ અબતક સાથેની વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે તે ભગવાન કૃષ્ણની પ્રેમીકા છે. તેમને બાલ ગોપાલ પ્રત્યે સહેજ પણ ભાવ નથી પરંતુ તેનેએ કૃષ્ણ ગમે છે જે જગતનો નાથ છે રાજા કેવો હોય તે દ્વારકાધીશ પાસેથી જ જાણી શકાય ખરા અર્થમાં રાજા ‘રૂથલેસ હોવો જોઇએ’જો રાજા પ્રજાનું ઘ્યાન રાખવા માટે વલણ કુણુ દાખવે તો પ્રજા અથવા તો રાજયનો કોઇ દિવસ વિકાસ થશે નહિ વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે ર૧મી સદીમાં ભગવાન કૃષ્ણનું મહત્વ અનેરું છે. જો આજની યુવા પેઢી ભગવાન કૃષ્ણની ફિલોસોફીને સમજે તો તેઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી પડશે નહિ અંત ના તેઓએ ધનરાજભાઇ નથવાણીનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે તેઓ એ તેમને જે મોકો આપ્યો તે ભગવાન કૃષ્ણના પ્રસાદ સ્વરુપે મળ્યો છે. આગામી દિવસોમાં દુનિયા કૃષ્ણમય બન્ને તે જરુરી છે. તે દિશા માંહાલ કામગીરી શરુ કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.