Abtak Media Google News

ન્યુઝપ્રિન્ટમાં કસ્ટમ ડયુટી નાબુદ કરવા, બે વર્ષ સુધી કરમુકિત અને જાહેરાતોમાં ભાવ વધારા ઉપરાંત માત્રામાં વધારો કરીને અખબારી જગતને સહાય કરવા અનુરોધ કરાયો

દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસ અને તેને રોકવા જાહેર કરવામાં આવેલા લોકડાઉનના કારણે સમગ્ર દેશ થંભી જવા પામ્યો છે. કોરોના અને લોકડાઉનના કારણે વિવિધ ધંધા વ્યવસાયોની જેમ અખબારી જગતને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. કોરોનાના કારણે અખબારોને આવકનું મુખ્ય માધ્યમ એવી જાહેરાતો પણ ઓછી થઈ જવા પામી છે. અખબારોના કારણે કોરોના ફેલાતો હોવાની અફવાથી પણ અખબારોનું વેચાણ ઘટયું છે. ઉપરાંત, અખબારોનું વિતરણ કરવા માટે વિતરકોનો અભાસ સહિતની મુશ્કેલીનાં કારણે દેશના અખબારી જગતને ભારે મુશ્કેલી પડી છે. જેથી અખબારી જગતને વિવિધ રાહતો આપવા ઈન્ડીયન ન્યુઝ પેપર સોસાયટીએ સરકારને અનુરોધ કર્યો છે.

આઈએનએસે કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં જણાવ્યું છે કે લોકશાહીમાં અખબાર ચોથી જાગીર મનાય છે. દેશમાં આવી મહામારીના સમયમાં પણ અખબારોએ અન્ય જાગીરોની જેમ પોતાની જવાબદારી સમજીને નિર્ભય પણે કામ કરીને કોરોના વાયરસ અંગેના સમચારોને વાંચકો સુધી પહોચાડવાનું કાર્ય કરતું આવ્યું છે. જે દરમ્યાન અખબારોને ખાનગી ક્ષેત્રની જાહેરાત નહીંવત થઈ જવા પામી છે. અખબારોના કારણે કોરોના ફેલાતો હોવાની અફવાથી અખબારોનાં વેચાણમાં નોંધપાત્ર ઘટાહો થવા પામ્યો છે. ઉપરાંત અખબારના વિતરણ સહિતની અનેક મુશ્કેલી ઉભી થવા પામી છે. જેના કારણે અખબારી જગતને કોરોના અને લોકડાઉનના કારણે ભારે નુકશાન થવા જઈ રહ્યું છે.આ નુકશાનના કારણે દેશના અનેક લઘુ અને મધ્યમ અખબારો બંધ થઈ જવા પામ્યા છે. જેની અખબારી જગતને જીવંત રાખવા કેન્દ્ર સરકાર દ્વારા ન્યુઝપ્રિન્ટ પર લગાડવામાં આવતી પાંચ ટકા કસ્ટમ ડયુટી હટાવવા અખબારી જગતને બે વષૅ સુધી ટેકસમાં મૂકિત આપવાની તથા ડીએવીપીની જાહેરાતના ભાવમાં ૧૦૦ ટકાનો વધારો કરીને જાહેરાતની માત્રામાં ૫૦ ટકાનો વધારો કરવા અનુરોધ કર્યો છે. ઉપરાંત આઈએનએસે જે અખબારોના જે તે સરકારી વિભાગોની જાહેરાતોના બિલો બાકી હોય તેનું તરત ચૂકવણું કરવા રાજય સરકાર સહિતના લાગતા વળગતા સરકારી તંત્રોને તાકિદ કરવા પણ અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અનેક મોટા અખબારોએ પોતાની નુકશાની ઓછી કરવા તેમના પાનાની સંખ્યા પણ ઘટાડી નાખી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.