Abtak Media Google News

બાળકીઓ પર દુષ્કર્મના ગુનામાં સજા આપવાની ટકાવારી માત્ર 1.59 ટકા: 12647 કેસ પેન્ડીંગ

દેશ માટે વિકાસ મોડેલ તરીકે  ઉભરી  રહેતુ ગુજરાત નાની બાળકીઓ માટે અસલામત હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજયમાં છેલ્લા આઠ વર્ષમાં પોકસોનાં  કેસમાં  398.50 ટકાનો  તોતીંગ  વધારો થયો છે. બાળકીઓ ઉપર દુષ્કર્મના ગુનામાં સજા આપવાની ટકાવારી માત્ર 1.59 ટકા જ છે. આજની તારીખે પોકસોના  12647 કેસ પેન્ડીંગ છે.

Advertisement

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ સરકાર ની નીતિ ઉપર સવાલ ઉઠાવતા, લોકસભા ના ચોંકાવનારા આંકડા સાથે સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. લોકસભા માં પ્રસ્તુત આંકડા પ્રમાણે પોકસો કાયદા હેઠળ ગુજરાત માં વર્ષ 2014 થી 2021 દરમિયાન 14,522 કેસ નોંધાયા હતા. વર્ષ 2014 થી 2021 સુધી માં પોકસો કેસ માં 398.5% નો વધારો થયો છે. વર્ષ 2014 માં પોકસો હેઠળ 613 ગુના નોંધાયા હતા ,જેમાં 5 કેસોમાં સજા પડેલ હતી. વર્ષ  2015 માં પોક્સો હેઠળ 1609 ગુના નોંધાયા હતા, જેમાં 8 કેસ માં સજા પડેલ હતી. વર્ષ 2016 માં પોકસો હેઠળ 1408 ગુના નોંધાયા હતા, જેમાં 5 કેસ માં સજા પડેલ હતી. વર્ષ 2017 માં પોકસો હેઠળ 1697 ગુના નોંધાયા હતા , જેમાં 12 કેસ માં સજા પડેલ હતી.

વર્ષ 2018 માં 2154 કેસ નોંધાયા , જેમાં 33 કેસ માં સજા થયેલ હતી. વર્ષ 2019 માં 2253 પોકસો કેસ માં 74 કેસ, વર્ષ 2020 માં 2345 પોકસો કેસ માં 23 કેસ માં અને વર્ષ 2021 માં પોકસો કેસ માં 71 કેસ માં સજા થયેલ હતી. ગુજરાત રાજ્ય માં પોકસો હેઠળ 14,522 ગુના માં 231 કેસ માં (ભજ્ઞક્ષદશભશિંજ્ઞક્ષ) ગુનો પુરવાર થઈ શક્યા હતા. ગુજરાત રાજ્ય માં પોકસો કેસ માં સજા દર માત્ર 1.59% છે તે આંકડાકીય માહિતી થી જાણવા મળે છે. વર્ષ 2021 ના અંત સુધી માં 12,647 કેસ પેન્ડિંગ છે નો આંકડો જાણવા મળે છે. “બેટી બચાઓ બેટી પઢાઓ” ની જાહેરાતો પાછળ કરોડો ના ખર્ચ થઈ પણ આ દીકરીઓ ને ન્યાય અપાવવા માં સરકાર નિષ્ફળ ગયી છે તે આંકડા પુરવાર કરે છે.

ગૃહ મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરી વાહવાહી લૂંટી સકે છે તો કથળતી કાયદો વ્યવસ્થા ની જવાબદારી પણ તેમની છે. નાની બાળકીઓ ઉપર વધતી દુષ્કર્મ શારીરિક છેડછાડ ના ગુનાઓ માં બેફામ વધારો ગુજરાત ની અસ્મિતા ને શરમાવે તેમ છે. ગૃહ મંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી ને માનવું જોઈએ કે વધતા પોકસો કેસ એ ગુજરાત ની કથળતી કાયદો વ્યવસ્થા દર્શાવે છે. લોકસભા ના આંકડાઓ દર્શાવે છે કે બેન દીકરી ની સુરક્ષા માં સરકાર નિષ્ફળ ગયી છે.

ગુજરાતમાં આઠ વર્ષમાં નોંધાયેલા પોકસોના કેસના આંકડા

2014-613 કેસ
2015-1609 કેસ
2016– 1408 કેસ
2017– 1697 કેસ
2018– 2154 કેસ
2019– 2253 કેસ
2020– 2345 કેસ
2021– 2443 કેસ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.