Abtak Media Google News

રાજયમાં દિવસેને દિવસે હત્યાના બનાવમાં વધારો થતો જાય છે. લોકો નજીવી બાબતે પણ હત્યા કરી નાખતા હોય છે ત્યારે મહેસાણા જીલ્લાના કડી તાલુકામાં દબાણ મુદ્દે અરજી કરનારા યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી ત્યારે આ મામલે નંદાસણ પોલીસે ગુન્હો નોંધીને ચાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ચાંદરડા ગામની છે જ્યાં રહેતા યુવકને રાજપુર પાટીયા પાસે ફોન કરીને બોલાવીને ચાર ઈસમોએ છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. સમગ્ર ઘટનાને લઈ ચાંદરડા ગામે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને પોલીસે ૪ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

શું હતો મામલો ??

કડી તાલુકાના ચાંદરડા ગામે રહેતા મહંમદ મિયા કાળુ મિયા કે જેઓ પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. ત્યારે ગામની અંદર સિપાઈ વાસમા રહેતા અહેમદમિયાએ નવું મકાન બનાવ્યું હતું. આ મકાનમાં પગથિયા તેમજ બાંધકામ રસ્તા પર અસર રૂપ થાય તેવી રીતે દબાણ કરી બનાવતા સિપાઈવાસમાં રહેતા મહમદ મિયા તેમજ અન્ય લોકોએ દબાણ દૂર કરવા માટે અરજી તૈયાર કરી હતી.

મહંમદિયાના પિતા પર આવ્યો’તો ફોન

કડી તાલુકાના ચાંદરડા ગામે રહેતા મહમદ મિયાં લગ્ન પ્રસંગમાં હતા જે દરમિયાન મહંમદિયાના પિતા કાળુમિયા ઉપર તેમના ભત્રીજાનો ફોન આવ્યો અને કહ્યું કે મહંમદને કોઈ મગજમારી થઈ છે અને મહમદને ઇજાઓ પહોંચી છે. તેને નંદાસણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં કાળુમિયા સહિતના પરિવારજનો નંદાસણ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. પરંતુ મહંમદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મહંમદ મિયાએ તેમના પિતાનો હાથ પકડીને સમગ્ર ઘટનાક્રમ વિશે જણાવ્યું હતું કે હું લગ્નમાં હતો દરમિયાન સલીમ મિયા ચૌહાણે મને ફોન કરીને ચાંદરડા ચોકડીએ બોલાવેલ જ્યાં હું તે લોકોને મળતા તે લોકોએ મને કલાપી હોટલ બાજુ લઈ ગયા હતા જ્યાં દૂર ફ્લોરા હોટલ પાસે પહોંચતા સારું ૪ ઈસમોએ ભેગા મળીને છરી વડે હુમલો કર્યો હતો અને આવેલા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. અને મકાણી કરેલ અરજી બાબતે ધમકીઓ આપી હતી.

કડીના ચાંદરડા પાટીયા પાસે ગામના ચાર ઈસમોએ મકાન બાબતે અરજી કર્યાની અદાવત રાખીને ભેગા મળીને છરીના ત્રણથી ચાર ઘા મારીને યુવકની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો જ્યાં મહેસાણા લાયન્સ હોસ્પિટલ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા ઘટના સ્થળે નંદાસણ પોલીસ આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી કરી હતી જ્યાં ઘટનાની જાણ મહેસાણા ડીવાયએસપીને થતા ડીવાયએસપી સહિતનો કાફલો ગામ ખાતે દોડી ગયો હતો અને ગામની અંદર કઈ અને બને તે માટે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી સ્ટાફને ખડકી દેવામાં આવ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.