Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિ.ના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ,સમગ્ર કૌભાંડ રૂ.3થી 5 કરોડનું હોવાની સંભાવના જોવા મળી રહી છે. યુનિ.ની કોલેજના સત્તાધીશોએ જ આચર્યું મહાકૌભાંડ. હોમિયોપથી ફેકલ્ટીના ડીન સામે પણ આરોપ લગાવવામાં આવ્યો છે.43 વિદ્યાર્થીઓ સહિત 3 પ્રિન્સિપાલ સામે આરોપ લાગ્યો છે.

વાત કરવામાં આવે તો બી.એચ. ડાંગર કોલેજ-રાજકોટ, ગરૈયા હોમિયોપથી કોલેજ વ્યાસ કોલેજ-અમરેલીમાંથી કૌભાંડ પકડાયું છે. B.H.ડાંગર કોલેજના પ્રિન્સિપાલ અમિત જોશી સામે આરોપ લાગ્યો છે.

વિદ્યાર્થીદીઠ રૂ.5થી 7 લાખ લેવામાં આવ્યા॰57 વિદ્યાર્થીની તપાસમાં 14 સર્ટિફિકેટ સાચાં.2012થી 2017 સુધીમાં 43 સર્ટિફિકેટ બોગસ.બોગસ સરકારી ડોક્યુમેન્ટ બનાવવાનો આરોપ.તપાસ કમિટીનો 200 પાનાંનો રિપોર્ટ તૈયાર.IPC કલમ હેઠળ ગુનો નોંધશે

Dsc 3417હોમિયોપેથીના ડીન અમિત જોષીએ રાજીનામાનું નાટક કર્યું છે, પરંતુ આ આખાય ષડ્યંત્રમાં અમિત જોષીનો શું રોલ છે અને તેના સાગરીતો કોણ-કોણ છે તે અંગેની આખીયે વિગતો મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવશે. પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓનો આંક સંભવત: 60 થી વધુ થાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. વર્ષ 2012 થી 2017 સુધીમાં કુલ 56 વિદ્યાર્થીઓએ સેન્ટર કાઉન્સિલ ફ હોમિયોપેથીના 5 ટકા એડમિશન મેળવવાના નિયમ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ત્રણ હોમિયોપેથી કોલેજોમાં એડમિશન લીધા હતા.

Dsc 3415જેમાંથી 43 વિદ્યાર્થીએ એફવાયની એટલે કે પ્રથમ વર્ષની બોગસ માર્કશીટના આધારે એસવાયમાં પ્રવેશ મેળવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું, જ્યારે 13 વિદ્યાર્થીઓએ ગુજરાત બહારના રાજ્યની કોલેજમાં હોમિયોપેથીનું પ્રથમ વર્ષ પાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોલેજોમાં પ્રવેશ લીધો હોવાનું બહાર આવ્યું હતું. જે 43 વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટના આધારે હોમિયોપેથીના બીજા વર્ષમાં પ્રવેશ કેવી રીતે મેળવ્યો, બોગસ માર્કશીટ કોણે બનાવી, કોણે આપી, કેટલી આર્થિક લેવડ-દેવડ થઇ સહિતના મુદ્દા બહાર લાવવા માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી. આ કમિટીના ચેરમેન નેહલ શુક્લ સહિતની ટીમે તપાસ કરતા અનેકવિધ ચોંકાવનારી હકીકત બહાર આવી છે અને આ કૌભાંડમાં કોણ-કોણ સામેલ છે અને કોની કેવા પ્રકારની ભૂમિકા છે તે સહિતના મુદ્દા પત્રકાર પરિષદમાં સોમવારે જાહેર કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.